________________
द्वात्रिंशिका
• ૯ થી ૧૩ બત્રીસીનો ટૂંકસાર
29
વૃત્તિનિરોધ સમયે પુરુષ પોતાના સ્વરૂપમાં અવસ્થિત = સ્થિર થાય છે - આવી વાત પણ અસંગત થશે. કારણ કે ‘તત્ત્વ' શબ્દથી બાદબાકી કરવા યોગ્ય કોઈ કાળ પાતંજલ દર્શનમાં છે જ નહિ કે જે કાળે પુરુષ પોતાના સ્વરૂપને છોડીને અન્યત્ર રહેતો હોય.
(૭) ‘સંસાર અવસ્થામાં પ્રકૃતિના વિકાર સ્વરૂપ બુદ્ધિ હાજર હતી અને મુક્તિદશામાં બુદ્ધિ ગેરહાજર છે. બાકી આત્મા તો બન્ને અવસ્થામાં એકસરખો જ છે, ફૂટસ્થ નિત્ય છે’ - આવી પણ પાતંજલોની વાત અસંગત છે. કારણ કે સંસાર અને મોક્ષ વિરોધી સ્વભાવવાળા છે. તેથી તે બન્ને જેમાં રહે છે તેવા આત્મામાં પણ વિરોધી સ્વભાવની હાજરી = પરિણામીપણું માનવું પડે. અને આમાં તો તેઓ આડકતરી રીતે જૈન દર્શનનો-સ્યાદ્વાદનો જ પ્રેમથી સ્વીકાર કરે છે તેવું સિદ્ધ થાય- આવું ગ્રંથકારશ્રી જણાવે છે. (ગા.૨૬,૨૭)
(૮) ‘‘જીવ અનેક છે. દરેકને સુખ-દુઃખનો અનુભવ કરાવનાર પ્રકૃતિ એક છે. જીવને સુખદુઃખનો અનુભવ જે માધ્યમથી પ્રકૃતિ કરાવે છે તે ‘બુદ્ધિ’ બધા જીવોની સ્વતંત્ર = ભિન્ન છે. માટે જેની બુદ્ધિનો લય = નાશ થાય (= પ્રકૃતિની આંશિક મુક્તિ થાય) તે જીવ મુક્ત થાય. આમ એક જીવની મુક્તિમાં બધા જીવ મુક્ત થવાની સમસ્યા આવતી નથી.' - આવી દલીલ પાતંજલ વિદ્વાનોએ શોધી કાઢેલી છે. પણ ગ્રન્થકારશ્રી કહે છે કે તે અસંગત છે. કારણ કે જીવના દુઃખનું મૂળ કારણ પ્રકૃતિ છે. તે પ્રકૃતિની સર્વથા મુક્તિ થાય અર્થાત્ દુ:ખની સર્વથા નિવૃત્તિ થાય તો જ જીવનો મોક્ષ થાય. અને આ રીતે તો એક પ્રકૃતિની પૂર્ણ મુક્તિમાં સર્વ જીવોનો મોક્ષ થવો જ જોઈએ. (ગા.૮)
(૯) હાલમાં નં ‘૮' માં જણાવેલ આપત્તિથી બચવા પાતંજલો જો એમ કહે કે ‘પ્રકૃતિ અનેક છે' તો તે વાત પણ બરાબર નથી. કેમ કે પ્રકૃતિને અનેક માનવામાં આવે તો પાતંજલમાન્ય પ્રકૃતિ અને જૈનમાન્ય કર્મ એક જ બની જશે. અને પુરુષ બુદ્ધિસ્વરૂપ ગુણવાળો તથા નિત્યાનિત્ય સ્વભાવવાળો થશે. આ રીતે જૈન માન્યતા મુજબની જ પાતંજલોની માન્યતા બની જશે. (ગા.૨૯)
=
(૧૦) ‘યોગ = ચિત્તવૃત્તિનિરોધ” આવી વ્યાખ્યા પાતંજલ વિદ્વાનો બતાવે છે. પણ ‘ગા.૨૯’ પ્રમાણે પાતંજલો જો જૈનદર્શનનો સ્વીકાર કરવા મંડે તો આ વ્યાખ્યા પણ ખોટી પડે. કારણ કે જૈન મત મુજબ ‘યોગ મન-વચન-કાયાનો નિરોધ- આવું તેમણે માનવું પડે. અન્યથા કાયનિરોધ સ્વરૂપ યોગ વગેરેમાં યોગલક્ષણની અવ્યાપ્તિ આવે. આમ પ્રકૃતિને અનેક સ્વરૂપે માનતા પાતંજલ વિદ્વાનોને આ નવી આપત્તિ આવે છે. (ગા.૩૦)
-
=
·
(૧૧) પાતંજલમત પ્રમાણે ચિત્તના પાંચ પ્રકાર છે - ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નિરુદ્ધ. તેમાંથી માત્ર એકાગ્ર અને નિરુદ્ધ દશામાં જ સમાધિ યોગ હોય છે. આ પાતંજલોની માન્યતા છે. ગ્રન્થકારશ્રીની દૃષ્ટિએ પાતંજલોની આ વાત પણ બરાબર નથી. કારણ કે ઘટ બનાવવાની ક્રિયા માટીનો પિંડ બનાવવાથી શરૂ થાય છે. જ્યાં સુધી ઘટ બને નહિ ત્યાં સુધીની ક્રિયામાં અંશાત્મક ઘટ ઉત્પન્ન થાય જ છે. તે રીતે વિક્ષિપ્ત ચિત્તમાં અંશાત્મક યોગ માનીએ તો જ તેના પરિણામે સંપૂર્ણ યોગ નિરુદ્ધ ચિત્તમાં પ્રગટ થાય- એવું કહી શકાય. માટે વિક્ષિપ્ત ચિત્તને પણ યોગસ્વરૂપ માનવું જોઈએ. આ નિશ્ચયનયનું તાત્પર્ય છે. આ રીતે ૧૦મી બત્રીસીમાં જૈનદર્શન મુજબ “મોક્ષનો મુખ્ય હેતુભૂત આત્મવ્યાપાર યોગ” એવું જણાવેલ યોગનું લક્ષણ સજ્જનોને પરમાનંદ આપનારૂં છે. આમ જણાવીને ૧૧મી બત્રીસીના પ્રતિપાદન ઉપર પૂર્ણવિરામ મૂકેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org