________________
द्वात्रिंशिका
• ૧૯ થી ૨૨ બત્રીસીનો ટૂંકસાર
21
હોતી નથી. (૨) યોગસાધના સિવાયના કાર્યની ઉત્સુકતા હોતી નથી. (૩) અંગોપાંગમાં ખેંચાણ વિના યોગી આસન જમાવે છે. તથા (૪) આકાશ વગેરેની અનંતતાની સમાપત્તિથી દેહાધ્યાસ નષ્ટ થાય છે. આસનસિદ્ધ થવાથી અંગકંપન, ચંચળતા, ખાલી ચડવી વગેરે અંતરાય ઉપર વિજય મળે છે. લાંબા સમય સુધી એક આસનમાં રહેવાથી ઠંડી-ગરમી, ભૂખ-તરસ વગેરે ઉપર વિજય મળે છે. માન-અપમાન વગેરે માનસિક દ્વન્દ્વ પણ છૂટી જાય છે. (ગા.૧૧-૧૨)
અહીં તત્ત્વશુશ્રુષા ગુણની પ્રાપ્તિ થાય છે. ગ્રંથકારશ્રી કહે છે કે કામી, પત્ની સાથે રહેલ, સંગીતના શોખીન નવયુવાનને કિન્નરો વગેરે દ્વારા ગવાતું ગીત સાંભળવામાં જેવી ઈચ્છા હોય તેવી ઈચ્છા તત્ત્વશ્રવણને વિશે બલાષ્ટિમાં હોય છે. (ગા.૧૩) તત્ત્વશુશ્રુષા જ કર્મક્ષયનું મુખ્ય કારણ છે. તત્ત્વશ્રવણ વિના પણ તત્ત્વશુશ્રુષા કર્મનિર્જરા કરાવે જ છે. (ગા.૧૪) ક્ષેપ દોષ ન હોવાથી પાણીથી સિંચાતા વૃક્ષની જેમ, જીવની યોગસાધના સતત વૃદ્ધિ પામે છે. (ગા.૧૫)
ચોથી દીપ્રાદષ્ટિમાં પ્રાણાયામ નામનો યોગ હોય છે. આવા જીવો પ્રશાંતવાહિતાસભર તથા અશાંતિઉકળાટ વિનાના હોવાથી તેમનું મન યોગસાધનામાંથી ઉઠી જતું નથી. અર્થાત્ ઉત્થાનદોષ તેમને નડતો નથી. આવા જીવો આદરથી ધર્મતત્ત્વનું શ્રવણ કરે છે પરંતુ સૂક્ષ્મબોધ ન થવાથી તેના પરમાર્થ - ગૂઢાર્થ સુધી તેઓ પહોંચી શકતા નથી. (ગા.૧૬) મહર્ષિ પતંજલિએ જણાવેલ છે કે શ્વાસ અને પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ એટલે પ્રાણાયામ. રેચક - પૂરક - કુંભક સ્વરૂપ ત્રણ પ્રકારનો પ્રાણાયામ છે. (ગા.૧૭) પ્રાણાયામથી ધારણાની યોગ્યતા પ્રગટે છે, રાગાદિ ક્લેશનો ક્ષય થાય છે, જૈન દર્શન માને છે કે સામાન્યથી શ્વાસ-પ્રશ્વાસ અટકાવવા ન જોઈએ, પરંતુ જે સાધકને પ્રાણાયામથી જ મન સ્થિર થવા પૂર્વક વિષયતૃષ્ણા અટકતી હોય તેને પ્રાણાયામ પણ ઉપયોગી બની શકે-એવું જૈનદર્શન વિવેકદૃષ્ટિથી ઉદારતા પૂર્વક સ્વીકારે છે. (ગા.૧૮)
દ્રવ્યપ્રાણાયામમાં વાયુનું રેચન, પૂરણ અને કુંભન મુખ્ય હોય છે. જ્યારે ભાવપ્રાણાયામમાં અપ્રશસ્ત બાહ્યભાવનું રેચન વિસર્જન, પ્રશસ્ત અંતર્ભાવનું પૂરણ = ગ્રહણ અને શાસ્રપદાર્થોને સ્થિર = કુંભન કરવાની વાત મુખ્ય સમજવી. આવો પ્રાણાયામ જ યોગના કારણ રૂપે શ્રીહરિભદ્રસૂરિજી મહારાજને માન્ય છે. (ગા.૧૯) પરલોકમાં શરીર-ઈન્દ્રિય નહિ, પણ આચરેલો ધર્મ જ સાથ આપે છે. માટે ધર્મ જ મહાન છે' આવા નિર્ણયપૂર્વક દીપ્રાર્દષ્ટિવાળા યોગી અવસરે ધર્મને ખાતર પોતાના નશ્વર પ્રાણોને પણ છોડે છે. (ગા.૨૦) ખારા પાણીથી બીજ કરમાઈ જાય છે. અને મીઠા પાણીથી બીજમાંથી અંકુરો પાંગરે છે. તે રીતે સંસારના મમત્વથી જીવનું પુણ્ય ખતમ થાય છે. તથા રુચિપૂર્વક તત્ત્વશ્રવણથી પુણ્ય વધતું જાય છે. દીપ્રાદેષ્ટિવાળા યોગીઓનું રૂચિપૂર્વકનું તત્ત્વશ્રવણ તેમને અંકુરાસ્વરૂપ ધર્મસાધના માટે થાય છે. (ગા.૨૧)
=
=
-
તત્ત્વશ્રવણથી ગુરુદેવ ઉપર તીવ્ર ભક્તિ પ્રગટે છે. તેનાથી રાગાદિ ઘટવાથી વીતરાગ પરમાત્માની અહોભાવ પૂર્વક અંતઃકરણમાં સ્થાપના થાય છે. તેનાં સ્મરણ - ચિંતન - ધ્યાન - તદાકારતાથી ધ્યાનજન્ય પ્રભુસ્પર્શના સમાપત્તિ થાય છે. ગુરુભક્તિ = ‘આ ગુરુદેવના હાથમાં મારો મોક્ષ છે', ‘તેમના હૈયે મારું હિત વસેલું છે', ‘આ ગુરુદેવ થકી જ મારું તાત્ત્વિક કલ્યાણ છે' એવી હાર્દિક પ્રતીતિ જાણવી. (ગા.૨૨) દીપ્રા-દૃષ્ટિવાળા જીવોમાં બોધની સૂક્ષ્મતા હોતી નથી. યોગદૃષ્ટિ-સમુચ્ચયમાં સૂક્ષ્મબોધના ત્રણ નિયામક જણાવેલ છે. (૧) જે ભવસાગરથી પાર કરાવે (૨) જે ગ્રંથિભેદ કરાવી શકે અને (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org