________________
10
૧૪ થી ૧૮ બત્રીસીનો ટૂંકસાર
द्वात्रिंशिका
દેખાવ છે. તે પ્રવૃત્તિ સમકિતીને કર્મબંધકારી નથી. તથા સમકિતીની શુશ્રુષા વગેરે ક્રિયા પણ શુદ્ધ શ્રદ્ધાને અનુસરનારી હોય છે. યોગબિંદુમાં કહેલ છે કે - સ્ફુરાયમાન રત્નતુલ્ય અંતઃકરણ હોતે છતે વીર્યોલ્લાસની પ્રબળતાથી અને અંતઃકરણની દૃઢતાથી સમકિતીનું અનુષ્ઠાન કાયમ શુદ્ધ જ હોય છે. (ગા.૧૪ થી ૧૮)
આત્મા, ગુરુ અને નિમિત્ત-આ ત્રણ પ્રત્યયથી સમકિતી સદાશુદ્ધ પ્રવૃત્તિ કરે છે. તે પ્રવૃત્તિ શાસ્ત્રમાન્ય અને આત્મશુદ્ધિપ્રેરક હોવાથી યોગસ્વરૂપ બને છે. સમાધિ અને યોગ માટે ચિત્તની ચંચળતા અવરોધક છે. માટે અદૃશ્ય એવા આત્મા, કર્મ, મોક્ષ વગેરે પદાર્થો માટે આસન્ન મોક્ષગામી જીવ શાસ્રને જ પ્રમાણભૂત માને છે, જેથી ચિત્ત સ્વસ્થ રહે. (ગા.૧૯-૨૦)
આગળ જતાં ગ્રન્થકાર શ્રીમદ્ભુએ અનુષ્ઠાનના ત્રણ પ્રકાર દર્શાવેલ છે. - વિષય, આત્મા અને અનુબંધથી શુદ્ધ અનુષ્ઠાન. ત્રણે અનુષ્ઠાન ક્રમે કરીને ઉત્તરોત્તર ચઢિયાતા છે. કાશીએ માથા ઉપર કરવત મૂકાવવાથી મોક્ષ થાય- એમ સમજીને જૈનેતર લોકો એવી જે પ્રવૃત્તિ કરે છે તે વિષયથી શુદ્ધ અનુષ્ઠાન છે. આ સ્વરૂપથી પાપબહુલ હોવા છતાં મોક્ષનો ભાવ ભળેલ હોવાથી તેટલા અંશે સુંદર કહી શકાય. પૂરણ તાપસ વગેરેની જેમ જે વ્યવહારથી યમ-નિયમ પાળતા હોય તેની આરાધના સ્વરૂપશુદ્ધ કહેવાય. શાંતવૃત્તિથી આત્મતત્ત્વજ્ઞાન સહિત યમ-નિયમાદિનું પાલન તે અનુબંધશુદ્ધ અનુષ્ઠાન કહેવાય. કેટલાકના મતે વિષયશુદ્ધ અનુષ્ઠાન પણ ભવાંતરમાં મોક્ષને યોગ્ય સામગ્રી આપે છે.
દેડકાના ચૂર્ણમાં વરસાદ પડતા નવા દેડકાઓ જન્મે એ રીતે દોષો જેના ઉત્તરકાળમાં આવવાના હોય તેવું સ્વરૂપ શુદ્ધ અનુષ્ઠાન જાણવું. માટે ગુંડાઓ સાથે ભળી ગયેલ ખરાબ રાજાના કિલ્લાની જેમ તે વિવેકશૂન્ય મનાયેલ છે. જ્યારે અનુબંધશુદ્ધ અનુષ્ઠાનમાં લાભ-નુકસાનની વિચારણા હોવાથી તે સાનુબંધ લાભ કરાવે છે. તે ઘરના મજબૂત પાયા તુલ્ય છે. (ગા.૨૧ થી ૨૬) સમકિતી ત્રણ પ્રત્યયથી શુદ્ધ પ્રવૃત્તિ કરે. આત્મપ્રત્યય = પોતાને પસંદ હોય. ગુરુપ્રત્યય ગુરુની રજા હોય અને નિમિત્તપ્રત્યય તેવી પ્રવૃત્તિ શરૂ કરતાં વાજીંત્રોનો અવાજ વગેરે પ્રશસ્ત શુકન થાય. આ ત્રણ પ્રત્યય પૂર્વકની કાર્યસિદ્ધિ પ્રાયઃ તાત્ત્વિક હોય. એક કાર્યસિદ્ધિ બીજી કાર્યસિદ્ધિને અપાવે તો તે તાત્ત્વિક સિદ્ધિ કહેવાય. તેવી સિદ્ધિ માટે સદ્યોગારંભક જીવ આ ત્રણ પ્રત્યયની અપેક્ષા રાખે છે. જેમ શ્રેષ્ઠ મોરના ઈંડામાં વિશિષ્ટ શક્તિ હોય છે તેમ સદ્યોગારંભકમાં વિશિષ્ટ શક્તિ હોય છે. માટે આવું સર્વોત્તમ અનુષ્ઠાન સમકિતી જીવમાં જ માન્ય છે. (ગા.૨૭ થી ૩૧) આ રીતે વિવિધ દર્શનશાસ્ત્રમાં જણાવેલ તમામ આરાધના અલગ અલગ અવસ્થાને આશ્રયીને અપુનર્બંધક જીવમાં સારી રીતે સંગત થઈ શકે છે. (ગા.૩૨)
-
Jain Education International
૧૫. સમ્યગ્દષ્ટિ દ્વાત્રિંશિકા : ટૂંક્સાર
૧૪મી બત્રીસીમાં જણાવેલ અપુનર્બંધક દશા પ્રાપ્ત થાય બાદ ગ્રન્થિભેદ કરીને જીવ સમ્યગદૃષ્ટિ બને છે. માટે ૧૫મી બત્રીસીમાં સમ્યગ્દષ્ટિ જીવનું વિસ્તારથી નિરૂપણ કરેલ છે. સમ્યગ્દર્શનના લિંગ, સમકિતી પ્રાપ્તિની પ્રક્રિયા, સમ્યગ્દર્શનનો મહિમા-ફળ તથા સમકિતીની સાંસારિક બતાવ્યા પ્રવૃત્તિ બાદ સમકિતી અને બોધિસત્ત્વની સરખામણી કરેલ છે. ત્યાર પછી અત્યંત વિસ્તારથી ગંભીરપણે શિષ્ટ લક્ષણની નવ્યન્યાયની પરિભાષાથી અહીં વિસ્તૃત મીમાંસા કરવામાં આવેલ છે.
=
For Private & Personal Use Only
www.jainelibrary.org