________________
• ૯ થી ૧૩ બત્રીસીનો ટૂંકસાર
૧૨. પૂર્વસેવા દ્વાત્રિંશિકા ટૂંક્યાર
યોગના લક્ષણની વિચારણા કર્યા બાદ યોગની પૂર્વસેવાની વિસ્તારથી ચર્ચા ૧૨મી બત્રીસીમાં કરેલ છે. પૂર્વસેવા એટલે પ્રાથમિક ઉપાય. પુરશ્ચરણ, આદિસેવા વગેરે પણ યોગપૂર્વસેવાના પર્યાયવાચી નામો છે. ગ્રંથકારશ્રીએ યોગબિંદુ ગ્રન્થના આધારે અહીં પાંચ પ્રકારની પૂર્વસેવા બતાવેલ છે. ગુરુપૂજન, દેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તિ અદ્વેષ -આ પ્રમાણે યોગની પાંચ પ્રકારે પૂર્વસેવા છે. (ગા.૧) માતા-પિતા-કલાચાર્ય-સ્વજનો-જ્ઞાનવૃદ્ધ-વયોવૃદ્ધ વગેરે ગુરુવર્ગરૂપે સજ્જનોને માન્ય છે. તેમને ત્રણ સંધ્યા સમયે નમન કરવું, તેમની નિંદા ન સાંભળવી, તેઓ આવે તો ઉભા થવું, આસન આપવું વગેરે ગુરુપૂજન કહેવાય. પોતાનો ધર્મપુરુષાર્થ સીદાતો ન હોય તો તેમને ન ગમતી બાબતોથી પાછા ફરવું. તથા શ્રેષ્ઠ પદાર્થો તેમને આપવા-આ ગુરુપૂજન છે. મૃત્યુ બાદ માતા-પિતાની મૂડી ધર્મક્ષેત્રમાં વાપરવી. આપણા ઉપયોગ માટે તેમણે ન આપેલ તેમની વસ્તુનો - મૂડીનો વપરાશ ન કરવો. કારણ કે તેમાં તેમના મૃત્યુની અનુમોદનાનો દોષ આવે છે. તથા ભક્તિથી તેમની પ્રતિમા ભરાવવી- આ બધું ગુરુપૂજનમાં ગણી શકાય. (ગા.૨ થી ૫)
30
·
द्वात्रिंशिका
પવિત્રતાથી અને શ્રદ્ધાથી પુષ્પાદિ ચડાવીને દેવોની (પ્રભુની) ભક્તિ કરવી તે દેવપૂજન કહેવાય. કેટલાકને બધા દેવો સમાન રીતે માન્ય હોય તો કેટલાકને બ્રહ્મા, બુદ્ધ વગેરે પોતાની શ્રદ્ધામુજબ માન્ય હોય. આવા જીવો જિતેન્દ્રિય અને ક્રોધવિજયી હોવાથી નરકપ્રાપ્તિ વગેરે નુકસાનને પામતા નથી. આવા મુગ્ધ જીવો ચારિસંજીવનીચાર ન્યાયથી અભ્યુદયને પામે છે. ગ્રંથકારશ્રી મહત્ત્વની વાત જણાવે છે કે વીતરાગ અરિહંત ભગવાનના અસાધારણ ગુણોને ઓળખી તેની ઉપાસના કરનારા સાધકમાં લૌકિક અન્ય દેવો પર પણ દ્વેષ ન હોવો જોઈએ. પૂર્વસેવામાં જીવની આવી ભૂમિકા હોય છે. (ગા.૬-૧૦) અપુનબંધક જીવો આવી પૂર્વસેવાના અધિકારી છે.
પૂર્વસેવાના ત્રીજા ઘટક સ્વરૂપ સદાચારના ૧૯ પ્રકાર છે. સૌ પ્રથમ સદાચાર છે દાન. દાન કરતી વેળાએ શી સાવધાની રાખવી ? તે જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો' એ રીતે પોષ્યવર્ગ સીદાય એવું દાન ન આપવું. તથા દીન-અનાથને ઉચિત દાન આપવું. ગરીબ-અંધ-કૃપણને દીનાદિ વર્ગ કહેવાય. દાનને પાત્ર (= દાનયોગ્ય) વર્ગમાં સાધુવેશધારી જીવો આવે. આવું યોગબિંદુમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજા જણાવે છે. (ગા.૧૧-૧૨) સદાચારમાં (૧) દાન ઉપરાંત (૨) સુદાક્ષિણ્ય, (૩) દયાળુતા, (૪) દીનોદ્વાર, (૫) કૃતજ્ઞતા, (૬) લોકનિંદાભય, (૭) ગુણવાન પર રાગ, (૮) નિંદાત્યાગ, (૯) આપત્તિમાં દીનતાનો અભાવ, (૧૦) સત્પ્રતિજ્ઞતા, (૧૧) સંપત્તિની સાથે નમ્રતા, (૧૨) અવિરુદ્ધ કુલાચારનું પાલન, (૧૩) અલ્પભાષિતા, (૧૪) મરણતોલ કષ્ટ વખતે પણ નિંદનીય પ્રવૃત્તિ ન કરવી, (૧૫) વિશિષ્ટ ફળ આપે એવા કાર્ય કરવા ઉપર સામાન્યથી ભાર-આગ્રહ રાખવો, (૧૬) ધનનો સદ્યય કરવો, (૧૭) ખરાબ માર્ગે ધન ન વાપરવું, (૧૮) ઉચિત રીતે લોકોને અનુસરવું અને (૧૯) પ્રમાદનો ત્યાગ કરવો-આ ઓગણીસ સદાચાર છે. (ગા.૧૩ થી ૧૬)
યોગની પૂર્વસેવામાં ચોથું ઘટક છે- તપ. ગ્રંથકારશ્રી કહે છે કે ચાન્દ્રાયણ તપ વગેરે લૌકિક તપ પણ આદિધાર્મિક (= અપુનર્બંધક) જીવ માટે ઉત્તમ આરાધના બની શકે છે. કારણ કે તે શુભ અધ્યવસાયના પોષક છે. ચાન્દ્રાયણ તપમાં ચંદ્રની કળાની વૃદ્ધિ-હાનિ પ્રમાણે એક એક કોળિયાની વૃદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org