________________
द्वात्रिंशिका • ૧૪ થી ૧૮ બત્રીસીનો ટૂંકસાર •
11 રાગદ્વેષનો અત્યંત તીવ્ર પરિણામ (= ગ્રંથિ) ભેદનાર સમ્યગ્દષ્ટિ કહેવાય. તે શુશ્રષા, ધર્મરાગ અને ગુરુ-દેવાદિની પૂજા-આ ત્રણ ચિહ્ન દ્વારા ઓળખાય છે. (ગા.૧) ગીત-સંગીતપ્રિય યુવાનને પોતાનું અતિપ્રિય ગીત સાંભળવાની જે તાલાવેલી હોય તેના કરતા સમકિતીની શુશ્રુષા = જિનવચનશ્રવણની ઈચ્છા તીવ્ર હોય છે. દુર્લભ એવા જિનવચનને સાંભળવા તે ઝંખે છે અને રાખના પડીકા જેવા સંસારમાં તે ખેંચાતો નથી. ભોગીને સ્ત્રીનો જે રાગ હોય તેના કરતાં સમકિતીને ભાવથી ચારિત્રને વિશે વધુ રાગ હોય છે. કદાચ તેની પ્રવૃત્તિ ચારિત્રથી વિપરીત પણ હોય. જેમ કે ઘેબર અત્યંત પ્રિય હોય એવો બ્રાહ્મણ જંગલની મુસાફરીમાં પોતાની પાસેનું પાથેય ખૂટી જતાં બીજાએ આપેલ કોહવાયેલ કે વાસી ભોજન પણ વાપરે પણ તે બ્રાહ્મણનું મન ઘેબર તરફ ખેંચાયેલું હોય છે તેમ સમકિતીનું મન ચારિત્ર તરફ જ ખેંચાયેલું હોય છે. વળી સમકિતી યથાશક્તિ દેવ અને ગુરુની પૂજા કરે છે. તેમાં તે પોતાનાં ભોગસુખની ખણજ પોષતો નથી. આ ત્રણ ચિહ્નો દ્વારા સમતિનું અનુમાન કરી શકાય. (ગા.૨-૬)
અનાદિકાળથી જીવ જે કર્મનિર્જરા કરી રહ્યો છે તે યથાપ્રવૃત્તકરણ કહેવાય. તેમ કરતા કરતા જીવ ગ્રંથિદેશમાં પહોંચે છે. તે ગ્રંથિને ભેદવાનું કામ જેનાથી કરે તે અપૂર્વકરણ કહેવાય. ત્યાર બાદ જીવને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. તેને અનિવર્તિકરણ = અનિવૃત્તિકરણ કહેવાય. આમ ત્રીજા કરણમાં આવેલા જીવમાં સમ્યક્ત્વ તથા શુશ્રુષા વગેરે ત્રણ ચિહ્નો પ્રગટ થાય છે. આ જીવ કદાચ સમકિતથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વે જાય તો પણ તેને કર્મબંધ અલ્પ જ થાય. કારણ કે તેના પરિણામ અનાદિ મિથ્યાષ્ટિ જીવ કરતાં સારા જ હોય છે. આમ કહીને ગ્રંથકારશ્રીએ બૌદ્ધ દર્શનમાં માન્ય બોધિસત્ત્વની વાત જૈનદર્શનમાન્ય ચતુર્થગુણસ્થાનકવાળા જીવમાં સંગત થઈ જાય છે- એવું સિદ્ધ કરેલ છે.(ગા.૭ થી ૧૦)
ગ્રંથકારશ્રીએ સમકિતી જીવની સાંસારિક પ્રવૃત્તિ તપેલા લોખંડના ગોળા પર પગ મૂક્વા જેવી જણાવેલ છે. જંગલમાં પાછળ પડેલા વાઘથી જાન બચાવવા ભાગતો યુવાન વચ્ચે અંગારા ભરેલી લાંબી ખાઈ આવે અને તેમાં લોખંડના લાલચોળ તપેલા ગોળા પરથી પગ મૂકી પસાર થાય ત્યારે તે પગ મૂકે તો પણ અડધો મૂકે, ઓછામાં ઓછા ગોળા પર પગ મૂકે, કંપતા હૈયે મૂકે અને ઝડપથી પાછો ઉંચકી લે. સમકિતીની પાપની પ્રવૃત્તિ, તેવી જાણવી. આમ બૌદ્ધદર્શનકારોની બોધિસત્ત્વ માત્ર કાયપાતી જ હોય, ચિત્તપાતી નહિ આ વાત સમકિતીમાં સિદ્ધ થાય છે. વળી, બોધિસત્ત્વની ઉચ્ચ ભૂમિકામાં બૌદ્ધો જે લક્ષણો જણાવે છે જેવા કે પરાર્થરસિકતા, બુદ્ધિશાળીપણું, માર્ગગામીતા, મહાશયસંપન્નતા, ગુણાનુરાગ વગેરે પણ સમકિતીમાં જણાય જ છે. (ગા.૧૧-૧૨).
બોધિસત્ત્વ' શબ્દના બે રીતે અર્થ થાય. (૧) બોધિ = સમ્યગ્દર્શનપ્રધાન એવો સત્ત્વ = જીવ. અથવા (૨) ભવિષ્યમાં તીર્થંકર થનારા એવા સર્બોધિસંપન્ન જીવ એટલે બોધિસત્ત્વ. આવા બોધિસત્ત્વ જીવોમાંથી પરોપકાર દ્વારા તમામ ભવ્ય જીવોને મોક્ષમાર્ગે આગળ વધારવાની ભાવના કરનારા કેટલાક જીવો તીર્થંકર બને છે. તથા સ્વજન વગેરેને તારવાની ભાવના કરનારા કેટલાક જીવો ગણધર ભગવંત બને છે. અને જે વૈરાગી સાધક માત્ર આત્મકલ્યાણને સાધવા પ્રયત્નશીલ બને તે સામાન્યકેવલી થાય છે. પ્રાસંગિકરૂપે ભવ્યત્વ અને તથાભવ્યત્વની વિચારણા કરીને તીર્થકર થવામાં વિશિષ્ટ તથાભવ્યત્વને નિયામક બતાવેલ છે. લલિતવિસ્તરા ગ્રંથના આધારે પ્રસ્તુત પ્રઘટ્ટક ગ્રંથકારશ્રીએ વધુ સ્પષ્ટ અને પારદર્શક બનાવેલ છે. (ગા.૧૩ થી ૧૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org