________________
23
द्वात्रिंशिका
• ૯ થી ૧૩ બત્રીસીનો ટૂંકસાર • ફળ આપે). (૨) કસાઈનો ધંધો કરનાર મરીને નરકમાં જાય (=આ ભવના પાપથી પરલોક બગડે.) (૩) પૂર્વભવમાં કરેલ પુસ્તકનાશ આદિ પાપના ઉદયથી વર્તમાનમાં ભૂલા-લંગડા-બોબડાપણું મળે. (=પૂર્વભવના પાપનું વર્તમાનમાં ફળ મળે) (૪) સાપ-સિંહના ભવમાં કરેલા પાપોથી નરકાદિની સજા થાય. (=પૂર્વભવના પાપ પરલોકમાં ફળ આપે.) (ગા.૧૫) “થોડા પણ પ્રમાદનું ફળ અત્યંત ભયંકર છે.” આ પ્રમાણે વિસ્તારથી વર્ણન નિર્વેજની કથાનો રસ છે. (ગા.૧૬)
આપણી કથા=મૂડી. વિક્ષેપણી કથા=વ્યાજ. માટે શિષ્યને પહેલાં આપણી કથા કહીને પછી વિક્ષેપણી કથા કહેવી. આવું કરવાથી માત્ર બાહ્ય ખંડન-મંડન અને ચર્ચામાં ફસાઈ ન જાય તથા પોતાના આચાર વગેરેની તે શિષ્ય ઉપેક્ષા કરતો ન થાય. (ગા.૧૭) “આક્ષેપણી કથાથી ખેંચાયેલા જીવો સમ્યગ્દર્શન પામે છે જ્યારે વિક્ષેપણી કથામાં ભજના છે. કદાચ જીવ ગાઢ મિથ્યાત્વ પણ પામે.” આમ દશવૈકાલિકનિર્યુક્તિમાં જણાવ્યું છે. આપણી કથા અમૃતની જેમ ચોક્કસ લાભ કરાવે છે. જ્યારે ઝેરતુલ્ય વિક્ષેપણી કથા સંભળાવવા માટે શ્રોતાની બુદ્ધિ પરિકર્મિત કરી, તેનામાં મધ્યસ્થતા લાવવી પડે છે. ગ્રંથકારશ્રીએ દશવૈકાલિકનિયુક્તિના આધારે આ બધી બાબત એકદમ સ્પષ્ટ કરેલ છે. (ગા.૧૮-૧૯)
જે કથામાં ધર્મ-અર્થ અને કામ પુરુષાર્થની વાતો ભેગી આવતી હોય તે મિશ્રકથા કહેવાય. સ્ત્રીભોજન-રાજા-દેશ-નટ-નર્તક વગેરેની કથા વિકથા કહેવાય. વિકથા પારકી પંચાત સ્વરૂપ હોવાથી તેને મુમુક્ષુએ-મુનિએ અવશ્ય છોડવી જોઈએ. (ગા. ૨૦)
વળી વ્યવહારનયનું નિરૂપણ ૨૦ ગાથા સુધી કર્યા બાદ ગ્રન્થકારશ્રીમદ્જી નિશ્ચય નયનું મંતવ્ય જણાવતા કહે છે કે વક્તાના આશયથી પરિણામથી પણ કથા ફલતઃ અકથા કે વિકથા પણ બની શકે છે. માટે જ એક જ કથા એક પાસે સાંભળવામાં શુભ પરિણામ જાગે અને બીજા પાસે સાંભળવામાં અશુભ પરિણામ જાગે તેવું બનતું હોય છે. આમ ઉપદેશકનો આંતરિક પરિણામ શ્રોતા માટે મહત્ત્વનું પરિબળ છે. માટે જ દશવૈકાલિકનિયુક્તિમાં જણાવ્યું છે કે ““મિથ્યાત્વનો અનુભવ કરનારને અજ્ઞાની જ જાણવો. તે જે કથા કહે તે અકથા જ છે. તથા તપ-સંયમ ગુણને ધારણ કરનાર ઉપદેશકની વાણી જિનપ્રવચનમાં કથા કહેવાયેલ છે.” ઘણીવાર સાધુ દ્વારા પ્રમાદથી બોલાયેલા શબ્દો અકથા પણ વિશિષ્ટ લાયકાતવાળા શ્રોતા માટે કથા બની શકે. (ગા.૨૧ થી ૨૪)
કામવાસના જગાડતી કથા મોક્ષાભિલાષી સાધુએ ક્યારેય ન કરવી જોઈએ. પણ તપ-નિયમથી સમૃદ્ધ અને સંવેગ-નિર્વેદ કરાવનારી કથા પંડિતે કરવી. અતિવિસ્તારથી પણ કથા ન કરવી કે જેમાં શ્રોતા તાત્પર્યને પકડી જ ન શકે. ધીરજવાળા અને વિસ્તૃત-ગહન કથાને સમજવાની શક્તિવાળા શિષ્યને તો વિસ્તારપૂર્વક તમામ બાબતો સમજાવવી. જેથી તેનામાં જિનાગમ પ્રત્યે અહોભાવ અને તાત્ત્વિક શ્રદ્ધા વધે. (ગા.૨૫ થી ૨૮) ધર્મરત્ન પ્રકરણની ૧૦૬મી ગૂઢ ગાથાને લક્ષમાં રાખીને ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે વિધિ-ઉદ્યમ-ભય-ઉત્સર્ગ-અપવાદનો વિભાગ વકતાને જાણમાં હોવો જોઈએ. અને ખુલાસા પૂર્વક તે તે રીતે કથા કરવાની આવડત જોઈએ. બાકી એક જ વાતને પકડવામાં શ્રોતામાં એકાંતવાદ મિથ્યાત્વ આવી શકે. ધર્મકથા કરનાર વક્તા આચારથી કદાચ ઢીલા હોય તો ચાલે પણ પરમાત્માના આંતરિક આશય મુજબ શ્રોતાને જિનશાસનમાં આદર થાય તે રીતે કથા કહેવાની કળા તો તેની પાસે હોવી જ જોઈએ. કર્મવશ ક્રિયાહીન બનેલા હોવા છતાં તત્ત્વજ્ઞાની એવા શુદ્ધકરૂપક સારા. પણ જ્ઞાનહીન ક્રિયાજડ સારા નહિ. આમ યુક્તિસંગત કથા કરનાર પંડિત સાધુ મોક્ષને મેળવે છે. (ગા.૨૯-૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org