________________
28
• ૯ થી ૧૩ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका અમિતા સુધી પ્રતિલોમ પરિણામ કહેવાય. તથા આ બે પરિણામ જ પુરુષને સુખાદિનો અનુભવ કરાવે છે. અને તે જ જડ એવી પણ પ્રકૃતિમાં પુરુષાર્થકર્તવ્યતા છે. અનુલોમ-પરિણામરૂપ શક્તિ ક્ષીણ થાય અને ચિત્ત પૂર્ણતયા નિર્વિકારી થાય ત્યારે દષ્ટા પુરુષ પોતાના સ્વરૂપમાં રહે છે. એ જ મોક્ષ છે. (ગા.૧૯-૨૦) આ રીતે ગા.૧૩ થી ગા.૨૦ સુધીમાં પૂર્વપક્ષ પોતાની માન્યતા મુજબ પુરુષમાં જ્ઞાનઅજ્ઞાન-ભોગાદિવ્યવહાર તથા પુરુષનો મોક્ષ કેવી રીતે થાય ? તે જણાવે છે.
પણ આ વાત જૈનોને માન્ય નથી કારણ કે –
(૧) પાતંજલો પુરુષને તદ્દન નિષ્ક્રિય તથા નિધર્મી માને છે. અને પરમાર્થથી સુખ-દુઃખનો તથા બંધનાદિનો આધાર પ્રકૃતિને માને છે. તો પછી સાંસારિક સુખ-દુઃખમાંથી અને બંધનમાંથી મુક્તિ પણ પરમાર્થથી પ્રકૃતિની જ થશે. “પુરુષનો મોક્ષ થાય એવી વાત ખોટી ઠરશે. જે બંધાય તે જ છૂટે ને!
(૨) અપરિણામી એવા પુરુષમાં પ્રકૃતિ જ બુદ્ધિના આધારે વિવિધ પરિણામોનો ભાસ કરાવે છે, વ્યવહાર કરાવે છે. એમ પાતંજલો માને છે. તો પછી તેમના મત પ્રમાણે તો બુદ્ધિથી જ બધા વ્યવહાર સંગત થવાથી આત્માને સ્વીકારવાની જરૂર જ નહિ રહે- એમ ગ્રંથકારશ્રી જણાવે છે.
(૩) પાતંજલ વિદ્વાનો પુરુષને અપરિણામી કૂટસ્થ નિત્ય માને છે. પ્રકૃતિને પરિણામી નિત્ય માને છે. જૈન દર્શન કહે છે કે “જેમ પ્રકૃતિ પરિણામી હોવા છતાં નિત્ય છે તેમ પુરુષને પરિણામી માનો તો પણ તેમાં નિત્યત્વ સંગત થઈ શકે છે. જો પાતંજલ વિદ્વાનો, જૈન દર્શન મુજબ પુરુષને પણ પરિણામી નિત્ય માને તો ઉપરોક્ત કોઈ સમસ્યાને અવકાશ રહેતો નથી.'- આમ ગ્રંથકારશ્રીનું કથન છે. તદુપરાંત,
(૪) પાતંજલ વિદ્વાનો કહે છે કે “જે સંહત્યકારી હોય = ભેગા મળીને કામ કરતા હોય તે પરાર્થ = પોતાનાથી ભિન્ન પદાર્થ માટે હોય. જેમ કે મકાન વગેરે. સત્ત્વ-રજ-તમસ્ ગુણ પણ સંહત્યકારી છે. માટે તે આત્મા માટે કામ કરનારા છે. આ રીતે પાતંજલો આત્માની સિદ્ધિ કરે છે. પરંતુ તેની તટસ્થભાવે સમાલોચના કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે પાતંજલ મતાનુસાર સત્ત્વાદિ ગુણો બુદ્ધિમાં રહેલા છે અને તે પોતાનાથી અભિન્ન એવી બુદ્ધિને લાભ કરે જ છે. અને તે બુદ્ધિ પ્રકૃતિને દુઃખોમાંથી છોડાવવા દ્વારા પોતાનાથી અભિન્ન પ્રકૃતિ ઉપર ઉપકાર કરે જ છે. માટે સંહત્યકારિત્વમાં પરાર્થત્વની વ્યાપ્તિ જ અસત્ય ઠરે છે. અહીં ગ્રંથકારશ્રીનો આશય એ છે કે સંહત્યકારી હોવા છતાં જેમ સત્ત્વાદિ ગુણો પોતાના માટે કામ કરે છે, બીજા માટે નહિ? તેમ શયન-આસન-મકાન વગેરે સંહત્યકારી હોવા છતાં પોતાના માટે કામ કરશે. સંહત્યકારી હોવા માત્રથી તે પોતાનાથી ભિન્ન એવા પુરુષની સિદ્ધિ કરી શકે નહિ. કારણ કે સંહત્યકારિત્વનું વ્યાપક પરાર્થત્વ (પોતાનાથી ભિન્ન એવા બીજા પદાર્થ માટે પોતાનું હોવાપણું અથવા સક્રિયપણું) નથી.
(૫) પાતંજલીના મતાનુસારે લાલ રંગનો આધાર ઘટ છે. તે રીતે સત્ત્વાદિ ગુણોનો આધાર બુદ્ધિને માનીએ, તો સત્ત્વાદિ વડે જન્ય સુખ-દુઃખને બુદ્ધિ જ ભોગવશે. તેથી બુદ્ધિથી ભિન્ન એવો આત્મા સિદ્ધ નહિ થાય. એવું થાય તો અહંકાર વગેરે તત્ત્વનો પણ ઉચ્છેદ થઈ જશે. આ વાતનું ખૂબ જ સૂક્ષ્મ રીતે નિરૂપણ ગ્રંથકારશ્રીએ કરેલ છે. (ગા.૨૧ થી ૨૫).
(૬) જો “સત્ત્વપ્રધાન ચિશક્તિ પુરુષના સન્નિધાનથી અભિવ્યક્ત થાય છે એમ માનીએ તો પુરુષમાં કૂટસ્થનિત્યત્વ વિશે પાતંજલીની જે માન્યતા છે તે અસંગત થશે. અને તા : સ્વરૂપેડવસ્થાનમ્'
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org