________________
• પ્રસ્તાવના છે
द्वात्रिंशिका
લોકોત્તર તત્ત્વ પ્રાપ્તિનું સાધન
લોકોત્તર તત્ત્વની પ્રાપ્તિ એ સંસારમાંથી મુક્તિનું અનુપમ અને અનન્ય સાધન છે. જ્યાં સુધી આ લોકોત્તર તત્ત્વની કે લોકોત્તર ત્તત્વના કારણની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જીવ દ્વારા કરાતો ધર્મ અંતરનાં સ્પર્શ વગરનો હોવાથી તે માત્ર પુણ્યબંધ અને પછી ભવભ્રમણ આપનારો થાય છે. લોકોત્તર તત્ત્વની પ્રાપ્તિનું જો અનુપમ સાધન હોય તો તે છે કષ, છેદ અને તાપશુદ્ધિમાંથી પસાર થતું જિનવચન અને તજન્ય પરિણતિ. જિનવચનથી રત્નત્રયીરૂપ લોકોત્તરત્તત્વનો બોધ થાય છે. અને સમ્યફ શાસ્ત્ર દ્વારા જિનવચનનો બોધ થાય છે. સમ્યફશાસ્ત્રો જિનઆગમ અને આગમને સમજાવનારાં પ્રાકરણિક ગ્રંથો છે.
વર્તમાનમાં પ્રકરણ ગ્રંથો ઘણાં મળે છે. પણ ઘણાં ગ્રંથોનો સમાવેશ એક ગ્રંથમાં કરી પૂર્વપક્ષ ઉત્તરપક્ષ દ્વારા, વિશેષઅર્થો દ્વારા પદાર્થોનો સ્પષ્ટ ખ્યાલ આપી આપણને નિર્દાત્ત કરનારાં ગ્રંથો ઘણાં ઓછા છે. આવા અલ્પ ગ્રંથો પૈકી અનેક વિષયમાં પારદર્શકતા લાવી આપનાર એક અદ્ભુત ગ્રંથ છે. તે છે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત કાત્રિશત્ દ્વત્રિશિકા.
પ્રસ્તુત ગ્રંથરત્નનું પ્રકાશન એકીસાથે આઠ ભાગમાં થઈ રહ્યું છે. તે અધ્યેતા વર્ગ માટે ખૂબ આનંદની વાત છે. પ્રસ્તુત પુસ્તક પાંચમા ભાગ સ્વરૂપે વાચકવર્ગનાં કરકમલમાં ઉપસ્થિત છે. તેમાં ૧૯ થી ૨૨ બત્રીશીનો સમાવેશ થાય છે.
મહામહોપાધ્યાયજી મહારાજે ૧૯ થી ૨૨ બત્રીસીમાં જે પારદર્શક અને માર્મિક પદાર્થોનો ઉલ્લેખ કર્યો છે. તેમાંથી કેટલાક પદાર્થો અન્યત્ર પ્રાપ્ત થવા મુશ્કેલ છે. અથવા ઘણાં અગત્યનાં છે. તે પદાર્થોનો ઉલ્લેખ મારા ક્ષયોપશમ મુજબ નીચે પ્રમાણે કર્યો છે.
૧૯મી બત્રીસી • ગાથા-૩ :- જો ચારિત્રધર્મની અમુક ક્રિયાઓ કાલાદિથી અવિકલ શાસ્ત્રોક્ત પ્રમાણે થતી હોય અને અનેક ક્રિયાઓ પ્રમાદને કારણે કાલાદિથી વિકલ થતી હોય તો તે સમગ્રક્રિયાઓ ઈચ્છાયોગની છે તેમ જાણવું. (પૃ.૧૧૦૫).
ગાથા-૮ :- પ્રાતિજજ્ઞાન એ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન કરતાં ભિન્ન પણ છે. અને અભિન્ન પણ છે. યોગદૃષ્ટિમાં તે ભિન્ન કઈ રીતે છે ? તે દર્શાવ્યું છે. પણ અભિન્ન કઈ રીતે છે ? તે દર્શાવેલ નથી. તે ઉપાધ્યાયજી મહારાજે બતાવીને વિશેષ ઉપકાર કર્યો છે. (પૃ. ૧૧૧૪,૧૧૧૫)
ગાથા-૨૬ - ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિતિયમ અને સિદ્ધિયમ પૈકી પ્રવૃત્તિયમ એ શાસ્ત્રયોગનો વ્યાપ્ય નથી. એટલે કે શાસ્ત્રયોગ વગર પણ પ્રવૃત્તિયમ નયભેદે સંભવે છે. આ કથન પણ ઉપાધ્યાયજી મ.ની સુંદર ભેટ છે. (પૃ.૧૯૪૮)
• ૨૦મી બત્રીસી • ગાથા-૨૦ - સત્યાર્થ કથન ગુણ હોવાથી દિગંબર શ્રીકુંદકુંદાચાર્યને ઉપાધ્યાયજી મ.સા.એ “મહર્ષિ વિશેષણ આપેલું છે. (પૃ. ૧૧૯૯)
• ૨૧મી બત્રીસી • ગાથા-૧ :- અખેદનો અર્થ અવ્યાકુલતા કરેલ છે. એટલે ખેદનો અર્થ વ્યાકુલતા, જેનો શબ્દરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org