________________
१२७२
• રૂછાયો ગોવરવિવારવિશેષ: • द्वात्रिंशिका-१९/४ प्रतिपन्नस्वपर्यायान्तर्भूतत्वेन च प्रकृतनमस्कारस्याऽपीच्छायोगप्रभवत्वमदुष्टमिति विभावनीयम् ।।३।। यथाशक्त्यप्रमत्तस्य' तीव्रश्रखाऽवबोधतः । शास्त्रयोगस्त्वखण्डार्थाऽऽराधनादुपदिश्यते ।।४।। स्वीकृतचारित्रपर्यायान्तःपातित्वेन इच्छायोगप्रभवत्वं = इच्छायोगजनितत्वं इच्छायोगाऽन्तःप्रविष्टत्वं वा अदुष्टं = निरुक्तयोगविभागव्यवस्थाव्याघातकारि न भवति । तादृशप्रणामस्य शुद्धत्वेऽपि तदीयसर्वविरतिचारित्रपालनस्य सप्रमादत्वेन तदन्तःप्रविष्टत्वात् तादृशवाग्नमस्कारस्येच्छायोगत्वमव्याहतम् । युक्तञ्चैतत् । न हि रसाऽसृग-मांस-मेद-श्लेष्म-पित्त-मल-मूत्राऽन्त्राऽस्थि-मज्जा-वीर्यादिपूरितेऽशुचौ देहे पतितं मिष्टान्नादि शुचित्वेन व्यवह्रियते । न च तद् देहपुष्ट्यादिकं न विधत्ते । एवमिच्छायोगिकृतोऽविकलोऽपि नमस्कारादिरिच्छायोगत्वमनतिक्रामन्नैव शास्त्रयोगत्वेन व्यवह्रियते, न वेच्छायोगिनं बहुमानाऽऽदरादिपरिकराऽऽनुरूप्येणोपकाराऽनाधायकं भवति इति विभावनीयं योगतन्त्रविशारदैः ।।१९/३।।। ___अवसरसङ्गत्याऽऽयातं शास्त्रयोगमाह- 'यथाशक्तीति । स्वशक्त्यनतिक्रमण = स्वकीयसंहनन-धृतिચારિત્ર પ્રમાદયુક્ત હોવાથી તેના પર્યાયમાં અંતર્ભત થઇ જવાના કારણે પ્રસ્તુત વાગુનમસ્કાર પણ ઇચ્છાયોગનો જ છે. - એવું માનવામાં કોઈ દોષ નથી. આ પ્રમાણે પ્રસ્તુત માં વિચારણા કરવી. (૧૯૩)
વિશેષાર્થ:- આખું જીવન ઇચ્છાયોગપ્રધાન હોય, પોતે સ્વીકારેલ દીક્ષાદિ આરાધના ઇચ્છાયોગસ્વરૂપ હોય, તો એકાદ નાનકડી આરાધના સંપૂર્ણ હોય, વિધિ-યતનાદિવિશુદ્ધ હોય, તેમ છતાં તે આરાધના ઈચ્છાયોગસ્વરૂપે જ બની જાય છે. તેનો ઈચ્છાયોગમાં જ અંતર્ભાવ + પરિણમન થાય છે. ગટરમાં પડેલ અત્તરનું ટીપું ગટર સ્વરૂપે જ બની જાય છે ને!
શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ પોતાની જાતને સંવિગ્નપાક્ષિક તરીકે ગણાવે છે. સમગ્ર ચારિત્રજીવન ઈચ્છાયોગપ્રધાન હોવાથી તેઓની પ્રત્યેક નાની-મોટી આરાધના ઇચ્છાયોગસ્વરૂપ જ બને છે. જો જીવન આખું ઈચ્છાયોગપ્રધાન હોવા છતાં એકાદ વિશુદ્ધ-અખંડ-સંપૂર્ણ આરાધના શાસ્ત્રયોગમાં ગણી શકાતી હોય તો યોગદષ્ટિસમુચ્ચયની પ્રથમ મંગલ ગાથામાં તેઓશ્રીએ જૈનત્વા શાસ્ત્રયોગતઃ' આ પ્રમાણે કહ્યું હોત. મતલબ કે “શાસ્ત્રયોગથી પ્રભુવીરને નમસ્કાર કરીને યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથને હું કહીશ” આવી તેમણે પ્રતિજ્ઞા કરી હોત. પણ તેવી પ્રતિજ્ઞા કરી નથી. આનાથી એ ફલિત થાય છે કે એ વાગુ-નમસ્કારસ્વરૂપ મંગલ પણ ઇચ્છાયોગસ્વરૂપ જ હતું. તે વાગુનમસ્કાર તો એક નાનકડી ક્રિયા છે, અલ્પપ્રયાસથી અને અલ્પસમયમાં સાધી શકાય તેવી ક્રિયા છે. તેથી વિધિશુદ્ધ અખંડ સંપૂર્ણ વાગુનમસ્કાર તો શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કરી શકતા હતા. તે નાનકડો યોગ-ધર્મ જો શાસ્ત્રયોગસ્વરૂપ બની શકતો હોય તો શા માટે ઇચ્છાયોગથી પ્રભુવીરને નમસ્કાર કરીને...” ઇત્યાદિ રૂપે શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ કહે ? પરંતુ તેઓશ્રીને પાકો ખ્યાલ છે કે સમગ્ર ચારિત્રજીવન ઈચ્છાયોગપ્રધાન હોય તો નિરતિચાર એવો પણ નાનો યોગ-ધર્મ ઇચ્છાયોગ જ ગણાય. આથી મૃષાવાદનો દોષ ન લાગે તે માટે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે યોગદષ્ટિસમુચ્ચયની પ્રથમ ગાથામાં ઈચ્છાયોગથી નમસ્કાર કરીને..' ઇત્યાદિ કહ્યું છે. (૧૯૩)
શાસ્ત્રયોગને પામીએ જ ગાથાર્થ - શક્તિ છૂપાવ્યા વિના અપ્રમત્ત સાધકની પાસે તીવ્ર શ્રદ્ધા અને બોધ હોવાના કારણે અખંડ અનુષ્ઠાનની આરાધના કરવાથી શાસ્ત્રયોગ કહેવાય છે. (૧૯૪) ૨. હસ્તક “...નાગાસ્ય' ત્રિશુળ: પાટ: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org