________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના :
બત્રીસીઓનું મહત્ત્વ અને ઉપયોગિતા
અમૃતમાં સાકર નાખવાની ચેષ્ટા જેમ નિરર્થક છે તેમ પૂર્વ ઋષિ-મુનિઓ-મહર્ષિઓના શાસ્ત્રગ્રન્થો વિશે કંઈક કહેવા બેસવું તે પણ અર્થ વગરનું છે. શાસ્ત્રગ્રન્થોમાં દર્શાવેલ સન્માર્ગ હવે તો શુદ્ધસ્વરૂપે આચારણમાં મૂકાય એ જ મહત્ત્વની વાત છે. હા, એ આચરણમાં લાવવા માટે તેનો એક યા બીજી ઉચિત રીતે અભ્યાસ ચાલતો જ રહે એ તો સ્વાગતપાત્ર જ છે.
વર્તમાનકાળમાં શ્રી આગમશાસ્ત્રો ઉપર ચિન્તન-મનન-અનુપ્રેક્ષા દિનપ્રતિદિન ઘટતા જાય છે. બીજું બીજું વાંચન વધતું જાય છે. સૂક્ષ્મ દૃષ્ટિથી જો આગમશાસ્ત્રોનું વાંચન-પારાયણ થાય તો આજે પણ એમાંથી જે ઉત્તમ દષ્ટિવિકાસ અને બોધ થાય તે બીજા ગ્રન્થોથી થવો દુશક્ય છે. ઝેરોક્સ નકલ કરતાં પણ મૂલ દસ્તાવેજની કિંમત અનેકગણી જ રહેતી હોય છે.
એમ છતાં આપણા પૂર્વાચાર્ય મહર્ષિઓએ અનેક નવા નવા શાસ્ત્રગ્રન્થોની રચના કરી છે એમાં કોઈ શંકા નથી. “શ્રુતજલધિપ્રવેશે નાવા' એ ન્યાયે આગમશાસ્ત્રોને સમજવા માટે એ ગ્રથો પણ અત્યન્ત ઉપકારક છે તેમાં કોઈ શંકા નથી. પણ એટલું ધ્યાન રાખવું ઘટે કે જહાજ સુધી પહોંચવા માટે નાવ છે, દરિયો તો જહાજથી જ કરવાનો છે, નાવડાથી વિશાળ દરિયો તરવો શક્ય નથી. એટલે જહાજનું મહત્ત્વ જ ભૂલાઈ જાય એટલી હદે આખી જિંદગી આગમેતરસાહિત્યની નાવડીની પાછળ જ પડી જવું એ ઈચ્છનીય ન બને. પૂ.આ.હરિભદ્રસૂ.મ. અને પૂ.ઉપાયશોવિજય મ.ના ગ્રન્થોનું ચિત્તનમનન અને પરિશીલન પણ આ પરિપ્રેક્ષ્યમાં જ થવું ઘટે. - આ પુસ્તકમાં પૂ.ઉપા. મહારાજ વિચિત ત્રિશિ કાર્નાિશિકા ગ્રન્થ સંબંધી ૧૯ થી ૨૨ બત્રીસીઓ મૂળ-સ્વોપજ્ઞટીકા-નયલતા ટીકા અને ગુજરાતી અર્થ (દ્વાર્કિંશિકા પ્રકાશ) સહિત મુદ્રિત થયેલ છે. જેમ પૂ. ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થાધિગમસૂત્રમાં આગમશાસ્ત્રોના અર્થનો હૃદયંગમ શૈલીથી સંગ્રહ કર્યો છે એ જ રીતે પૂ.ઉપા.મહારાજે પણ આ બત્રીસી ગ્રન્થમાં પોતાની આગવી સૂઝ અને શૈલીથી પૂ.હરિભદ્રસૂ.મ.ના અનેક પ્રન્યરત્નોનો અર્થ સંગૃહીત કરેલ છે. તેમાં પણ આ પુસ્તક અન્તર્ગત બત્રીસીઓમાં તો મુખ્યત્વે યોગદષ્ટિ સમુચ્ચયનો અર્થ સંગૃહીત કરેલ છે.
૧૯મી બત્રીસીમાં ઈચ્છા-શાસ-સામર્થ્ય ત્રણ યોગ, ધર્મસંન્યાસયોગસંન્યાસ, તાત્ત્વિક-અતાત્ત્વિક, સાશ્રવ-નિરાશ્રવ, ગોત્રયોગિ-કુલયોગિ-પ્રવૃત્તચક્રયોગિ અને નિષ્પન્નયોગી, યોગવંચક-ક્રિયાવંચક-ફલાવંચક, ઈચ્છા-પ્રવૃત્તિ-સ્વૈર્ય-સિદ્ધિયમ વગેરેનું નિરૂપણ છે. ૨૦મી બત્રીસીમાં મુખ્યપણે સંપ્રજ્ઞાત-અસંપ્રજ્ઞાત સમાધિનું નિરૂપણ છે. ૨૧મી બત્રીસીમાં મિત્રાદષ્ટિ, યમ યોગાંગ અને યોગબીજોનું વિવેચન છે. ૨૨મી બત્રીસીમાં બીજી ત્રણ તારા-બિલા-દીપ્રા દષ્ટિ, નિયમ-આસન-પ્રાણાયામ યોગાંગ, અવેદસંવેદ્યપદ વગેરેનું પ્રરૂપણ છે.
આમ તો એવું લાગે કે ઉપાધ્યાયજી મહારાજે નવું શું કહ્યું છે ? પણ ૧૯મી બત્રીસીના ત્રીજા જ શ્લોકમાં પૂજ્ય ઉપાધ્યાયજીએ પોતાની નવોન્મેષ પ્રતિભાનો ચમકારો આપી દીધો છે. એ શ્લોકમાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org