________________
१०३८
वेदाऽप्रामाण्याभ्युपगमद्वैविध्यम् •
द्वात्रिंशिका - १५/१८
नाऽव्याप्तिः । 'अप्रमाकरणत्व-प्रमाकरणत्वाऽभावयोश्च द्वयोरपि प्रामाण्यविरोधित्वेन सङ्ग्रहाद् स्वारसिकवेदाऽप्रामाण्याऽभ्युपगमसंसर्गाभावस्य तदानीमप्यक्षतत्वात् ।
ननु वेदाऽप्रामाण्याभ्युपगमस्य किं स्वरूपम् ? वेदनिष्ठाऽप्रमाकरणत्वप्रकारकं मननं वेदनिष्ठप्रमाकरणत्वाऽभावगोचरं वा ? इति विकल्पयामलमत्रोपतिष्ठते । यदि चाऽऽद्यो विकल्पोऽङ्गीक्रियते तदा वेदप्रामाण्याऽभ्युपगमानन्तरं 'वेदाः प्रमाकरणत्वाऽभाववन्त' इति अभ्युपगन्तरि शिष्टलक्षणाऽतिव्याप्तिर्दुर्वारैव, स्वारसिकवेदप्रामाण्यमननोत्तरकालीनवेदविशेष्यकाऽप्रमाकरणत्वप्रकारकस्वारसिकमननसंसर्गाभावस्य तत्र सत्त्वात् । यदि चाऽन्त्योऽङ्गीक्रियते तदा वेदप्रामाण्याभ्युपगमोत्तरकालं 'वेदा अप्रमाकरणत्वशालिन' इत्यभ्युपगन्तरि सैवाऽतिव्याप्तिः, स्वारसिकवेदप्रामाण्यमननोत्तरकालीन-वेदविशेष्यकप्रमाकरणत्वाभावप्रकारकस्वरसवाहिमननसंसर्गाभावस्याऽक्षतत्वादित्याशङ्कायां पूर्वपक्ष्याह- अप्रमाकरणत्व-प्रमाकरणत्वाभावयोश्च द्वयोरपि उभयोरेव सङ्ग्रहात् = अप्रामाण्यपदेनाऽङ्गीकारात् न = नैव शिष्टलक्षणकुक्षौ
કે ત્યારે તેણે વેદમાં અપ્રામાણ્યનો જે સ્વીકાર કરેલ છે તે સ્વૈચ્છિક નહિ પણ કૃત્રિમ છે. સ્વેચ્છાથી વેદમાં અપ્રામાણ્યનો તેણે સ્વીકાર ન કર્યો હોવાથી તેમાં શિષ્ટલક્ષણ રહેશે જ. અવ્યાપ્તિ નહિ આવે.
=
•
(અહીં એવી શંકા થઈ શકે છે કે “વેદમાં અપ્રામાણ્યનો સ્વીકાર એટલે શું ? (૧) વેદમાં અપ્રમાકરણત્વ છે- આવો સ્વીકાર કે (૨) વેદમાં પ્રમાકરણત્વ નથી- આવો સ્વીકાર ? પ્રથમ વિકલ્પનો અર્થ એ છે કે વેદમાં ખોટો બોધ ભ્રમ વગેરે પેદા કરવાની તાકાત રહેલી છે. તથા બીજા વિકલ્પનો અર્થ એ છે કે વેદમાં સાચું જ્ઞાન પેદા કરવાની યોગ્યતા નથી રહેલી. પ્રસ્તુતમાં બે પ્રકારના અપ્રામાણ્યગ્રહમાંથી કેવા પ્રકારનો વિકલ્પ સ્વીકારવો ? તે પ્રશ્ન છે. જો પ્રથમ વિકલ્પ સ્વીકારવામાં આવે તો વેદપ્રામાણ્યવાદી કોઈ વિદ્વાન પાછળથી સત્ય હકીકત ખ્યાલ આવી જતાં ‘વેદમાં સાચું જ્ઞાન પ્રગટાવવાની યોગ્યતા નથી’આવી માન્યતા ધરાવે તો તે માણસમાં શિષ્ટ પુરુષનું લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ આવશે. આનું કારણ એ છે કે પહેલાં વેદને પ્રમાણભૂત માની લીધી પછી ‘વેદમાં સાચું જ્ઞાન પ્રગટાવવાની તાકાત નથી’ આવું માનવા છતાં પણ ‘વેદમાં ખોટું જ્ઞાન પ્રગટાવવાની યોગ્યતા રહેલી છે' આવો સ્વીકાર તે વિદ્વાને હજુ સુધી કરેલ નથી. માટે પ્રથમ વિકલ્પનો સ્વીકાર કરવામાં તેને ત્યારે પણ શિષ્ટ પુરુષ માનવાની સમસ્યા ઊભી જ રહેશે. જો આ સમસ્યાના નિરાકરણ માટે બીજા વિકલ્પનો સ્વીકાર કરવામાં આવે તો જે વેદપ્રામાણ્યવાદી વિદ્વાનને પાછળથી એવી સત્બુદ્ધિ આપમેળે સૂઝી ગઈ કે ‘વાસ્તવમાં વેદ ખોટી ભ્રમણાઓ પેદા કરી શકે છે' તો તેવા વિદ્વાનમાં પણ શિષ્ટનું લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ આવશે જ. આનું કારણ એ છે કે એક વાર સ્વેચ્છાથી વેદને પ્રમાણભૂત માની લીધા પછી ‘વેદ ખોટી ભ્રમણાઓ પેદા કરે છે' આવો સ્વયમેવ સ્વીકાર કરવા છતાં પણ ‘વેદમાં સાચું જ્ઞાન પ્રગટાવવાની તાકાત નથી' આવો હાર્દિક અભ્યુપગમ સ્વીકાર તેણે હજુ સુધી કરેલ નથી. માટે બીજો વિકલ્પ સ્વીકારવામાં આવે તો ત્યારે પણ તેને શિષ્ટ પુરુષ માનવાની સમસ્યા ઊભી જ રહેશે. આમ વેદપ્રામાણ્યમતૃત્વ પછી સ્વૈચ્છિક વેદઅપ્રામાણ્યમન્ત્ત્વ ન માને ત્યાં સુધી શિષ્ટત્વનો સ્વીકાર કરવામાં એક સાંધો તો તેર તૂટે તેવી હાલત પૂર્વપક્ષીની સર્જાય એમ છે.” પરંતુ શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે-)
અપ્રમાકરણત્વ અને પ્રમાકરણત્વાભાવ- આ બન્નેય પ્રામાણ્યના વિરોધી છે. તેથી પ્રામાણ્યવિરોધી
=
૨. મુદ્રિતપ્રતો ‘પ્રમારળત્વામાવયો:' કૃતિ ત્રુટિતોષ્ણુન્ન પાઠ: ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org