________________
20
• ૧૯ થી ૨૨ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका જેને શાસ્ત્રકારોએ છાણના અગ્નિની ઉપમા આવી છે. યમ વગેરે આઠ યોગાંગમાંથી નિયમનો અહીં લાભ થાય છે. ખેદ વગેરે આઠ દોષમાંથી ઉગ નામનો બીજો દોષ અહીં રવાના થાય છે. અદ્વેષ વગેરે આઠ ગુણોમાંથી તત્ત્વવિષયક જિજ્ઞાસા અહીં પ્રગટે છે. (ગા.૧) નિયમમાં પાંચ વસ્તુનો સમાવેશ થાય છે. શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વરપ્રણિધાન. શૌચ = સ્વચ્છતા પાણીથી શરીરની સ્વચ્છતા અને મૈત્રી વગેરે ભાવના દ્વારા મનની સ્વચ્છતા થાય છે. અહીં આંતરિક શૌચ મહત્ત્વપૂર્ણ છે. ૐ કાર પૂર્વક મંત્રના જાપને સ્વાધ્યાય જાણવો. ફળની અપેક્ષા વિના કે કોઈ પણ જાતની મહત્વાકાંક્ષા વિના આપણી તમામ પ્રવૃત્તિ ઈશ્વરને સોંપવી તે ઈશ્વરપ્રણિધાન. (ગા.૨)
યોગસૂત્રમાં જણાવેલ છે કે શૌચથી (૧) પોતાની કાયા પર જુગુપ્સા થાય છે. (૨) તથા બીજા દેહધારી જોડે સંયોગ થતો નથી. જેને પોતાની અસાર કાયા પરથી મમતા ખતમ થાય તેને જ પરમાર્થથી વિજાતીય દેહમાં પણ જુગુપ્સા થાય. આમ શૌચભાવનાથી સ્ત્રીનો ભોગવટો આપમેળે છૂટી જાય છે. (૩) શુદ્ધ સત્ત્વપ્રધાન મનની શુદ્ધિ થાય છે. (૪) ખેદનો અનુભવ ન થવાથી માનસિક પ્રીતિ થાય છે. (૫) મનની સ્થિરતા થાય છે. (૬) તેનાથી જીવ ઈન્દ્રિયથી પરામુખ બને છે. અને (૭) આત્મદર્શનની યોગ્યતા મેળવે છે. (ગા.૩) સંતોષથી યોગી ઈન્દ્રિયજન્ય સુખ કરતાં ચઢિયાતું સુખ મેળવે છે. સ્વાધ્યાયથી = મંત્રજપથી મંત્રવિષયભૂત ઈષ્ટદેવનું દર્શન થાય છે. તપથી કાયા અને ઈન્દ્રિયની સિદ્ધિ થાય છે. કાયસિદ્ધિ = અણુત્વ, મહત્ત્વ વગેરે શક્તિની પ્રાપ્તિ. ઈન્દ્રિયની સિદ્ધિ = સૂક્ષ્મ પદાર્થ, દીવાલની પાછળની વસ્તુનું દર્શન થવું. ઈશ્વરના પ્રણિધાનથી ફલેશ દૂર થાય અને સમાધિ મળે. (ગા.૪) આ રીતે નિયમોના જ્ઞાનથી તેમાં રુચિ થવાથી તારાદષ્ટિવાળા યોગી પોતાના સંયોગ અને શક્તિ મુજબ તે નિયમોને સ્વીકારે છે. (ગા.૫)
તારા દૃષ્ટિવાળા યોગીને યોગકથામાં અંતરથી પ્રબળ આકર્ષણ હોય છે. તેથી યોગકથાની પ્રીતિ તૂટે તેવા સંયોગમાં પણ તેની પ્રીતિ તૂટતી નથી. શક્તિ મુજબ ભાવયોગીની સેવા-ભક્તિ-બહુમાન પણ તે કરે છે. તેનાથી યોગના પરિણામ વધે છે અને રોગ વગેરે ક્ષુદ્રોપદ્રવ પણ નાશ પામે છે. (ગા.૬) તેના જીવનમાં કિલષ્ટ પાપ પ્રવૃત્તિ જ ન હોવાથી તેને દુર્ગતિ વગેરેનો ભય અત્યંત નથી હોતો. ધર્મમાં આદર હોવાથી તેની ઉચિત ક્રિયા ઓછી હોતી નથી. તથા સાધુનિંદા વગેરે અત્યંત અનુચિત ક્રિયા તે કરતો નથી. (ગા.૭) પોતાની વિધિમાં ખામી હોય તો તે ત્રાસ અનુભવે છે. ઊંચી ભૂમિકાની સાધના વિષે તેઓને સતત જિજ્ઞાસા હોય છે. તથા સંસારના ઉચ્છેદ માટે મુમુક્ષુઓની સાધના વિષે પણ જિજ્ઞાસા હોય છે. (ગા.૮) પોતાની બુદ્ધિના વિચારનો શાસ્ત્ર સાથે ઘણીવાર તાલમેળ ન પડવાથી આવા જીવો પોતાની પ્રજ્ઞાને છીછરી-ટૂંકી-અલ્પ માને છે અને શિષ્ટ પુરુષોએ આચરેલું જ પ્રમાણભૂત માનીને તે પ્રમાણે વર્તે છે. (ગા.૯) આ રીતે ૧ થી ૯ ગાથામાં બીજી દષ્ટિનું ગ્રંથકારશ્રીએ નિરૂપણ કરેલ છે.
બલા દૃષ્ટિમાં બોધ દૃઢ હોય છે અને તે સાધનાપ્રયોગસમય સુધી ટકે છે. તે તત્ત્વબોધ લાકડાના અગ્નિકણના ઉદ્યોત સમાન હોય છે. તત્ત્વજિજ્ઞાસાના પ્રભાવે તત્ત્વશ્રવણની પ્રકૃષ્ટ ઈચ્છા સ્વરૂપ ગુણ અહીં પ્રગટે છે. ધર્મસાધના દરમિયાન ક્ષેપદોષ (= મનની બીજે જવાની પ્રવૃત્તિ) રવાના થાય છે. આવા જીવો સ્થિર આસને સુખાકારિતાથી = ઉગ વિના લાંબો સમય રહી શકે છે. (ગા.૧૦) બલાદૃષ્ટિવાળા જીવને આસન સિદ્ધ થાય છે. કારણ કે આ દૃષ્ટિમાં આવેલ જીવની (૧) ખોટી તૃષ્ણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org