________________
15
द्वात्रिंशिका
પ્રસ્તાવના : યોગ્ય છે. ત્યાં તર્કનું ગજું નથી. ત્યાં તર્કનો/યુક્તિનો આગ્રહ રખાય તો તે પ્રાયઃ યુક્તિ-આભાસ જ બને. માટે તર્કની આ સીમા ઓળંગાવી ન જોઈએ. (૨) યુક્તિગમ્ય- જે પદાર્થો તર્કથી/યુક્તિથી પણ જાણી શકાય છે ત્યાં માત્ર શ્રદ્ધાથી સ્વીકારીને સંતુષ્ટ થવું ન જોઈએ. પણ પ્રાજ્ઞ જનોએ ત્યાં યુક્તિથી તે પદાર્થ શી રીતે ઘટે છે ? બીજી રીતે કેમ ઘટતો નથી ? ઈત્યાદિ ઊહાપોહ કરવો જોઈએ. સબૂર ! અહીં પણ આગમનિરપેક્ષ-આગમબાધક યુક્તિને અવકાશ નથી જ.
યોગબિન્દુ'માં આચાર્ય હરિભદ્રસૂરિજીએ આ વાત જણાવી છે. યુવાSSISનુસારે વોડામાડમીયતે તારૂણી યુક્તિપૂર્વક અને આગમપૂર્વક યોગમાર્ગ કહેવાય છે.
તર્ક કરવા જતાં કુતર્ક ન કરી બેસાય એ માટે સાવધાન કરતાં મહાત્મા ભર્તુહરિ “વચપલીયમ માં જણાવે છે કે સર્વોડટ્ટનાનર્થાત્ લામતિપતી વિપરીત વ સર્વત્ર શવ તે વનને ૧૭ના સર્વ જનો અદૃષ્ટ (સ્વર્ગાદિ) ફળ આપનાર બાબતોને આગમથી જાણે છે. અને આગમમાં નિર્દેશેલી બધી બાબતોને શુષ્ક તર્કથી વિરુદ્ધ રીતે જાહેર કરવી પણ શક્ય છે. (કારણ કે શુષ્કતકમાં ઐદત્પર્યાર્થ સુધી પહોંચવાનું નથી.)
દરેક વાતે આગમ-સાપેક્ષતા વિના તો ડગલું ય ભરી શકાય નહીં. તર્કની બાબત પણ તેમાંથી બાકાત રહી શકતી નથી. જુઓ, આગળ ભર્તુહરિ જ કહે છે -
न चागामादृते धर्मस्तर्केण व्यवतिष्ठते । ऋषीणामपि यज्ज्ञानं तदप्यागमपूर्वकम् ।। (वा.प.१/३०)
આગમની મદદ(સાપેક્ષતા) વિના કેવળ શુષ્ક તર્કથી ધર્મનો નિશ્ચય થઈ શકતો નથી. ઋષીઓનું જ્ઞાન છે તે પણ આગમમૂલક છે. ___ हस्तस्पर्शादिवाऽन्धेन विषमे पथि धावता । अनुमानप्रधानेन विनिपातो न दुर्लभः ।। (वा.प.)
બાકી તો હાથથી સ્પર્શ કરતાં કરતાં વિષમ માર્ગે દોડતા અંધ માણસની જેમ અનુમાનને (તર્કને) જ મહત્ત્વનું માનનારા માટે પતનવિનાશ દુર્લભ નથી. આવું દુઃસાહસ કરનારાઓ સ્વહિતને ખોઈ બેસે છે.
કુતર્કનો અંત નથી :- આ કુતર્કના તંતનો કોઈ અંત નથી એ વાત મૂળમાં ગ્રન્થકારે કરી છે એની સુંદર સ્પષ્ટતા મુનિપુંગવશ્રી યશોવિજય મહારાજે “નયેલતા’ વૃત્તિ અને ગુર્જર ભાવાનુવાદમાં કરી છે. તેનો સંક્ષેપ આ પ્રમાણે છે –
“તમામ કુતર્કો અસત્ય દૂષણ બરાબર છે, કારણ કે કુતર્કશીલ વ્યક્તિનો ધ્યેય સામેની વ્યક્તિની માન્યતાને ખોટી સિદ્ધ કરવાનો હોય છે. સામેની વ્યક્તિની વાતનો/રજૂઆતનો ઊલટો અર્થ કાઢી તેના દૂષણો રજૂ કરાતાં હોય છે. વિકલ્પોની જાળ મનમાં ગૂંથાયા જ કરે છે. મન સમાહિત થતું નથી. પેલા મહાવતે તર્કણશીલ વિદ્યાર્થીને ચેતવ્યા છતાં ન ચેતવાથી તે વિનાશને નોતરે છે. છતાં ય મહાવત તેને બચાવે છે. તેમ મુમુક્ષુ કર્મવશ કુતર્ક કરી બેસે તો સદ્ગુરુ રૂપી મહાવત કરુણાપ્લાવિત હૈયે તેને કુતર્કગજરાજથી છોડાવે છે...”
કુતર્કની વણજારનો અંતિમ જવાબ કદાચ “સ્વભાવ' બની શકે છે. અગ્નિ બાળે છે. પાણી ઠારે છે. શાથી? તેનો અંતિમ જવાબ છે “વસ્તુનો સ્વભાવ જ આવો છે.” આમ છતાંય અહીં કોઈ કુતર્ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org