________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના .
17
ગુણોને જીવંત બનાવતાં સંવેદનની સુવાસ, સંવેદનની ઝલક, સંવેદનની સરગમ આદિ ગુજરાતી રચનાઓ પણ ખૂબ સુંદર કરી છે. તેઓશ્રીનું ‘સંવેદનની ઝલક' પુસ્તકનું પ્રકરણ ‘બુદ્ધિ હારે શ્રદ્ધા જીતે' એ એટલું બધું મનનીય છે કે એની લોકચાહનાને કારણે સ્વતંત્ર પુસ્તિકા રૂપે પ્રગટ કરવામાં આવેલ. બુદ્ધિની અત્યન્ત સીમિતતા અને શ્રદ્ધાના વિશાળ સામ્રાજ્યનો અનુભવ કરવા માટે લગભગ વિરોધાભાસી જણાતી એ બે વસ્તુની એમાં કરેલી તુલના પણ અંશતઃ અહીં પ્રાસંગિક રીતે રજૂ કરવી અસ્થાને નહીં ગણાય.
(આમાં પૂર્વના પ્રકરણમાં પરમાત્મા પાસે વિનંતી કરી વ્યથા ઠાલવી કે ‘હે પરમાત્મન્ ! તું ગમે પછી મને જગત કેમ ગમી શકે ? તારું રૂપ ગમે પછી વિજાતીય રૂપ કેમ ગમી શકે? બગીચો ગમે પછી ગટર કેમ ગમી શકે ?' ઈત્યાદિ... તેનો જવાબ ‘બુદ્ધિ હારે...' પ્રકરણમાં પરમાત્મા આપી રહ્યા છે.. જગત વગેરે ગમવાનું કારણ બીજું કોઈ નથી પણ જેને શાસ્ત્રની પરિભાષામાં અવિદ્યામિથ્યાત્વ-અજ્ઞાનતા-મિથ્યાઅભિનિવેશ જેવા શબ્દોથી ઉલ્લેખી છે તે શિક્ષિતોને, બુદ્ધિજીવીઓને, વિદ્વાનોને, વિજ્ઞાનવાદીઓને અને ક્વચિત્ સંસારત્યાગીઓને પણ પજવતી અને શુષ્ક તર્કની જનની એવી કદાગ્રહવક્રતાદિ દોષોથી વિકૃત બનેલી બુદ્ધિ છે.. બુદ્ધિની મલિનતા છે.. વાંચો ત્યારે એ સુવર્ણ વાક્યો...)
પરમાત્મા :- વત્સ ! તારી રુચિ મારા પ્રત્યે થઈ એનું કારણ તારી મારા પ્રત્યેની શ્રદ્ધા છે. તારી શ્રદ્ધા જગત પ્રત્યે થાય છે એનું કારણ છે તારી ચંચળ અશ્રદ્ધાળુ બુદ્ધિ.. તું શ્રદ્ધા અને બુદ્ધિ વચ્ચે ઝૂલી રહેલ છે. તેથી દુનિયા અને મારા પ્રત્યેના આકર્ષણની દ્વિધામાં અટવાયેલો છે.
જ્યારે બુદ્ધિના સીમાડા પૂરા થશે ત્યારે જ પાવન શ્રદ્ધાની હદમાં તારો પ્રવેશ થશે... પછી રહેશે માત્ર મારું, મારા માર્ગ પ્રત્યેનું... મારા ગુણમય સ્વરૂપનું જ અદમ્ય આકર્ષણ.. ખરી પડશે દુન્યવી આકર્ષણ... પણ બુદ્ધિની નાગચૂડમાંથી છૂટવા તેના બિહામણા અંતરંગ સ્વરૂપને ઓળખ. શ્રદ્ધામાં પ્રવેશવા તેના કલ્યાણકારી સોહામણા સ્વરૂપને પીછાણ... બુદ્ધિ અને શ્રદ્ધાની ભેદરેખા તને સમજાવું છું, સાંભળ...
૧. બુદ્ધિની પેદાશ મગજમાંથી થાય છે. શ્રદ્ધાની નીપજ હૃદયમાંથી થાય છે.
૨. બુદ્ધિ બીજાને પ્રભાવિત કરે છે. શ્રદ્ધા પોતાને ભાવિત કરે છે, તૃપ્ત કરે છે.
૩. બુદ્ધિ બહારનું પરિવર્તન કરવાને ઈચ્છે છે. શ્રદ્ધા અંદરનું પરિવર્તન કરવા ઝંખે છે.
૪. બુદ્ધિને જગત સુધારણામાં જ રસ છે. શ્રદ્ધાને જાતસુધારણામાં રસ છે.
૫. બુદ્ધિનું ઉત્પાદન ક્રૂરતા, કઠોરતા, કર્કશતા છે. શ્રદ્ધાનું સર્જન છે કોમળતા, મુલાયમતા, મૃદુતા.
૬. બુદ્ધિને ડોકટરની દવામાં વિશ્વાસ છે. શ્રદ્ધાને દુવામાં વિશ્વાસ છે.
૭. બુદ્ધિ પોતાનું દુ:ખ પ્રગટ કરે છે. કારણ કે તેને બીજાની સહાનુભૂતિ લેવી ગમે છે. શ્રદ્ધા બીજાના દુઃખને પ્રગટ કરે છે, કારણ તેને સહાનુભૂતિ દેવી ગમે છે.
૮. બુદ્ધિ વક્રતાની બહેનપણી છે. શ્રદ્ધાની સખી સરળતા છે.
(બસ ! હવે તો પરાણે ય મારે કલમ રોકવી પડશે.. કારણ આવા ૧૫૮ સૂત્રો તેઓશ્રીએ રજૂ કરેલાં છે.. જિજ્ઞાસુઓએ તે પુસ્તિકા જ વાંચવી રહી...)
(પરમાત્માના નિષ્કર્ષ રૂપ અંતિમ ઉદ્ગારો →) બુદ્ધિ અને શ્રદ્ધાની વચ્ચે રહેલું આ આકાશ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International