________________
• વયિત્વચ પડ્યું તક્ષનિ •
१०२३ परार्थरसिको धीमान मार्गगामी महाऽऽशयः । गुणरागी तथेत्यादि सर्वं तुल्यं द्वयोरपि ।।१२।।
परार्थेति । परार्थरसिकः = परोपकारबद्धचित्तः, धीमान् = बुद्ध्यनुगतः, मार्गगामी = एतद्योगान्महात्माऽयं परार्थोद्यतमानसः । पशुभावमतिक्रान्तो मिथ्यात्वविगमादिति ।। असत्प्रवृत्तिहेतोश्च यः क्षयोपशमात् तथा । कर्मणा विरतः पापचेतसा विरतस्त्वसौ ।। चेतसा विरतस्यैवं न प्रवृत्तिः कदाचन । बाह्याऽपि जायते तत्र तत्पूर्वेयं यतो मता ।।
૯ (દ્રસિ. ૭-૧૩) રૂત્યે વત્ સપસ્વિરૂપે ચાહે તવંધ્યત્રાડનુસજ્યેયમ્ T9/૧૧TI
अत्र युक्तिमेव योगबिन्दुसंवादेनोपदर्शयति- 'परार्थे 'ति । योगबिन्दुवृत्त्यनुसारेणैव व्याख्यानयति परार्थरसिकः = परोपकारबद्धचित्तः अपकारिण्यपीति गम्यम् । बुद्ध्यनुगतः = मोक्षमार्गानुसारिविमलमतिसङ्गतः। स्फीतचित्तः गाम्भीर्यादिगुणगणोपेतत्वेन । गुणानुरागवान् = दोषशताऽऽविलेऽपि स्वापकारिण्यपि
વિશેષાર્થ :- તમે એક કલ્પના કરો કે જંગલમાં મુસાફરી કરતા એકાકી અને અજાણ્યા મુસાફરની પાછળ સાંજના સમયે વાઘ પાછળ પડે છે અને વાઘથી બચવા, ઝડપથી ભાગવા પગમાંથી પગરખાં કાઢીને મૂઠી બંધ કરીને તે ભાગે છે. નાશ-ભાગ કરતાં-કરતાં આગળના રસ્તા ઉપર સળગતા અંગારાથી ભરેલી ૫૦x૬૦ ફૂટ લાંબી-પહોળી ચારેબાજુ ફેલાયેલી એક ઊંડી ખાઈ આવે છે. તે ખાઈમાં થોડાથોડા અંતરે લોખંડના ગોળાઓ મૂકેલા છે. તે લોખંડના ગોળા પણ તપીને લાલચોળ થઈ ગયેલા છે. પાછળ વાઘ છે. આગળ આગ છે. પગ ખુલ્લા છે. આ પરિસ્થિતિમાં તે મુસાફર શું કરે ? લાલચોળ તપેલા લોખંડના ગોળાઓ ઉપર અનિચ્છાએ પણ ઝડપથી લાંબા ડગલા માંડતો, કુદકા મારતો તે મુસાફર સળગતી ખાઈને ઓળંગે છે. આ પરિસ્થિતિમાં લાલચોળ તપેલા લોખંડના ગોળા ઉપર તે ખુલ્લા પગ કેટલો સમય મૂકી રાખે? કેટલા પગલાં તેના ઉપર મૂકે? કેવી કમકમાટી સાથે તે પગ મૂકે? આની કલ્પના કરતાં પણ ધ્રૂજારી છૂટે તેવું છે. આવા પ્રકારની પ્રૂજારી અને કંપારી પાપ કરતી વખતે સમકિતી જીવ અનુભવે છે. પાપની પ્રવૃત્તિ બિનજરૂરી ન કરે, જીવનજરૂરી પાપપ્રવૃત્તિ પણ ઘટાડતો જાય, અવશ્ય કરવી પડે તેવી પાપપ્રવૃત્તિમાં પણ તેનું મન અત્યંત વ્યથિત હોય, બેચેન હોય, ધ્રૂજતું હોય. કારણ કે પાપપ્રવૃત્તિના ફળ તેની નજર સામે તરવરતા હોય છે. આ મુજબ જૈનદર્શનકારોનું મંતવ્ય છે.
આનાથી સિદ્ધ થાય છે કે નિર્મળ સમકિતી જીવ જીવનનિર્વાહ આદિ માટે કરવા પડતા પાપને માત્ર કાયાથી કરે છે, રુચિપૂર્ણ મનથી નહિ. તે પાપમાં માત્ર કાયાથી પડેલો છે, ચિત્તથી નહિ. તેથી સમકિતી કાયપાતી જ હોઈ શકે, ચિત્તપાતી નહિ. આ વાત જૈનશાસ્ત્ર મુજબ ફલિત થાય છે. બૌદ્ધદર્શનકારો કહે છે કે “બોધિસત્ત્વ માત્ર કાયપાતી જ હોય, ચિત્તપાતી નહિ.” તેથી ઉપરોક્ત રીતે વિચારવિમર્શ કરતાં સિદ્ધ થાય છે કે બોધિસત્ત્વનું લક્ષણ સમક્તિી જીવમાં સંગત થાય છે. (૧૫/૧૧)
સમકિતી અને બોધિસત્ત્વની સરખામણીને આગળની ગાથામાં ગ્રંથકારશ્રી જણાવે છે.
ગાથાર્થ :- બન્ને પરાર્થરસિક, બુદ્ધિશાળી, માર્ગગામી, મહાશયસંપન્ન તથા ગુણરાગી હોય છે. આ રીતે બન્નેમાં બધું તુલ્ય હોય છે. (૧૫/૧૨)
ટીકાર્થ - પરોપકાર કરવામાં દત્તચિત્ત, પ્રજ્ઞાસંપન્ન, કલ્યાણકારી માર્ગ ઉપર ચાલનાર, ઉજળા ચિત્તથી સમૃદ્ધ, ગુણાનુરાગી ઈત્યાદિરૂપે બોધિસત્ત્વના ગુણો અન્ય શાસ્ત્રમાં જણાવેલ છે. ૨. મુદ્રિતકત વઢ' તિ નતિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org