________________
द्वात्रिंशिका
• ૯ થી ૧૩ બત્રીસીનો ટૂંકસાર
25
તત્ત્વમાર્ગમાં જિજ્ઞાસા પણ પ્રગટ થતી નથી. ક્ષેત્રરોગ (= અનેક નવા રોગને ખેંચી લાવે તેવો રોગ) આવે તો જીવને પથ્ય ખાવાની ઈચ્છા નથી થતી પણ અપથ્યની જ ઈચ્છા થાય છે. તેવું અચરમાવર્તી જીવ વિશે જાણવું. યોગાચાર્ય ગોપેન્દ્રની આ વાત યુક્તિસંગત પણ છે કારણ કે તત્ત્વજિજ્ઞાસા થાય તો પણ પુરુષનો પરાભવ કરવાનો પ્રકૃતિનો અધિકાર પાછો ફરવા માંડે છે. (ગા.૧૭-૨૧) ચરમાવર્ત કાળમાં આત્મા ઉપરથી પ્રાકૃતિક આધિપત્યના વળતા પાણી થાય છે.
·
ગ્રંથકારશ્રી આગળ વધતાં બીજી મહત્ત્વની વાત જણાવે છે કે ભાવ જ મોક્ષનું મુખ્ય કારણ છે. ચ૨માવર્તમાં ભાવને કારણે જ ક્રિયા પણ યોગસ્વરૂપ બને છે. સિદ્ધરસ તાંબાને સોનારૂપે બનાવે છે તે રીતે ભાવ પણ ક્રિયાને યોગસ્વરૂપ બનાવે છે. જ્યાં ક્રિયા ભાવથી એકરસ બની ગઈ હોય ત્યાં ક્રિયા નાશ પામ્યા પછી પણ ભાવની હાજરી હોય છે. બૌદ્ધ લોકો પણ આવી ક્રિયાને સુવર્ણઘટ સમાન કહે છે. ફૂટેલ સુવર્ણઘટની જેમ સંયોગવિશેષમાં ક્રિયા રવાના થવા છતાં પણ તાત્ત્વિક ભાવ ફળને આપે છે. ભૂમિગત પાણીની શિરા સમાન ભાવ છે અને ભૂમિ ખોદવા સમાન ધર્મક્રિયા છે. ભાવ વિનાની એકલી ધર્મક્રિયાથી કરેલ પાપક્ષય દેડકાના ચૂર્ણ સમાન છે. જેમ વરસાદ પડે તો ફરીથી તે ચૂર્ણમાંથી ઢગલાબંધ દેડકાઓ પેદા થઈ શકે છે. તેમ ભાવશૂન્ય ધર્મક્રિયાને કરનારો જીવ નિમિત્ત મળતાં પાછો પાપોથી ભારે થાય છે. જ્યારે ભાવયુક્ત ધર્મક્રિયાથી થયેલ પાપક્ષય દેડકાની રાખતુલ્ય છે. મુશળધાર વરસાદ પડવા છતાં દેડકાની રાખમાંથી નવો એક પણ દેડકો ઉત્પન્ન થતો નથી. તેમ તાત્ત્વિક પ્રણિધાનાદિ ભાવોથી પાપ કર્મ અને તેના અશુભ અનુબંધો મૂળમાંથી બાળી નાખ્યા પછી ગમે તેવા પ્રતિકૂળ સંયોગમાં પણ તે આધ્યાત્મિક પુરુષને નવા પાપકર્મનો બંધ કે ભવપરંપરાની વૃદ્ધિ થાય નહિ. આમ પ્રણિધાનાદિ આધ્યાત્મિક ભાવો મોક્ષનું કારણ છે અને ક્રિયા ભાવનું કારણ છે. આમ ક્રિયા મોક્ષનું સીધું કારણ નથી. પણ પરંપરાએ તે મોક્ષનું કારણ બને છે. (ગા.૨૨ થી ૨૭)
યોગ જ્ઞાનનયથી જ્ઞાનપરિણામસ્વરૂપ છે અને ક્રિયાનયથી તપ-ત્યાગાદિમાં શક્તિ ફોરવવા સ્વરૂપ છે. વળી, આવો યોગ આત્મવ્યાપારસ્વરૂપ છે. જીવનો બોધ-ક્રિયા વગેરે બદલાય છે પણ નિશ્ચયનયથી જીવ ક્યારેય બદલાતો નથી. માટે જીવની ક્રિયાને યોગ રૂપે જણાવેલ છે. પણ જીવને યોગરૂપે કહેલ નથી. આચારાંગમાં પણ જણાવ્યું છે કે ‘ઉપાધિ કર્મથી જ થાય છે.' માટે ઔપાધિક ભાવો (= વૈભાવિક પરિણામો) અનિત્ય છે. અને પોતાના ચૈતન્યાદિ મૌલિક ભાવવાળો આત્મા નિત્ય જ છે. દ્રવ્ય = આત્મા અને પરિણામની = ક્રિયાની વચ્ચે કથંચિત્ ભેદ છે તેમજ કથંચિત્ અભેદ છે. તેમ છતાં શુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિએ ઔપાધિક ભાવો - સાંયોગિક પરિણામો - વૈભાવિક અવસ્થાઓ મિથ્યા છે, કાલ્પનિક છે. આ બાબતનું ખૂબ જ સચોટ રીતે મહોપાધ્યાયજી મહારાજે નિરૂપણ કરેલ છે. આ પ્રસંગે અદ્વૈતવાદ, (જ્ઞાનાદ્વૈતવાદ-બ્રહ્માદ્વૈતવાદ-શબ્દાદ્વૈતવાદ) શૂન્યવાદ, નૈરાત્મ્યવાદના ઉદ્ભવની કારણીભૂત મૂળભૂત દૃષ્ટિનો તથા સમયસાર અધ્યાત્મબિંદુ વગેરે ગ્રંથોની શૈલીનો, સ્યાદ્વાદપદ્ધતિની મર્યાદામાં રહીને, ઉપયોગ ગ્રંથકારશ્રીએ કરેલ છે. આ તેઓશ્રીની એક અલૌકિક-અનુપમ-દુર્લભ વિશિષ્ટતા છે.
મહોપાધ્યાયજી મહારાજ કહે છે કે જિનશાસન સર્વનયમય છે. તેથી એક પણ નયની બાદબાકી કરવામાં આવે, કોઈ પણ નયનો અપલાપ કરવામાં આવે તો પરમાર્થથી સ્યાદ્વાદશાસનનો જ ઉચ્છેદ થઈ જાય. માટે પ્રયોજનવિશેષને લક્ષમાં રાખીને, શ્રોતાની ભૂમિકાને ધ્યાનમાં રાખીને અવસરે કોઈ એક નયને મુખ્ય બનાવીને પણ ધર્મદેશના આપી શકાય છે. અનેકાન્તવાદના ઘટક સ્વરૂપે જે નયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org