________________
• ૧૯ થી ૨૨ બત્રીસીનો ટૂંકસાર
द्वात्रिंशिका
અવંચકયોગ ત્રણ પ્રકારે છે. સદ્યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક. મહાપુરુષોનો માત્ર ભેટો કે દર્શન યોગાવંચક યોગ નથી. કારણ કે સંગમ દેવને પણ પ્રભુવીરનો ભેટો થયો હતો પણ તેનાથી સંગમ દેવને કોઈ આધ્યાત્મિક લાભ થયો ન હતો. માટે મહાપુરુષોના ગુણો પ્રત્યે રુચિ પ્રગટવા પૂર્વક તેમનું દર્શન થવું તે યોગાવંચક યોગ છે. મહાપુરુષોના દર્શન કરી તેમના પ્રત્યે વિશિષ્ટ આદરથી તેમને વંદન કરવા વગેરેનો નિયમ લેવો તે ક્રિયાવંચક યોગ ના ઉદાહરણો ગણાય. આવા નિયમો પણ નીચગોત્રાદિ અશુભ કર્મના નાશક છે. તે મહાપુરુષોના ઉપદેશાદિથી સાનુબંધ ચઢિયાતા ફળની પ્રાપ્તિ થવી તે લાપંચક યોગ છે. આ રીતે જ સાધક કર્મોને ક્ષીણ કરી પરમાનંદને પ્રાપ્ત કરે છે. આવું જણાવી ૧૯મી બત્રીસી પૂર્ણ કરેલ છે. મુખ્યત્વે યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથને આધારે ૧૯ થી ૨૪ બત્રીસી ગ્રંથકારશ્રીએ બનાવેલ છે. આ વાત વાચકવર્ગે ધ્યાનમાં રાખવી.
14
વિતર્ક
૨૦. યોગાવતાર બત્રીસી : ટ્રંક્સાર
ગ્રન્થકારશ્રીએ પાતંજલદર્શનમાં બતાવેલ યોગના વિવિધ પ્રકારોનો જૈનદર્શનમાન્ય યોગમાં સમવતાર કરવાનું મહત્ત્વનું કાર્ય ૨૦મી બત્રીસીમાં કરેલ છે.
અન્યદર્શનમાં યોગ બે પ્રકારે માન્ય કરેલ છે - સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત. તેના અવાન્તર પ્રકારોનો નકશો નીચે મુજબ છે.
યોગ (= સમાધિ)
-
સંપ્રજ્ઞાત
વિચાર
સવિતર્ક નિર્વિતર્ક સવિચાર નિર્વિચાર
1
શબ્દ અર્થ જ્ઞાન વિકલ્પ
આનંદ(= સાનંદ) અસ્મિતા(=સાસ્મિત)
Jain Education International
•
=
(૧) સંપ્રજ્ઞાત સમાધિ યોગ = પંચમહાભૂત વગેરે પદાર્થો સારી રીતે સંશયાદિ વિના જેના દ્વારા જણાય તે સંપ્રજ્ઞાત સમાધિ યોગ.
1=
(૨) સવિતર્ક સંપ્રજ્ઞાત સમાધિ યોગ = મહાભૂત અને ઈન્દ્રિયના પૂર્વાપર અનુસંધાનથી અને શબ્દાદિથી થતી ભાવના
(૩) નિર્વિતર્ક સંપ્રજ્ઞાત સમાધિ યોગ
મહાભૂત અને ઈન્દ્રિયના પૂર્વાપર અનુસંધાન વગર થતી
ભાવના.
(૪) સવિચાર સંપ્રજ્ઞાત સમાધિ યોગ શબ્દાદિ પાંચ તન્માત્ર અને અંતઃકરણ ભાવનાના વિષય બને તેવો યોગ. તન્માત્ર = શબ્દાદિ પાંચ વિષયો,
(૫) નિર્વિચાર સંપ્રજ્ઞાત સમાધિયોગ = દેશ-કાળથી નિરપેક્ષપણે તન્માત્ર અને અંતઃકરણની ભાવના થાય તે.
For Private & Personal Use Only
અસંપ્રજ્ઞાત
www.jainelibrary.org