________________
24
• ૯ થી ૧૩ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका બીજી બધી બત્રીસીઓની અપેક્ષાએ નવમી કથા બત્રીસી ખૂબ સરળ છે. પણ તેનો વિષય ખૂબ મહત્ત્વનો અને ગંભીર છે. આ વાત ભૂલાવી ન જોઈએ.
૧૦. યોગલક્ષણહાવિંશિકઃ ટૂંક્યાર ૯મી બત્રીસીમાં જણાવેલી ધર્મકથા વગેરે સાંભળવાથી યોગ્ય શ્રોતાને તેના ફળસ્વરૂપે યોગની પ્રાપ્તિ થાય છે. તેથી ૧૦મી બત્રીસીમાં યોગ, યોગનું લક્ષણ, યોગના પ્રકાર, યોગનો કાળ, યોગના અધિકારી-અનધિકારીના લક્ષણ, યોગના મુખ્ય ઘટકો, નિશ્ચય-વ્યવહારથી યોગનું સ્વરૂપ, યોગનું ફળ વગેરે બાબતોને મુખ્યતયા વણી લીધેલી છે. પ્રારંભમાં જ યોગનું લક્ષણ બાંધતા ગ્રન્થકારશ્રી કહે છે કે મોક્ષની સાથે સંબંધ કરાવે એવી પ્રવૃત્તિને યોગ કહેવાય. (ગા.૧) જીવને ચરમ પુદ્ગલ પરાવર્તમાં જ “યોગ' મળે છે. તે મોક્ષનું અંતરંગ કારણ છે તથા મુખ્ય કારણ છે. અચરમ પુદ્ગલપરાવર્તમાં મિથ્યાત્વથી વ્યાપ્ત જીવ મોક્ષમાર્ગની સન્મુખ થતો નથી. કારણ કે અચરમાવર્તમાં જીવ ભવાભિનંદી હોય છે, સંસારરસિક હોય છે. ધર્મ કરે તો પણ હૈયામાં લૌકિક ભાવોને જ ભવાભિનંદી જીવો પકડી રાખતા હોય છે. યોગદષ્ટિ સમુચ્ચય વગેરે ગ્રંથના આધારે ગ્રન્થકારશ્રીએ ભવાભિનંદી જીવના લક્ષણ બતાવેલ છે કે તે (૧) શુદ્ર, (૨) લોભરતિવાળો, (૩) દીન, (૪) મત્સરી, (૫) ભયભીત, (૬) શઠ, (૭) અજ્ઞાની અને (૮) નિષ્ફળ આરંભવાળો હોય છે. (ગા.૨ થી ૫)
ભવાભિનંદી જીવો ધર્મ કરે તો પણ લોકપંક્તિથી ધર્મ કરે છે. લોકપંક્તિ = લોકોને ખુશ કરવા પ્રવૃત્તિ કરવી. આવી ધર્મક્રિયા માત્ર નિષ્ફળ નથી જતી પણ વિપરીત ફળ લાવનારી થાય છે. અહીં એક નોંધ લેવી કે ધર્મ કરતા કરતા લોકોમાં પ્રશંસાને પાત્ર બનીએ તે સારું છે. પણ પ્રશંસા માટે ધર્મ કરવો તે યોગ્ય નથી. (ગા.૬ થી ૮) જેઓને ધર્મનું તાત્ત્વિક માહાભ્ય ખબર ન હોય પરંતુ ધર્મ કરવાની પાછળ ભોગતૃષ્ણા પોષવાની વૃત્તિ કે દેવલોકના સુખનો આશય પણ ન હોય તેવા ધર્માચરણવાળા જીવોની ધર્મક્રિયા કંઈક સારી કહી શકાય. પરંતુ તાત્ત્વિક શુદ્ધિ તો પ્રણિધાનાદિસહિત એવી ધર્મક્રિયામાં જ હોય છે. (ગા.૯) ધર્મક્રિયામાં તાત્ત્વિક શુદ્ધિ અને પ્રબળ પુષ્ટિની પરંપરા પ્રણિધાનપ્રવૃત્તિ-વિધ્વજય-સિદ્ધિ-વિનિયોગ આ પાંચ પરિબળોથી આવે છે. (ગા.૧૦)
આ પાંચેયના ક્રમશઃ લક્ષણને જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે – પ્રણિધાન એટલે સ્થિર, કરુણાયુક્ત, પરોપકાર પ્રધાન, પાપવર્જિત ચિત્ત. ધર્મસ્થાનમાં વિશેષ પ્રકારના પ્રયત્નથી ઉભી થયેલી સ્થિર ( = પ્રણિધાન પૂર્વકની) અને અન્ય તુચ્છઅભિલાષ વિનાની ચિત્તપરિણતિને પ્રવૃત્તિ કહેવાય. શરૂ કરેલ પ્રવૃત્તિને વિશે વિધ્વજય ત્રણ પ્રકારે છે. (૧) કંટકતુલ્ય બાહ્ય વ્યાધિ પર જય, (૨) જ્વર જેવા આંતરિકવ્યાધિ ઉપરનો જય અને (૩) દિલ્મોહસમાન મિથ્યાત્વ ઉપર જય. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ વિધ્વજયથી જીવ ધર્મનો તાત્ત્વિક અનુભવ કરે છે. તેને સિદ્ધિ જાણવી. બીજાને ધર્મમાં જોડવા તે વિનિયોગ કહેવાય. તે પ્રકૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનું કારણ છે. પ્રણિધાનાદિ પાંચ પરિબળો વિનાની ક્રિયા ભાવધર્મ માટે થતી નથી, ઊલટું નુકસાન માટે થાય છે. (ગા.૧૧ થી ૧૬)
ઘાસમાંથી સીધેસીધું ઘી બનતું નથી તે રીતે અચરમાવર્તકાળમાં રહેલા જીવ પાસે પ્રણિધાન વગેરે ન હોવાથી તેને સીધેસીધી યોગમાર્ગની પ્રાપ્તિ થાય તેવી શક્યતા નથી. તેથી ચરમાવર્ત કાળ માખણતુલ્ય મનાય છે. તે સમયે જ જીવમાં નિર્મળ આશય પ્રગટે છે. ગોપેન્દ્ર નામના અન્યદર્શની યોગાચાર્ય પણ જણાવે છે કે પ્રકૃતિનો (= કર્મનો) પુરુષ = આત્મા ઉપરથી અધિકાર હટે નહિ ત્યાં સુધી પુરુષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org