________________
22
द्वात्रिंशिका
(\૯ થી ૧૩ બત્રીસીનો ટૂંક્યાર)
૯. કથાદ્વાચિંશિક ટૂંક્યાર નવમી બત્રીસીમાં ગ્રંથકારશ્રીએ કથા, કથાના પ્રકાર, કથાના લક્ષણ, અકથા તથા વિકથાનું સ્વરૂપલક્ષણ-પ્રકાર-ફળ, કથા કહેવાનું ફળ, ધર્મકથાના અધિકારી, ધર્મકથા કરનારની સાવધાની ઈત્યાદિ બાબતોને મુખ્ય પ્રમેયરૂપે વણી લીધેલ છે.
અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા-આમ ચાર પ્રકારની કથા છે. (ગા.૧) ધન મેળવવાના ઉપાયભૂત વિદ્યા, શિલ્પ, સામ-દામ-દંડ-ભેદ સ્વરૂપ ઉપાય વગેરે જેમાં મુખ્યતયા આવે તે અર્થકથા કહેવાય છે. (ગા.૨) રૂપ-વય-વેશ-શૃંગાર વગેરેનું વર્ણન કામકથામાં થાય છે. (ગા.૩) ધર્મકથા ચાર પ્રકારની છે. - (૧) આક્ષેપણી, (૨) વિક્ષેપણી, (૩) સંવેજની, (૪) નિર્વેદની અથવા નિર્વેજની. તેમાંથી આપણી ધર્મકથા ચાર પ્રકારે છે – આચારપ્રધાન, વ્યવહારપ્રધાન, પ્રજ્ઞપ્તિપ્રધાન અને દૃષ્ટિવાદપ્રધાન. જેમાં આચારની વાતો મુખ્યતયા કહેવાય તે આચારપ્રધાન આપણી ધર્મકથા કહેવાય. અતિચારના પ્રાયશ્ચિત્તરૂપ વ્યવહાર બીજી, જિનવચનમાં શંકાનું સમાધાન કરવું તે ત્રીજી અને શ્રોતાની ભૂમિકા જોઈ તત્ત્વ સમજાવવું તે ચોથી આપણી ધર્મકથા છે. તેનાથી પ્રતિબોધ પામેલ શ્રોતા સ્થિર અને શાંત બને છે. (ગા.૪ થી ૭) વિદ્યા, ક્રિયા, તપ વગેરે આક્ષેપણી ક્રિયારૂપ કલ્પવેલીનો રસ=મકરન્દ છે. (ગા.૮)
વિક્ષેપણી કથા ચાર પ્રકારે છે. (૧) સ્વશાસ્ત્ર સૌપ્રથમ સમજાવી પછી પરશાસ્ત્રને બતાવવા. (૨) પર સિદ્ધાંતને જણાવી પછી સ્વશાસ્ત્રને સમજાવવા. (૩) પરશાસ્ત્રોની અસત વાતો, વિરોધી વાતો, ઘુણાક્ષરન્યાયથી સંગત થતી વાતો જણાવી સમ્યગ્વાદ જણાવવો. (૪) પહેલા સમ્યગ્વાદ સમજાવી પછી મિથ્યાવાદ જણાવવો. (ગા.૯) વિક્ષેપણી કથા શ્રોતાની માર્ગરુચિ ખતમ કરે એવી ઘણી સંભાવના છે. કારણ કે મુગ્ધ જૈનેતર શ્રોતાને તેમના સિદ્ધાંતના દોષની વાત કરીએ તો તે “જૈનો ઈર્ષ્યાખોર છે' એમ વિચારે અને તેમના સિદ્ધાંતના કેવળ ગુણ દેખાડવામાં આવે તો પોતાના ધર્મને તેઓ પ્રામાણિક માને. આનો અર્થ એવો નથી કે વિક્ષેપણી કથો કરવી જ નહિ. અવસર જોઈને જૈનેતર ગ્રંથોની વાત કરતાં તેમાં જૈન સિદ્ધાંતને ગોઠવી, જૈનેતર ગ્રંથની ખામીઓ હળવાશથી મધુર શબ્દોમાં બતાવવા દ્વારા અથવા પરસિદ્ધાંતની વાતો કરતા કરતા મોક્ષાભિમુખ બનેલ શ્રોતાને જૈનધર્મની રુચિ જાગે તો પરસિદ્ધાંતનું ખંડન ત્યારે કરી શકાય. આ કથા કડવા ઔષધ તુલ્ય જાણવી. (ગા.૧૦-૧૨)
જેમાં કડવા ફળને દેખાડીને સંવેગ પમાડવામાં આવે તે સંવેજની કથા કહેવાય. તે ચાર પ્રકારે છે. જે કથા (૧) પોતાના શરીરની અરુચિ બતાવવા દ્વારા, (૨) બીજા શરીરની અરુચિ દેખાડવા દ્વારા, (૩) મનુષ્યપણું અસાર દેખાડવા દ્વારા (=આલોકને વિશે) અને (૪) દેવ-તિર્યંચ વગેરેમાં પણ ઈર્ષ્યાદિ-પરવશતાદિ દોષો દેખાડવા દ્વારા (=પરલોકને વિશે) શ્રોતાને સંવેગ કરાવે તે સંવેજની ધર્મકથા કહેવાય. (ગા.૧૩) વૈક્રિયઋદ્ધિ વગેરે ગુણો, જ્ઞાનાદિ સંપત્તિ વગેરે સંવેજની કથાનો રસ છે. (ગા.૧૪)
શ્રોતાને નિર્વેદ=વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા માટે જે કથામાં પાપકર્મના વિપાકને કહેવાય તે નિર્વેજની કથા કહેવાય. તે ચાર પ્રકારે છે. (૧) ચોરી કરનારને જેલની સજા થવી ( આ ભવનું પાપ અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org