________________
32
• ૯ થી ૧૩ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका છે. માત્ર બાહ્ય ક્રિયાથી નહિ. દ્રવ્યચારિત્રધારી અભવ્ય-દૂરભવ્ય-નિનવ-સમકિતભ્રષ્ટ જીવોને મોક્ષ કે મોક્ષના સાધનરૂપ ચારિત્ર ઉપર દ્વેષ જ હોય - એવું નથી. ઊલટું તેઓ ચારિત્રને રૈવેયકની પ્રાપ્તિનું સાધન માનીને ઈષ્ટ સાધનરૂપે ઉપાદેય (= આદરણીય) દૃષ્ટિથી જુવે છે. વળી, મોક્ષને તો અભવ્ય માનતો જ નથી તો તેની ઉપર દ્વેષ પણ શા માટે કરે ? આમ નિરતિચાર ચારિત્રને પાળનારા સ્વર્ગાર્થી અભવ્યમુનિને ત્યારે મોક્ષ પર પણ દ્વેષ નથી હોતો. (ગા.૨ થી ૪)
જેને મોક્ષ, મોક્ષનો ઉપાય = ચારિત્ર અને મોક્ષમાર્ગના યાત્રી = સાધુ ઉપર દ્વેષ ન હોય તેને જ ગુરુપૂજન, દેવપૂજન વગેરે પૂર્વસેવાનો અધિકાર મળે. (ગા.૫) જે મોટા દોષ આચરે તેની નાની પણ સર્જાિયા ગુણકારી બનતી નથી. ભૌતઋષિ પાસે રહેલ મોરપીછ મેળવવા ભીલ તેની હત્યા કરે અને પોતાનો પગ તેને અડવાથી તેની આશાતના ન થાય તેની કાળજી રાખે એવા પરિણામવાળા ભીલની કક્ષામાં તેવા જીવો આવે છે. (ગા.૬,૭) ગાઢ ભોગતૃષ્ણા જીવતી હોય એવું ગુરુપૂજન લાભદાયી નથી. તેના કરતાં ગુરુપૂજન વિનાનો પણ મુક્તિઅદ્વેષ વધારે લાભ કરાવે છે. કારણ કે ભોગતૃષ્ણા રવાના થાય પછી જ મુક્તિદ્વેષ આવે છે. ભોજન એક જ હોય છતાં તેને ખાનાર રોગી છે કે નિરોગી છે - એના આધારે પરિણામમાં ફરક પડે છે તે જ રીતે દેવપૂજા વગેરે કરનાર જીવ ચરમાવર્તી હોય કે અચરમાવર્તી હોય તેના આધારે પણ પરિણામમાં ફરક પડે જ છે. આ લોકના અને પરલોકના ફળની અપેક્ષાને ભવતૃષ્ણા કહેવાય. તથા ક્રિયાને ઉચિત એવા માનસિક પરિણામનું ઉલ્લંઘન તે અજ્ઞાન કહેવાય. આના લીધે પણ ક્રિયાના ફળમાં ફરક પડે છે. (ગા.૮-૧૦).
ગુરુપૂજન વગેરે અનુષ્ઠાન પાંચ પ્રકારે છે – વિષ, ગર, અનનુષ્ઠાન, તહેતુ અને અમૃત. લબ્ધિ, કીર્તિ વગેરે નિમિત્તે આલોકના સુખને માટે કરાતું અનુષ્ઠાન વિષ અનુષ્ઠાનમાં આવે. કારણ કે આ અનુષ્ઠાનથી મળેલ વિષતુલ્ય ભોગસુખથી તાત્કાલિક જ અંતઃકરણનો શુભ પરિણામ નાશ પામે છે. પરલોકની સ્પૃહાથી થતી આરાધના ગરઅનુષ્ઠાન બને. સંમોહથી = વિચારશૂન્યદશાથી જે આરાધના થાય તે અનનુષ્ઠાન કહેવાય. દેવની પૂજા વગેરે આચાર પર બહુમાનથી થતી આરાધનાને તહેતુ અનુષ્ઠાન કહેવાય. અને જિનેશ્વરોએ બતાવેલ મોક્ષમાર્ગને વિશે “આ જ તત્ત્વ છે” એવી ઝળહળતી શ્રદ્ધાથી થતી આરાધના અમૃત અનુષ્ઠાન બને. છેલ્લા પુદ્ગલપરાવર્તમાં રહેલા જીવની ભૂમિકા બદલાઈ ગઈ હોવાથી તેની પૂર્વસેવા પરંપરાએ મોક્ષ આપે છે પણ અભવ્યને પૂર્વસેવાની આરાધના મોક્ષ આપતી નથી. (ગા.૧૧ થી ૧૪).
મોક્ષમાં જવાની યોગ્યતા ધરાવવા છતાં ભવ્ય જીવની અંદર અચરમાવર્ત કાળમાં મોક્ષના ઉપાયોને પરિણાવવાની યોગ્યતા નથી હોતી. આથી અચરમાવર્તી ભવ્યજીવમાં મોક્ષસાધનાની સ્વરૂપયોગ્યતા = સામાન્યયોગ્યતા કહેવાય. જ્યારે ચરમાવર્તી જીવમાં મોલોપાયને પરિણાવવાની યોગ્યતા હોય છે. તેથી ચરમાવર્ત કાળમાં ભવ્યાત્મામાં મોક્ષસાધનાની સમુચિત યોગ્યતા = સહકારી યોગ્યતા કહેવાય. આમ મોક્ષસાધનાસંબંધી યોગ્યતા બે પ્રકારની હોય છે. યોગની પૂર્વસેવાને તાત્ત્વિક બનાવનાર સમુચિત યોગ્યતા છે. તેથી ચરમાવર્તકાળમાં લભ્ય મોક્ષસાધનસંબંધી સમુચિત યોગ્યતાના લીધે જ ચરમાવર્તી અપુનબંધકાદિ જીવની દેવપૂજા વગેરે વિલક્ષણ = વિશિષ્ટ હોય છે. ઉપમાથી જણાવવું હોય તો કહી શકાય કે અચરમાવર્તી ભવ્ય જીવની સ્વરૂપ યોગ્યતા એટલે જંગલ-પર્વત-ખીણની માટી. ચરમાવર્તી જીવની સમુચિત યોગ્યતા એટલે કુંભારના ચાકડા પર ચડેલી માટી. ઘડો એટલે તાત્ત્વિક મુક્તિઉપાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org