________________
द्वात्रिंशिका
• ૯ થી ૧૩ બત્રીસીનો ટૂંકસાર
33
(ગા.૧૫) ચરમાવર્તી જીવમાં સમુચિત યોગ્યતા હોવાથી તેને પ્રાયઃ તદ્ભુતુ અનુષ્ઠાન હોય છે. ભાગ્યે જ અનુપયોગ કે આશંસા આવવાથી તે અનનુષ્ઠાન આદિ રૂપે બને છે. (ગા.૧૬)
મહોપાધ્યાયજી મહારાજ અહીં એક પ્રશ્ન કરે છે કે તદ્ભુતુ અનુષ્ઠાન મુક્તિ-અદ્વેષ હોય તો સંભવે કે મુક્તિરાગ હોય તો ? મુક્તિઅદ્વેષ હોય ત્યાં તેને માનવામાં આવે તો અભવ્યમાં પણ તેને માનવું પડશે. અને મુક્તિરાગને તદ્ભુતુ અનુષ્ઠાનનું નિયામક માનવામાં આવે તો મુક્તિદ્વેષ વખતે તદ્ભુતુ અનુષ્ઠાનની ગેરહાજરી માનવી પડશે. આમ બન્ને બાજુ સમસ્યા આવે છે.
•
આ સમસ્યાનો જવાબ તેઓ સ્વયં આપે છે કે મુક્તિઅદ્વેષ કે મુક્તિરાગ બેમાંથી કોઈ પણ એક દ્વારા ઉત્પન્ન થયેલ ક્રિયારાગ જ તદ્ભુતુ અનુષ્ઠાનનો પ્રયોજક છે. સ્વર્ગાર્થી સ્વર્ગગામી અભવ્ય મુનિ પાસે મુક્તિદ્વેષ હોવા છતાં તે મુક્તિઅદ્વેષથી ક્રિયાનો રાગ ઉત્પન્ન નથી થતો. માટે અભવ્યમાં તતુ અનુષ્ઠાન માનવાની સમસ્યા નહિ આવે. ગ્રંથકારશ્રીની શાસ્ત્રપરિકર્મિત પ્રજ્ઞાનો પ્રકર્ષ તેમના આ સમાધાનમાં જોવા મળે છે. (ગા.૧૭ થી ૨૦) નિયાણું કરનાર જીવમાં મુક્તિદ્વેષ મુક્તિરાગને કે ક્રિયારાગને પ્રગટાવતો નથી. પરંતુ ‘‘સૌભાગ્યની કામનાથી રોહિણી તપ કરવો'' વગેરે શાસ્ત્રોપદેશ મુજબ રોહિણીતપ કરવામાં ફળકામના બાધ્ય છે. બાધ્ય = રવાના કરી શકાય તેવી. બાધ્ય ફળકામના ઉપદેશને આધીન હોય છે તથા ક્રિયારાગને ઉત્પન્ન કરવા માટે તે મુક્તિદ્વેષની અપેક્ષા રાખે છે. અર્થાત્ બાધ્ય ફળાપેક્ષા મુક્તિઅદ્વેષના સહયોગથી સદનુષ્ઠાનરાગમાં પ્રયોજક છે. માટે રોહિણીતપ, સૌભાગ્યપંચમી તપ વગેરે કરનારા ચ૨માવર્તી જીવની ફળકામના તદ્ભુતુ અનુષ્ઠાનમાં નિમિત્ત- પ્રયોજક બને તેમ હોવાથી તે તપ વિષઅનુષ્ઠાન બનવાની આપત્તિ નહિ આવે. તેથી સૌભાગ્ય વગેરે કામનાથી તપ કરવા છતાં ક્રિયારાગ વગેરેને પેદા કરવાનું કામ અહીં મુક્તિદ્વેષ દ્વારા થઈ શકે છે. માટે આવા તપને ભવભ્રમણનું કારણ કહી ન શકાય, તેને વખોડી ન શકાય. કારણ કે આનાથી આદિધાર્મિક જીવો પોતાની શ્રદ્ધાને દૃઢ કરી મોક્ષમાર્ગે આગળ વધે છે. (ગા.૨૧)
જે જીવનો મોહનીય કર્મનો ક્ષયોપશમ અત્યંત બળવાન હોય તેવા જીવોમાં સમુચિત યોગ્યતા પ્રગટ થતાં તેનામાં મુક્તિઅદ્વેષ આવે છે અને ફલાપેક્ષા બાધ્ય બને છે. આવા જીવોને મોક્ષમાર્ગમાં પ્રવેશ કરાવવા માટે શાસ્ત્રાધારે રોહિણી વગેરે તપ અપાય છે. આનું સમર્થન પંચાશકમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કરેલ છે. આ રીતે સદનુષ્ઠાનનો પ્રાણ ક્રિયારાગપ્રયોજક મુક્તિઅદ્વેષ છે અને તે જ ગુણાનુરાગનું બીજ છે- એવું નક્કી થાય છે. આવો મુક્તિદ્વેષ આવ્યા બાદ જીવમાં ‘‘મારૂં ભવભ્રમણ સીમિત છે” એવો આત્મવિશ્વાસ પ્રગટે છે. તેથી ધર્માત્મામાં પ્રાયઃ ભય રહેતો નથી. અનંતા પુદ્ગલપરાવર્તની અપેક્ષાએ એક પુદ્ગલ પરાવર્ત એટલે સિંધુમાં બિંદુ જેવો સંસાર તે જીવને અનુભવાય છે. કંપનીને વફાદાર સેલ્સમેનને મુસાફરી અને ઉજાગરા ત્રાસદાયક નથી લાગતા પણ ઓર્ડર મળવાનો આનંદ મળે છે. તેમ આવા જીવને સાધનાના કષ્ટો આનંદપ્રદ અને લાભદાયી બને છે. મનની નિર્મળતાથી
વીર્યોલ્લાસ પ્રગટે છે. તેનાથી સ્મૃતિ પટુ-તેજસ્વી થાય છે. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધતાં તેનું મન સાધનામાં સ્થિર થાય છે. અને જીવ પરમાનંદને મેળવે છે. (ગા.૨૨ થી ૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org