________________
द्वात्रिंशिका
• ૯ થી ૧૩ બત્રીસીનો ટૂંકસાર
27
પતંજલિ ઋષિની વાત બહુ સુંદર છે. અધ્યાત્મમાર્ગે ડગલું માંડતા સાધક માટે લાભકારી છે. પરંતુ તેમના પાયાના તાત્ત્વિક સિદ્ધાન્તો અને તેમણે બતાવેલ યોગમાર્ગ - આ બન્નેનો સમન્વય કરવામાં આવે તો કાંઈક અસંગતિ જેવું જણાય છે.- એમ ગ્રન્થકારશ્રી જણાવે છે. અસંગતિ પ્રતીત થવાનું મૂળ કારણ એ છે કે સાંખ્ય અને પાતંજલદર્શન આત્માને પરિણામીનિત્ય નહિ પણ કૂટસ્થ નિત્ય માને છે. અર્થાત્ આત્માના સ્વભાવમાં કદાપિ, ક્યાંય પણ, જરા પણ ફેરફાર થતો જ નથી. ગ્રંથકારશ્રી કહે છે કે એવું માનવામાં તો સંસારી આત્માનો ક્યારે પણ મોક્ષ થશે જ નહિ. કારણ કે આત્માનો સ્વભાવ બદલાવાનો જ નથી. (ગા.૧૧) તે જ રીતે પ્રકૃતિને એક જ માનીએ, બધા આત્મા ઉપર એક જ પ્રકૃતિનું આધિપત્ય માનીએ તો એક આત્મા પરથી તે પ્રકૃતિનું આધિપત્ય છૂટતાં = એક આત્મા મુક્ત થતાં બધા આત્મા મુક્ત બનવા જોઈએ. માટે ‘પ્રકૃતિ એક છે એમ' માની ન શકાય અને ‘આત્મા ફૂટસ્થ નિત્ય છે' તેમ કહી ન શકાય. (ગા.૧૨)
•
પુરુષ ફૂટસ્થ નિત્ય હોય તો બાહ્ય વિભિન્ન અવસ્થામાં જ્ઞાન-અજ્ઞાનનો વ્યવહાર તથા ક્યારેક સુખાદિનો ભોગવટો અને ક્યારેક ભોગના ત્યાગનો વ્યવહાર પુરુષમાં (= આત્મામાં) કઈ રીતે થઈ શકે ? આ પણ એક અજબની સમસ્યા પાતંજલદર્શન સમક્ષ ઉપસ્થિત થાય છે.
તેના નિરાકરણ માટે પાતંજલ વિદ્વાનો પોતાનું આગવું તાત્પર્ય દેખાડતા કહે છે કે અરીસાની સામે જે જે પદાર્થો આવે તે તે બધાનું પ્રતિબિંબ પાડનાર અરીસો જેમ સ્થિર છે તેમ ચૈતન્યસ્વરૂપ પુરુષના નિર્મળ અંતઃકરણમાં ચિત્તવૃત્તિઓ પ્રતિબિંબિત થાય તો પણ પુરુષ તો તદ્દન સ્થિર = નિત્ય જ રહેશે. પરંતુ જેમ ઘડો સ્વભિન્ન એવા પુરુષથી જ્ઞેય છે, સ્વયં સ્વથી જ જ્ઞેય નથી, તે રીતે ચિત્ત પણ સ્વતઃ પ્રકાશ્ય નથી પણ પરતઃ = પુરુષતઃ પ્રકાશ્ય છે. માટે અહીં ચિત્તથી ભિન્ન અને વિવિધ વસ્તુના ગ્રાહક = શાતા એવા પુરુષની કલ્પના વ્યર્થ નહિ બને. ‘“ચિત્ત સ્વપ્રકાશ્ય નથી તો પછી ‘આ ઘટ છે' વગેરે વ્યવહાર શી રીતે થાય ?” આવી શંકા ન કરવી. કારણ કે જેમ પુરુષ કૂટસ્થ નિત્ય અપરિણામી છે તે રીતે પ્રકૃતિ પણ અપ્રતિસંક્રમવાળી = સ્થિર સ્વભાવવાળી છે. પ્રકૃતિ હંમેશા એકરૂપે નિજસ્વરૂપમાં રહે છે. ચિતિશક્તિ પુરુષના સંપર્કમાં આવતાં બુદ્ધિ તેમાં પ્રતિબિંબિત થાય છે. તે પ્રતિબિંબિત બુદ્ધિનું સંવેદન પુરુષને થવાથી ઘટાદિનું જ્ઞાન પુરુષને થાય છે. માટે તેવો વ્યવહાર પણ થઈ શકે છે.(ગા.૧૩-૧૫)
ભોગવ્યવહારની સંગતિ માટે પાતંજલ દર્શનની તદન અલગ પ્રકારની વ્યવસ્થા છે. તેમના મતે, ચિક્તિ બે પ્રકારની છે - નિત્ય ઉદિત અને અભિવ્યંગ્ય. નિત્યઉદિત ચિત્ત્શક્તિ એટલે પુરુષ. પુરુષના સાન્નિધ્યથી સત્ત્વગુણપ્રધાન ચિત્તમાં (= પ્રકૃતિમાં) બીજી અભિવ્યંગ્ય ચિત્રશક્તિ પ્રગટ થાય છે - એમ યોગસૂત્રની રાજમાર્તંડ ટીકામાં ભોજરાજર્ષિ જણાવે છે. સાત્ત્વિક ચિત્તમાં પુરુષની ચિછાયા જેવી બીજી ચિછાયા પ્રગટે છે. તે પુરુષની નજીક હોવાથી બન્ને વચ્ચે ભેદનું ભાન ન થવાથી પુરુષમાં સુખાદિના ભોગનો વ્યવહાર કરાય છે. માટે ભોગ પદાર્થની અસંગતિ નહિ આવે. આમ દરેક આત્મામાં સ્વતંત્ર બુદ્ધિતત્ત્વને માનવાથી ‘એક આત્માની મુક્તિ થાય ત્યારે બીજા આત્માની મુક્તિ થવી જ જોઈએ' એવી સમસ્યા પણ આવશે નહિ. (ગા.૧૬ થી ૧૮)
જગતની સૃષ્ટિ, પ્રલય તથા મુક્તિ માટે પણ પાતંજલ દર્શનની માન્યતા ન્યારી છે. સૃષ્ટિ માટે પ્રકૃતિમાં અનુલોમ પરિણામ અને પ્રલય તથા મુક્તિ માટે વિલોમ પરિણામ તેમણે માન્ય કરેલ છે. પ્રકૃતિના બહિર્મુખ વ્યાપારને અનુલોમ પરિણામ કહેવાય. તથા પોતપોતાના કારણમાં પ્રવેશ કરવા દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org