________________
द्वात्रिंशिका
• ૯ થી ૧૩ બત્રીસીનો ટૂંકસાર
હાનિ આવે છે. કૃચ્છુ તપ અતિભંયકર એવા અપરાધોનો નાશ કરે છે. તે પાદકૃચ્છ, સંતાપનકૃચ્છ, સંપૂર્ણકૃ વગેરે વિવિધ પ્રકારનો છે. મૃત્યુંજય તપમાં ‘૩૦' દિવસના ઉપવાસ આવે. જાપ તથા બ્રહ્મચર્યાદિથી આ તપ શુદ્ધ બને છે. પાપસૂદન તપ પણ વિધિ મુજબ કરવાથી પાપનો નાશ થાય છે. જેમ કે સાધુભગવંતની હત્યા કરનાર યમુન રાજા આ તપથી વૈમાનિક દેવલોકમાં ગયા હતા. આમ તપ પણ પૂર્વસેવાનું એક મહત્ત્વનું ઘટક છે. (ગા.૧૭-૨૧)
31
ભોગના સંકલેશ વગરનો કર્મક્ષય એટલે મોક્ષ. ‘પુણ્યોદયથી અને પુણ્યોદયજન્ય ભોગસામગ્રીથી જ હું સુખી' વગેરે અજ્ઞાન અને ગેરસમજના લીધે જીવને મોક્ષ પ્રત્યે દ્વેષ થાય છે. ભવાભિનંદી જીવોને વિષયસુખની ઉત્કટ ઈચ્છાથી મોક્ષમાં અનિષ્ટપણાની બુદ્ધિ થાય છે. આવા જીવો મોક્ષ પ્રત્યેના દ્વેષથી પ્રેરાઈને પત્ની એ જ મોક્ષ છે...’ વગેરે મિથ્યા વિચારોને લાવે છે. આ જ મુક્તિદ્વેષ દીર્ઘ સંસારની વૃદ્ધિ માટે થાય છે. સ્વાભાવિક રીતે કર્મરૂપી કચરો ઓછો થતાં સાંસારિક સુખની તીવ્ર આસક્તિ રવાના થવાથી મુક્તિદ્વેષ રવાના થાય છે. આવા જીવમાં મોક્ષ પ્રત્યે રાગ હોય જ- એવું પણ કહી ન શકાય. (ગા.૨૨-૨૬) આ મુક્તિદ્વેષ પૂર્વસેવાનું પ્રધાન અંગ છે.
મલ = કર્મબંધની યોગ્યતા = કાયાદિ યોગ અને ક્રોધાદિ કષાય. કારણ કે યોગ અને કષાય વધે તો મલ = દોષ પણ વધે તથા યોગ અને કષાય ઘટે તો મલ પણ ઘટે. સંસારી જીવમાં કર્મબંધ થાય છે. કારણ કે તેનામાં કર્મબંધની યોગ્યતા મલ છે. મોક્ષમાં અને ૧૪મા ગુણસ્થાનકે કર્મબંધ નથી. કારણ કે ત્યારે જીવમાં કર્મબંધની યોગ્યતા જ નથી. (ગા.૨૭-૨૮) આ કર્મબંધની યોગ્યતા અલગ અલગ નામે ઓળખાય છે. જેમ કે તેને શૈવલોકો ભવબીજ કહે છે. વેદાન્તીઓ અવિદ્યા અને બૌદ્ધો અનાદિવાસના કહે છે. દરેક પુદ્ગલપરાવર્તમાં આ કર્મબંધયોગ્યતા ઘટે છે. અને એ રીતે કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે. આમ યોગબિંદુ ગ્રન્થનો સંદર્ભ દર્શાવીને ગ્રંથકારશ્રીએ કહેલ છે. (ગા.૨૯-૩૦)
મુક્તિદ્વેષ અને મુક્તિરાગ બે અલગ છે. મુક્તિરાગ જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એવી તરતમતાવાળો છે અને મુક્તિઅદ્વેષ બધા જીવોમાં એક સરખો જ મનાયેલ છે. મુક્તિરાગ જલ્દી મોક્ષે પહોંચાડે છે અને મુક્તિઅદ્વેષ કાળક્રમે મોક્ષે પહોંચાડે છે. (ગા.૩૧-૩૨) આમ સ્વરૂપ અને ફળની ષ્ટિએ ગ્રન્થકારશ્રીએ મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગ વચ્ચે ભેદ સિદ્ધ કરીને ૧૨મી બત્રીસી પૂર્ણ કરેલ છે.
=
૧૩. મુક્તિઅદ્વેષપ્રાધાન્ય દ્વાત્રિંશિકા : ટૂંક્સાર
૧૨મી બત્રીસીમાં પૂર્વસેવાનું નિરૂપણ કર્યા બાદ ‘પૂર્વસેવામાં મુક્તિદ્વેષ અત્યંત મહત્ત્વનું ચાલકબળ છે.’- એ વાત ગ્રંથકારશ્રીએ ૧૩મી બત્રીસીમાં વિસ્તારથી કરેલ છે. ૧૩મી બત્રીસીમાં મુક્તિઅદ્વેષની પૂર્વસેવામાં મુખ્યતા બતાવવાની સાથે વિષાદિ પાંચ પ્રકારના અનુષ્ઠાન, અભવ્યમાં મુક્તિદ્વેષ હોય કે નહિ ? ઈત્યાદિ બાબતોની વિસ્તૃત છણાવટ કરેલ છે.
પ્રારંભમાં જ ગ્રંથકારશ્રી જણાવે છે કે ભોગતૃષ્ણાનો અંતરમાં સળગતો દાવાનળ મોક્ષસાધનાને સળગાવી નાખે છે. માટે મોક્ષસાધનાને ટકાવવામાં-સફળ કરવામાં ભોગતૃષ્ણાનો વિરોધી એવો મુક્તિઅદ્વેષ મહત્ત્વનો ભાગ ભજવે છે. (ગા.૧) મોક્ષસાધના દ્વારા દેવલોકાદિનું નિયાણું કરનાર જીવ ઝેરી ભોજન ખાનાર ભૂખ્યા માણસ જેવો છે. તેવા જીવને કદાચ દેવલોક કે ચક્રીપણું મળી જાય તો પણ ત્યાર પછી તો ભયંકર દુર્ગતિની પરંપરા ઉભી જ રહે છે. નિયાણાને લીધે મહાવ્રતને તુચ્છ ફળદાય રૂપે જોવાથી મળતો ત્રૈવેયક પણ અહિતકારી જ છે. વળી, તે ત્રૈવેયક પણ મુક્તિ-અદ્વેષથી જ મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org