________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના .
7
મોટા ભાગે જૈનોમાં (જૈન ગ્રન્થોમાં) માત્ર બૌદ્ધોના દાર્શનિકગ્રન્થો પ્રમાણવાર્તિક વગેરે જ ચર્ચામાં અવતર્યા છે, જ્યારે બૌદ્ધોના ત્રિપિટક વગેરે આધ્યાત્મિક ગ્રન્થોનો અવતાર લગભગ નહીંવત્ થયો છે. એ જ રીતે અહીં રામગીતા-વરાહોપનિષદ્ વગેરે વૈદિક અધ્યાત્મગ્રન્થોના વિષયોનો સમવતાર પણ મહત્ત્વની બિના છે. રામગીતા ગ્રન્થની શુભેચ્છા-વિચારણા-તનુમાનસી-સત્ત્વાપત્તિ-અસંસક્તિ-પદાર્થઅભાવના-તુર્યગા આ સાત ભૂમિકાઓનો મિશ્ર, તારા વગેરે યોગદૃષ્ટિઓમાં જે સમવતાર કર્યો છે એ અભ્યાસીઓ માટે સુખદ વૃત્તાન્ત છે. આ જાતનો સમવતાર એક પ્રકારનું સાહસ તો છે જ, પરંતુ જો પાતંજલ યોગના અષ્ટાંગ આઠ યોગદૃષ્ટિમાં પૂ.હરિભદ્રસૂરિ મહારાજે અવતાર્યા છે જે સર્વાંશે નહીં પણ ન્યૂનાધિક અંશે સંગત થાય છે - તો આ નયલતાવ્યાખ્યામાં સર્વાંશે નહીં પણ ઓછાવત્તા અંશે બૌદ્ધોના અષ્ટાંગ કે રામગીતાની સાત ભૂમિકાઓના સમવતારમાં કશું જ ખોટું નથી- ઉલટું એનાથી અભ્યાસિયોની તુલનાક્ષમતામાં વૃદ્ધિ થશે. એ જાતના સમવતારમાં સંવાદ-વિસંવાદ કેટલો છે અથવા સિદ્ધાન્ત-અપસિદ્ધાન્ત કેટલો છે ? તે શોધી કાઢવાનો પડકાર પણ અભ્યાસિઓએ ઝીલી લેવા જેવો છે.
પૂ.હરિભદ્ર સૂ.મ.ના ગ્રન્થોના પદાર્થોનું વ્યવસ્થિત સંકલન અને એમાં પણ પોતાની વિશિષ્ટ પ્રતિભાની છાંટ દ્વારા અર્થવિશેષનો આવિષ્કાર કરી આપનારા પૂ. ઉપાધ્યાયજી મહારાજનો જૈન સંઘ જેમ સદા માટે ઋણી છે અને રહેશે એ જ રીતે પોતાના બહુશ્રુતપણાથી અને માર્ગાનુસારિણી બુદ્ધિ વડે સુંદર નયલતા વ્યાખ્યાની રચના કરનાર મુનિશ્રી યશોવિજયજીની પણ ભાવિ પેઢી સદા માટે ઋણી રહેશે. તે માટે તેમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. મુમુક્ષુ અભ્યાસિયો આ ગ્રન્થરત્નનો સાંગોપાંગ અભ્યાસ કરીને આત્મશ્રેય સિદ્ધ કરે એ જ પવિત્ર શુભેચ્છા.
વિ.સં. ૨૦૫૮, આસો વિદ ૫
ઈરલા
Jain Education International
For Private & Personal Use Only
જ જયસુંદર વિજય
www.jainelibrary.org