________________
• ૯ થી ૧૩ બત્રીસીનો ટૂંકસાર
द्वात्रिंशिका
પ્રતિપાદનનો અવસર હોય ત્યારે તે રીતે તેનું સમર્થન કરવું આ પણ તીર્થંકરમાન્ય શાસ્ત્રમર્યાદા જ છે. પણ વક્તાને સ્યાદ્વાદમાર્ગનો ઊંડો બોધ હોવો ખૂબ જ જરૂરી છે તથા પરિપૂર્ણ સ્યાદ્વાદમાર્ગનો બોધ ભાવ અનેકાન્તપરિણતિ શ્રોતામાં પ્રગટાવવાનું લક્ષ પણ વક્તાને હોવું જોઈએ. આ મહત્ત્વની વાત છે.
26
-
અંતે ગ્રન્થકારશ્રીએ વાચક વર્ગને બહુ મહત્ત્વની આધ્યાત્મિક સલાહ આપતા જણાવેલ છે કે આ રીતે જિનશાસનમાં બતાવેલ યોગલક્ષણને જાણતા સ્યાદ્વાદીએ મોક્ષ મેળવવાની ઝંખનાથી યોગસાધનામાં લાગી જવું. અને ક્ષમતા હોય તો જૈનેતર યોગલક્ષણની પરીક્ષા કરીને જિનશાસનના સિદ્ધાંત પ્રત્યેની શ્રદ્ધાજ્યોતને ઝળહળતી બનાવવી જોઈએ. (ગા.૨૮-૩૨)
૧૧. પાતંજલયોગલક્ષણદ્વાત્રિંશિકાઃ ટૂંક્સાર
૧૦મી બત્રીસીમાં જૈનદર્શન અનુસાર યોગનું લક્ષણ બતાવ્યા બાદ ગ્રંથકારશ્રી ૧૧મી બત્રીસીમાં પાતંજલ યોગદર્શનમાન્ય યોગલક્ષણની સમીક્ષા કરે છે. ૧ થી ૧૦ શ્લોક સુધી પતંજલિ મહર્ષિનો મત દર્શાવી ૧૧-૧૨ શ્લોકમાં તેની સમીક્ષા કરેલ છે. ફરીથી પતંજલિ અને રાજમાર્તંડકાર ભોજ રાજર્ષિનો મત ૧૩ થી ૨૦ શ્લોક સુધી દર્શાવી ૨૧મા શ્લોકથી ગ્રંથકારશ્રીએ તેની કડક સમાલોચના કરી છે.
પતંજલિ ઋષિ કહે છે કે ‘ચિત્તવૃત્તિનો નિરોધ એ યોગ છે.' (ગા.૧) સ્થિર ચંદ્ર પણ અસ્થિર પાણીમાં ચાલતો દેખાય તે રીતે વાસ્તવમાં તદ્દન શાંત અને સ્થિર આત્મા પણ ચંચળ એવી ઈન્દ્રિયવૃત્તિને કારણે તેવા તેવા આકારવાળો હોય એવું ભાસે છે. આ વૃત્તિઓનો નિરોધ કરવાથી ચિત્ત વૃત્તિશૂન્ય બને છે. અને પુરુષ પોતાના સ્વરૂપમાં અવસ્થાન કરે છે. આ પુરુષની મુક્તિ છે. ચિત્તની વૃત્તિ પાંચ પ્રકારની છે - પ્રમાણ, ભ્રમ, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ. પ્રમાણ એટલે કે અવિસંવાદી જ્ઞાન. ભ્રમ એટલે કે મિથ્યાજ્ઞાન, વિપર્યાસ. અવસ્તુવિષયક શાબ્દબોધને વિકલ્પ કહેવાય. ‘રમેશનું ઘર' - આમાં ઘર ૨મેશથી અલગ વસ્તુ છે તેવું ભાન થાય છે તે રીતે ‘પુરુષનું ચૈતન્ય’- આમાં પણ ચૈતન્ય પુરુષથી ભિન્ન જણાય છે. પણ વાસ્તવમાં ચૈતન્ય જ પુરુષ છે. માટે આ શાબ્દબોધને ‘વિકલ્પ’ કહેવાય. જાગ્રતસ્વપ્રદશાના સમસ્ત વિષયનો ત્યાગ કરીને જે પ્રવૃત્તિ થાય તે નિદ્રા કહેવાય અને ચોક્કસ પ્રકારે અનુભવેલા વિષયને યાદ કરવો તે સ્મૃતિ કહેવાય છે. ચિત્તવૃત્તિ રાજસી-તામસી કે સાત્ત્વિક બહિર્મુખતાને છોડે તેને વૃત્તિનિરોધ કહેવાય. (ગા.૨-૫)
મહર્ષિ પતંજલિના કથનાનુસાર, અભ્યાસ અને વૈરાગ્યથી વૃત્તિનિરોધ થાય છે. અભ્યાસ એટલે કે કેવળ ચિત્તમાં જ રહેવા સ્વરૂપ ચિત્તનો પરિણામ. વૈરાગ્ય એટલે કે બીજાને આધીન ન થવું. શબ્દાદિ વિષયો અને દેવલોક વગેરેની તૃષ્ણા વગરનાને આસક્તિ રવાના થાય છે અને વશીકાર નામનો અપર વૈરાગ્ય પ્રગટે છે. જેને પુરુષ અને પ્રકૃતિના ભેદનું જ્ઞાન થયું હોય તેવા પુરુષને ગુણો ઉપરની સત્ત્વ - રજસ્ તમો ગુણાત્મક પ્રકૃતિ ઉપરની આસક્તિ ચાલી જવાથી ગુણવૈતૃષ્ણ નામનો પ૨ (= શ્રેષ્ઠ) વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. બહિર્મુખતાનો વિલય કરાવવા દ્વારા આ વૈરાગ્ય વૃત્તિનિરોધમાં ઉપકારી થાય છે. વૃત્તિનિરોધવિષયક અભ્યાસ શાંતરસપ્રવાહ દેખાડવા દ્વારા ચિત્તવૃત્તિનિરોધમાં ઉપકારી થાય છે. (ગા.૬-૧૦) આ રીતે અભ્યાસ અને વૈરાગ્યના માધ્યમથી તામસી વગેરે ચિત્તવૃત્તિઓનો પ્રતિરોધ થવો તે ‘યોગ' કહેવાય. આમ પતંજલિ ઋષિનું મંતવ્ય છે.
–
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org