________________
• ૧૪ થી ૧૮ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका જેના દોષો ક્ષીણ થયા હોય તે પુરુષ શિષ્ટ કહેવાય. માટે સંપૂર્ણ શિષ્યત્વ સિદ્ધ જીવમાં અથવા કેવળજ્ઞાનીમાં આવે. તથા સમકિતીમાં આંશિક શિષ્ટત્વ આવી શકે. (ગા.૧૬) બ્રાહ્મણોના મતે “વેદો પ્રમાણ છે એમ માને તે શિષ્ટ પુરુષ છે. પણ ગ્રન્થકારશ્રી કહે છે કે આ માન્યતા બરાબર નથી. કારણ કે બળજબરીથી આવું બૌદ્ધ પાસે મનાવીએ તો બૌદ્ધ પણ તેમની દષ્ટિએ શિષ્ટ ગણાવા જોઈએ. તથા સૂતેલો બ્રાહ્મણ વેદને વિશે તટસ્થ (=પ્રમાણ્યજ્ઞાનશૂન્ય) હોવાથી તેને શિષ્ટમાં ગણી શકાશે નહીં. વળી વેદના પુસ્તક પર બૌદ્ધશાસ્ત્રનું નામ જોવાથી ભૂલમાં આ શાસ્ત્ર અપ્રમાણ છે' એમ બોલનાર બ્રાહ્મણ પણ શિષ્ટપુરુષ નહિ ગણાય. તથા બ્રાહ્મણમાંથી તે જીવ ભવાંતરમાં કાગડો બને તો ત્યારે પણ તે જીવમાં શિષ્ટત્વ' (બ્રાહ્મણભવમાં હતું તેથી) સ્વીકારવું પડશે. આના કારણે માત્ર બ્રાહ્મણોને શિષ્ટ ગણવાની વાત અસંગત થશે. તથા “વેદ પ્રમાણભૂત છે' એવા ઉત્કૃષ્ટ જ્ઞાનનું અવચ્છેદક = કારણરૂપ શરીર કાગડા પાસે ન હોવાથી કાગડાને જો “શિષ્ટ' ન માનીએ તો અશરીરી એવા ઈશ્વર પાસે તો ઉપરોક્ત જ્ઞાનનું કારણ એવું શરીર ન હોવાથી તેને પણ શિષ્ટ માની નહિ શકાય. (ગા. ૧૭ થી ૨૧).
ત્યાર બાદ નવ્ય ન્યાયની પરિભાષા અને તેના ઉપયોગને ચરમસીમાએ પહોંચાડીને મહોપાધ્યાયજી મહારાજે પદ્મનાભના મતનું પ્રદર્શન-પરિષ્કાર તથા નિરાકરણ કરીને પોતાની તાર્કિક શક્તિનો પરચો દેખાડેલ છે. (૧) ઉત્કર્ષ અને અપકર્ષ જાતિસ્વરૂપ નથી પરંતુ પરિવર્તનશીલ છે. (૨) તત્ તત્ સંબંધાભાવકૂટપ્રવેશ દુર્ણાહ્ય છે. (૩) વેદઅપ્રામાણ્યગ્રહણ્વસઅનાધારતાઘટિત શિષ્ટલક્ષણમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દુર્વાર બને છે. (૪) વેદમાં સાપેક્ષભાવે પ્રામાણ્ય તો સ્યાદ્વાદીને પણ માન્ય છે. (૫) સમકિતીએ ગ્રહણ કરેલ મિથ્યાશ્રુત પણ સમ્યગું બને છે. (૬) પ્રમાણત્વના સ્વરૂપ પણ અનેકવિધ છે. (૭) યુક્તિઉપજીવ્યત્વ તો વૈદિક અને જૈનમતમાં તુલ્ય છે. (૮) તીર્થકર ભગવંતના સર્વવચનો યુક્તિગ્રાહ્ય છે જ. (૯) અન્યદર્શનના સંગત અર્થનો સ્વીકાર નિગ્રહસ્થાન નથી. (૧૦) પ્રામાણ્યપ્રયોજક વેદત્વ નથી પણ સત્યત્વ છે. (૧૧) શિષ્ટત્વ પણ તરતમ ભાવવાળું છે. આ મુખ્ય ૧૧ અગ્નિશસ્ત્ર દ્વારા પદ્મનાભમતનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કરેલ છે. (ગા.૨૨ થી ૩૧).
છેલ્લી ગાથામાં વેદવિહિતાર્થનું અનુષ્ઠાતૃત્વરૂપ શિષ્ટત્વ તથા અદષ્ટસાધનતા વિષયક મિથ્યાજ્ઞાનાભાવ સ્વરૂપ શિષ્ટત્વની પણ મહોપાધ્યાયજીએ સમાલોચના કરીને જૈનદર્શન માન્ય દોષયસ્વરૂપ શિષ્ટલક્ષણની અચલ પ્રતિષ્ઠા કરી છે. આ બત્રીસીના ઉત્તરાર્ધમાં નવ્ય ન્યાયની પરિભાષાની ગૂઢતા-કર્કશતા-સૂક્ષ્મતા આંખે ઉડીને વળગે તેવી છે. એકંદરે વાચકવર્ગને આ બત્રીસીના ઉત્તરાર્ધમાં શાંતચિત્તે બૌદ્ધિક કસરત કરવાની આવશ્યકતા રહે તેમ છે.
૧૬. ઈશાનુગ્રહવિચારદ્વાત્રિશિકા : ટૂંક્યાર ભગવાનના અનુગ્રહ-કરુણા-કૃપા-દયાને દરેક આસ્તિક દર્શનકારો કોઈને કોઈ સ્વરૂપે સ્વીકારે છે. પરંતુ ભગવાનનો અનુગ્રહ એટલે શું? તેનું તાત્ત્વિક સ્વરૂપ શું છે? આ અંગે વિવિધ દર્શનશાસ્ત્રોમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. ગ્રંથકારશ્રીએ ભગવઅનુગ્રહ અંગે ખાસ કરીને પાતંજલ મતનું નિરૂપણ અને સમીક્ષણ કરી જૈનદર્શનમાં ભગવદ્અનુગ્રહ કેવા સ્વરૂપે માન્ય છે ? તેનું સચોટ નિરૂપણ ૧૬મી બત્રીસીમાં કરેલ છે.
પાતંજલ વિદ્વાનો યોગની સિદ્ધિનું કારણ મહેશ્વરનો અનુગ્રહ માને છે. તેમના મતે મહેશ્વર ત્રણે કાળના ક્લેશ, કર્મ, કર્મના ફળ અને સંસ્કારથી અસંબદ્ધ છે. (ગા.૧) પાતંજલોના મતે ઈશ્વરમાં અપ્રતિહત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org