________________
22 • ૧૯ થી ૨૨ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका ‘તમામ ય પદાર્થો અનંત ધર્માત્મક છે. આવી પ્રતીતિ કરાવે તે સૂક્ષ્મ કહેવાય. પ્રથમ ચાર યોગદષ્ટિમાં રહેલા યોગીઓમાં સૂક્ષ્મ-બોધ ન હોવાનું કારણ એ છે કે વેદ્યસંવેદ્યપદ કરતાં નીચલી ભૂમિકાએ તેઓ રહેલા છે. (ગા.૨૩)
આકાશમાં ઉડતા પંખીના પડછાયાને ભ્રમણાથી જીવ માની પકડવા જતા સાગરના માછલા વગેરે જીવોની જેમ પ્રથમ ચાર યોગદષ્ટિમાં રહેલા જીવોનો અતત્ત્વમાં (પડછાયામાં) જ તત્ત્વબુદ્ધિ (પંખીબુદ્ધિ) હોવાથી અવેદ્યસંવેદ્યપદ પ્રબળ હોય છે. તેથી આ યોગીઓ ધ્યાનમાં દેખાતા લાલ-પીળા અજવાળાં વગેરેથી પોતાને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો છે. એમ માની બેસે છે. આમ તેઓ ગ્રંથિની પાસે આવીને અટકી જાય છે. અને અતિમહત્ત્વપૂર્ણ ગ્રંથિભેદનું કામ બાકી રહી જાય છે. આમ અનાદિકાલીન અવેદ્યસંવેદ્યપદ જીવને છેતરે છે. જો કોઈ અનુભવી ગુરૂ મળે અને ભેદજ્ઞાનની સાધના આપીને, આવી અને એના જેવી બીજી ભ્રમણામાંથી તેને બહાર કાઢે તો તે સાધકનું અવેદ્યસંવેદ્યપદ વેદસંવેદ્યપદની પ્રાપ્તિનું નિમિત્ત બની શકે. (ગા.૨૪ )
સમકિતીને હેય પદાર્થમાં હેયપણાનો, ઉપાદેય પદાર્થમાં ઉપાદેયપણાનો અભ્રાન્ત સંવેદનાત્મક નિશ્ચય હોય છે. વેદ્ય પદાર્થોને વિશે આવો સંવેદનાત્મક નિશ્ચય = પરિણામ જે ભૂમિકાએ રહેવાથી થાય તેવી ઉન્નત આત્મભૂમિકા વેદ્યસંવેદ્યપદ કહેવાય. તેનાથી ઉલટું હોય તે અવેદ્યસંવેદ્ય પદ કહેવાય. “વેદ્ય પદાર્થનું સંવેદન રુચિવિશેષસ્વરૂપે સમજવું. દરેક સમકિતીમાં આવી વિશેષ પ્રકારની રુચિ પ્રગટ થયેલી હોય જ છે. તેથી તેમનામાં વેદ્યસંવેદ્યપદ છે એમ કહી શકાય. (ગા.૨૫)
વેદ્યસંવેદ્યપદ વજના ચોખા જેવું છે. વજના ચોખા જેમ ચૂલા ઉપર પાકતા નથી તેમ વેદ્યસંવેદ્યપદવાળા જીવો દુર્ગતિના દુઃખ સ્વરૂપ દાવાનળમાં પકવવામાં આવે તો પણ તેનો ભાવપાક (= તથાવિધ સંકલેશ) થતો નથી. ભાવ પાક એટલે કે અનંતાનુબંધી કષાયનો ઉદય વગેરે. આ વ્યવહારનયથી જાણવું. નિશ્ચય નયથી વેદ્યસંવેદ્યપદવાળા જીવોની પાપની પ્રવૃત્તિ તપેલા લોખંડના ગોળા ઉપર ધ્રુજતા હૈયે પગલા માંડતા માણસ જેવી જાણવી. આનું સમર્થન શ્રીહરિભદ્રસૂરિજીના યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં મળે છે. - એવું ગ્રંથકારશ્રી જણાવે છે. (ગા.૨૬)
અવેદ્યસંવેદ્યપદમાં અભવ્ય વગેરે જીવનું પુણ્ય પાપાનુબંધી હોય છે. તથા અવેદ્યસંવેદ્યપદમાં નરકાદિ અનર્થને લાવવાની શક્તિ છે. અને તે સૂક્ષ્મ બોધને અટકાવે છે. પાપાનુબંધી પુણ્ય જીવનો આધ્યાત્મિક વિકાસ અટકાવે છે. માટે પ્રજ્ઞાપનીય, ભદ્રક મિથ્યાદષ્ટિ, ગ્રંથિભેદ કરવા તત્પર જીવ પાપાનુબંધી પુણ્ય બાંધે-એવું સંગત થતું નથી. માટે તેવા જીવો પ્રશમ, સંવેગ, નિર્વેદાદિ ભાવો દ્વારા, તત્ત્વશુશ્રુષા-શ્રવણાદિ ગુણો દ્વારા, ચરમયથાપ્રવૃત્તિકરણકાલીન વિશિષ્ટ શુદ્ધિ દ્વારા, ભાવ પ્રાણાયામાદિ દ્વારા પાપના અનુબંધને તોડે છે એવું સ્વીકારવું પડે. (ગા.૨૭)
મોહજન્ય યોગ પ્રવૃત્તિ પણ મોહના જ સંસ્કારોને દઢ કરે છે. અવેદ્યસંવેદ્યપદમાં યોગની પ્રવૃત્તિ પણ મોહગર્ભિત વૈરાગ્યથી થાય છે. તે પ્રવૃત્તિ પણ અનર્થકારી ઉત્તરોત્તર મોહવાસનાને ઉત્પન્ન કરે છે. પરંતુ મિત્રાદિ ચાર દષ્ટિમાં રહેલ જીવ જો સદ્ગુરુને સમર્પિત હોય તો તેને મોહના તેવા સંસ્કાર પડતા નથી. (ગા.૨૮)
અવેદ્યસંવેદ્યપદમાં રહેલા જીવોના બે વિભાગ પડી શકે. ભવાભિનંદી અને મિત્રાદિ ચાર દૃષ્ટિના જીવો. ભવાભિનંદી જીવ નિયમા પાપાનુબંધિ પુણ્ય બાંધે. અને શેષ જીવો નિરનુબંધી = પાપના કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org