________________
6
• પ્રસ્તાવના .
द्वात्रिंशिका ઈચ્છાયોગ વિશે અધિક સ્પષ્ટીકરણ આપતા તેઓએ કહ્યું છે કે વાણીથી વન્દના વગેરે થોડા ઘણા અનુષ્ઠાનો (કે બે/ચાર સિદ્ધાન્તોનું) શુદ્ધ શાસ્ત્રાનુસારી પાલન કરવા છતાં તેને શાસ્રયોગ કહી ન શકાય, જો સમ્પૂર્ણ સાધુક્રિયામાં થોડો ઘણો પણ પ્રમાદ ક્યાંક થઈ જતો હોય તો. એટલે જ પૂ.શ્રી હરિભદ્રસૂરિ પણ મંગલાચરણમાં પોતે શાસ્ત્રયોગિપણાનું અભિમાન ન રાખતાં પોતાના કરેલા નમસ્કારને ઈચ્છાયોગરૂપે જ ઓળખાવ્યો છે. ૧૪૪૪ ગ્રન્થપ્રણેતા શાસ્રમર્મજ્ઞ મહાપુરુષ પણ જો શાસ્રયોગિપણાનું અભિમાન છોડી દેતા હોય તો આજ કાલ પડતા કાળમાં ‘હું/અમે કરીએ એ જ શાસ્ત્રીય' આવા મિથ્યાઅભિમાનને તો અવસર જ ક્યાં રહ્યો ?- આ સમગ્ર ગ્રન્થ સૂક્ષ્મબુદ્ધિથી વાંચનારને આવા તો અનેક વિશિષ્ટ અર્થરત્નો ઉપલબ્ધ થઈ શકશે.
યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થના વિષયો ઉપર આજે તો અનેક ઠેકાણે વ્યાખ્યાનાદિ થાય છે અને એના વિષયથી ઘણા જૈન શ્રોતાઓ સુપરિચિત બન્યા છે એ આનંદનો વિષય છે. પરંતુ ત્યાં પૂર્ણવિરામ આવી જવાને બદલે એના વિષયો ઉપર બુદ્ધિના આઠ ગુણો અન્તર્ગત ઊહાપોહ કરાય તો વિશિષ્ટ અર્થનિર્ણય પ્રાપ્ત થાય. દા.ત. જે દૃષ્ટિમાં જે યોગાંગની યોજના કરી છે તે તેમાં જ ઘટે કે બીજી દૃષ્ટિઓમાં પણ ઘટી શકે ? દા.ત. બલાદિષ્ટમાં સુખાસન (યોગાંગ) હોવાનું જણાવ્યું છે તે પહેલી બે દૃષ્ટિમાં હોઈ શકે કે નહીં ? ત્રીજી દૃષ્ટિ (બલા)માં તે હોવું જ જોઈએ ? હોય જ ? કે ના પણ હોય ? બીજી દૃષ્ટિમાં ‘શિષ્ટાઃ પ્રમાણમ્' એવો અભિગમ પહેલી ષ્ટિમાં પણ હોય ખરો કે નહિ ? પહેલી દૃષ્ટિમાં જે ‘પ્રણામાદિ ચ સંશુદ્ધ' વગેરે યોગબીજ કહ્યા છે તે ખરેખર તેવા જ સ્વરૂપે પહેલી દૃષ્ટિમાં હોય કે ઈચ્છાયોગાદિસ્વરૂપે પણ હોઈ શકે ? ન પણ હોય ? એ જ રીતે જે જે દૃષ્ટિમાં જે જે (આઠમાંથી) દોષ ત્યાગ અને દ્વેષાદિગુણો દર્શાવ્યા છે તે બધા તે જ દૃષ્ટિમાં ઘટે ? સમ્ભાવનાથી ઘટે કે અવશ્ય ઘટે ? બીજી દૃષ્ટિઓમાં પણ તે પ્રીતિઆદિ સ્વરૂપે હોઈ શકે કે નહીં ? તથા પાતંજલ યોગમાં જે રીતે પ્રત્યાહાર, ધારણા, સંપ્રજ્ઞાત-અસમ્પ્રજ્ઞાત સમાધિઓનું જેવા પ્રકારનું અભિપ્રેત વર્ણન છે તે આ યોગદૃષ્ટિઓમાં તે જ પ્રમાણે સંગત થાય છે કે અર્થભેદ કરીને સંગત કરવામાં આવ્યું છે ? આ પ્રકારના સમ્યગ્ ઊહાપોહ દ્વારા જો તત્ત્વનિર્ણય કરવામાં આવે તો સ્યાદ્વાદ-અનેકાન્તવાદથી ગર્ભિત શુદ્ધ બોધ (માત્ર બુદ્ધિ કે જ્ઞાન રૂપ જ નહીં, અસંમોહાત્મક બોધ)નો હૃદયંગમ લાભ થઈ શકે.
અદ્યતન મુનિશ્રી યશોવિજયજીએ આ ગ્રન્થમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજના વિવેચન ઉપર સંસ્કૃતમાં નવું વિવેચન (અને એની સાથે ગુજરાતીમાં ભાવાર્થ) આપ્યું છે તે ઉ૫૨ જણાવ્યા મુજબ ઉહાપોહ કરવા માટે ભરપૂર સામગ્રી પૂરી પાડે છે કારણ કે તેઓએ દરેકે દરેક પાને પાને પ્રસ્તુત અર્થસંદર્ભોની તુલના માટે જથ્થાબંધ અન્ય ગ્રન્થોના ઉદ્ધરણો પ્રસ્તુત કર્યા છે. આ રીતે તેમણે વર્તમાન (અને ભાવિ) પેઢી માટે જબરદસ્ત સહાયકાર્ય ખડું કર્યું છે. ઉપાધ્યાયજી મ.ની કઠિન પંકિતઓના અર્થ ભાવાર્થ પણ તેમણે સમજાય એ રીતે સ૨ળ કરી આપ્યા છે તે ઘણા આનંદ અને અભિનંદનનો વિષય છે. વર્તમાનકાળમાં આ પ્રકારનું બહુશ્રુતપણું ધારણ કરવામાં આ મુનિવરનું સ્થાન કોઈ રીતે પાછળ પડે એવું નથી.
નયલતા વ્યાખ્યાકાર મુનિશ્રીએ ઉહાપોહ માટે જે મૂલ્યવાન્ સામગ્રી પ્રસ્તુત કરી છે એમાં નોંધપાત્ર સ્વરૂપે બૌદ્ધ ગ્રન્થ મઝિમનિકાયની સમ્માદિકી-સમ્માસંકપ્પ-સમ્માવાયા-સમ્માકમ્મત્તો-સમ્માઆજીવોસમ્માવાયામો-સમ્માસતિ અને સમ્માસમાધિ... આ અષ્ટાંગ માર્ગનો આઠ યોગષ્ટિમાં સમવતાર જે કર્યો છે તેનાથી જૈન વાડ્મયમાં નવા પરિમાણનો ઊમેરો થયો છે. અત્યાર સુધી બૌદ્ધદર્શનના અભ્યાસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org