________________
६६४
• आशयभेदे कथास्वरूपभेदः
द्वात्रिंशिका - ९/२१
प्रज्ञापकं समाश्रित्य कथा एता अपि क्रमात् । अकथा विकथा वा स्युः कथा वा भावभेदतः ।। २१ । । प्रज्ञापकमिति । प्रज्ञापकं वक्तृपुरुषविशेषं समाश्रित्य एता उक्तलक्षणाः कथा अपि ( क्रमात् ) 'अकथा विकथाः कथा वा स्युः, भावभेदतः आशयवैचित्र्यात् सम्यक्श्रुतादिवत् । तत एव पुरुषार्थप्रतिपत्त्यभाव-तद्विरोध-तत्प्रतिपत्तिफलभेदात् ।
*
=
=
इत्येवं सप्तविधाऽपि या विकथा प्रदर्शिता सेहैवान्तर्भावनीयेत्यवधेयम् । एतादृशविकथाकरणे पूर्वगृहीतश्रुतनाशादयो दोषाः निशीथभाष्ये पुव्वगहितं च नासति, अपुव्वगहणं कओ सि विकहाहिं ← (નિ.મા.૬૦૭૧) ત્યેવમુપશિતાઃ ।।૧/૨૦૧૫
उक्त कथा विकथा च । इदानीं प्रज्ञापकमाश्रित्य तद्विशेपं फलापेक्षया द्योतयति- 'प्रज्ञापकमिति । आशयवैचित्र्यात् = वक्तृतात्पर्यविशेपात् सम्यक्श्रुतादिवत् । यथा सम्यक्श्रुतं मिथ्यादृष्टिमाश्रित्य मिथ्याश्रुतं भवति, सम्यग्दृष्टिमासाद्य सम्यक्श्रुतं भवति, अनवहितपुरुषमवलम्ब्य चाऽश्रुतं भवति तत्स्वाम्याशयवैचित्र्यात् तथेदमप्यवगन्तव्यम् । तत एव = प्रज्ञापकाशयवैचित्र्यादेव पुरुषार्थप्रतिपत्त्यभाव-तद्विरोधतत्प्रतिपत्तिफलभेदात् धर्मादिपुरुषार्थाभ्युपगमविरह-तद्विवाद- तदभ्युपगमलक्षण-श्रोतृगतफलवैचित्र्योप
•
વિશેષાર્થ :- કથાને જણાવ્યા પછી કથાની પ્રતિપક્ષભૂત વિકથાને જણાવેલ છે. વિકથા પારકી પંચાત સ્વરૂપ હોવાથી તેમાં કથાનું લક્ષણ જ જતું નથી. તેથી તેવી વિકથા અવશ્ય છોડવી જોઈએ.(૯/૨૦) પ્રજ્ઞાપકની અપેક્ષાએ કથા અને વિકથાને જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે
ગાથાર્થ :- પ્રજ્ઞાપકને આશ્રયીને આ કથાઓ પણ ક્રમસર અકથા, વિકથા કે કથા બને. કારણ કે પ્રજ્ઞાપકના ભાવમાં તફાવત પડી જાય છે. (૯/૨૧)
છુ. હસ્તાવશે ‘અથા' રૂત્યશુદ્ધ: વા:।
Jain Education International
* ક્થા પણ વિક્થા બને
ટીકાર્થ :- બોલનાર પુરુષ પ્રજ્ઞાપક કહેવાય. તેને આશ્રયીને ઉપર જેના લક્ષણ બતાવી ગયા તેવી અર્થ-કામ-ધર્મ-મિશ્રકથા પણ અકથા, વિકથા કે કથા બની શકે છે. કારણ કે વક્તાના આશયમાં વિવિધતા હોય છે. જેમ અભવ્ય જિનાગમ ભણે તો પણ તેને તે મિથ્યાશ્રુતરૂપે પરિણમે છે તથા સમક્તિી ભણે તો તેને તે સમ્યક્ શ્રુતરૂપે પરિણમે છે. તેમ જ ઉપયોગ વિના ભણે તો તેને તે અશ્રુતરૂપે બને છે. તેમ પ્રસ્તુતમાં ધર્મદેશક ગુરુનો આશય ભગવાનને અભિમત એવા પરિણામવાળો ન હોય તો તે કથા પણ અકથા બને છે. ભગવંતમાન્ય પરિણામથી વિરોધી ભાવ હોય તો તે કથા પણ વિકથા બને છે. તથા જિનોક્ત આશય કથા કહેવાની પાછળ રહેલો હોય તો તે કથા જ બને છે. પ્રજ્ઞાપક ગુરુના મનના પરિણામ વિવિધ પ્રકારના હોવાથી એક જ શ્રોતા પ્રથમ પ્રજ્ઞાપક ગુરુ પાસે કથા સાંભળે તો પણ તેને સમ્યક્ પુરુષાર્થને સ્વીકારવાનો પરિણામ જાગતો નથી. તે જ શ્રોતા બીજા નંબરના ધર્મદેશક પાસે એ જ કથા સાંભળે તો ધર્મપુરુષાર્થ વગેરેનો વિરોધ કરવાનો પરિણામ જાગે છે. તથા તે જ શ્રોતા ત્રીજા નંબરના પ્રજ્ઞાપક ગુરુ પાસે તે જ વાત સાંભળે તો શક્તિ છૂપાવ્યા વિના ધર્મપુરુષાર્થ, નીતિયુક્ત ધંધો કરવા સ્વરૂપ અર્થપુરુષાર્થ અને સ્વદારાસંતોષ વગેરે સ્વરૂપ કામપુરુષાર્થને સ્વીકારવાનો પરિણામ જાગે છે. એકની એક વાત એક જ શ્રોતા અલગ-અલગ ઉપદેશક પાસે સાંભળે તો તેનું ફળ જુદું-જુદું આવે છે તેમાં ઉપદેશકનો આંતરિક આશય બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org