________________
द्वात्रिंशिका
• ૧૯ થી ૨૨ બત્રીસીનો ટૂંકસાર
15
(૬) સાનંદ સંપ્રજ્ઞાત સમાધિ
સત્ત્વગુણના ઉછાળાથી અને રજોગુણ તથા તમોગુણની ગૌણતાથી પ્રાપ્ત થતી સમાધિ. સાનંદ સમાધિવાળા યોગીઓ વિદેહ કહેવાય છે. કારણ કે તેમને દેહમાંથી અહંકારબુદ્ધિ દૂર થયેલી હોય છે.
(૭) સાસ્મિત અસંપ્રજ્ઞાત સમાધિ
=
પ્રતિલોમ પરિણામથી મન પ્રકૃતિમાં લીન થાય તે. અનુલોમ પરિણામ = પ્રકૃતિમાંથી બુદ્ધિ પ્રગટે. તેમાંથી અહંકાર પ્રગટે. તેમાંથી ઈન્દ્રિયાદિ ષોડશક ગણ પ્રગટે. આ ક્રિયાને અનુલોમ પરિણામ કહેવાય.
=
પ્રતિલોમ પરિણામ = અનુલોમ પરિણામથી ઊલટા ક્રમે ઉપાદાન કારણમાં પૂર્વે અભિવ્યકત પદાર્થોનું પદ્માનુપૂર્વીથી લીન થવું. (ગા.૧ થી ૭)
સાસ્મિત સમાધિમાં લીન થયેલા યોગીઓ પ્રકૃતિલીન (પ્રકૃતિલય) કહેવાય છે. પ્રકૃતિમાં લીન હોવાથી તેઓ પરમપુરુષ પરમાત્માને જોતા નથી. સાસ્મિત સમાધિના છેડે પરમપુરુષને જાણી વિવેકખ્યાતિ થતાં ગૃહીતાસમાપત્તિ વિશ્રાન્ત થાય છે. સાનંદ સમાધિના છેડે ગ્રહણ સમાપત્તિ વિશ્રાન્ત થાય છે. નિર્વિચાર સમાધિના છેડે ગ્રાહ્ય સમાપત્તિ વિશ્રાન્ત થાય છે. (ગા.૮, ૯) ત્યાર બાદ ૧૦મી ગાથામાં સમાપત્તિ વિશે યોગસૂત્રકાર પતંજલિનો મત ગ્રંથકારશ્રી બતાવે છે.
=
સવિતર્ક સમાધિના ચાર પ્રકાર છે. શબ્દ, અર્થ, જ્ઞાન અને વિકલ્પ. ‘ગાય’ એવો અવાજ = શબ્દ, ગાય પદાર્થ સામે હાજર થાય અર્થ, ગાયનું જ્ઞાન થાય. તથા શબ્દજ્ઞાનાનુપાતી અર્થશૂન્ય વિકલ્પ ૧૧મી બત્રીસીમાં (ગા.૪) બતાવી ગયા તેનો સવિતર્ક સમાધિના ચોથા ભેદરૂપે સમાવેશ થાય છે. ત્યાર બાદ ગુણોના પરિણામમાં ચાર પર્વો દર્શાવીને સબીજ સંપ્રજ્ઞાત સમાધિયોગ પારદર્શક રીતે સમજાવેલ છે. (ગા.૧૧)
સવિતર્ક, નિર્વિતર્ક, સવિચાર અને નિર્વિચાર - આ ચાર સમાપત્તિમાંથી છેલ્લી નિર્વિચાર સમાપત્તિનો અભ્યાસ પ્રકૃષ્ટ થતાં ચિત્ત ક્લેશ - વાસનાથી શૂન્ય અને સ્થિર એવા પ્રવાહને યોગ્ય બને છે. તેમાંથી ઋતંભરા પ્રજ્ઞા પ્રગટે છે. વિશેષ પદાર્થનું અવગાહન કરનારી તે પ્રજ્ઞા આગમપ્રમાણ અને અનુમાન પ્રમાણથી ચઢિયાતી છે. (ગા.૧૨)
ઋતંભરા પ્રજ્ઞાથી ઉત્પન્ન થતો પરમાર્થ વિષયક તાત્ત્વિક સંસ્કાર, વ્યુત્થાનજનક સંસ્કાર અને સમાધિજન્ય સંસ્કારને રવાના કરે છે. પછી તાત્ત્વિક સંસ્કાર રવાના થતા અસંપ્રજ્ઞાત સમાધિ પ્રગટે છે. (ગા.૧૩)
Jain Education International
વિચારોના ત્યાગથી = વિરામપ્રત્યયથી અને નૈતિ, નૈતિ” એમ નિરંતર ઉત્પન્ન સંસ્કારશેષ સ્વરૂપ અસંપ્રજ્ઞાત સમાધિના નિમિત્તે કૈવલ્ય પ્રગટ થાય છે. (ગા.૧૪) પાતંજલદર્શન સંમત યોગનો જૈન દર્શન માન્ય અધ્યાત્માદિ યોગમાં સમવતાર કરતા ગ્રંથકારશ્રીમદ્ભુ જણાવે છે કે પ્રસ્તુત પ્રાથમિક સંપ્રજ્ઞાત સમાપત્તિનો અધ્યાત્મયોગમાં સમાવેશ થઈ શકે છે. મધ્યમ કક્ષાવાળા સંપ્રજ્ઞાત સમાધિયોગનો ભાવનાયોગમાં અને ઉત્કૃષ્ટ સંપ્રજ્ઞાતસમાધિયોગનો ધ્યાનયોગમાં સમાવેશ થઈ શકે છે. આત્માને ભાવ્ય માનવામાં આવે તો જ તાત્ત્વિક પરમાત્મસમાપત્તિ સંગત થઈ શકે. (ગા.૧૫) ‘સોન્દમ્ એ પ્રમાણે પરમાત્માની સાથે અભેદજ્ઞાન એકાગ્ર બને ત્યારે આત્મા પરમાત્મા સ્વરૂપે જણાય. આમ આત્માને પરિણામી માનવામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org