________________
• ચોથતાંરિપવિષ્યમ્ •
८८१ तत्परिपाकार्थमेव हेत्वन्तराऽपेक्षणादित्याचार्याः ।।२८।। दिदृक्षा भवबीजं चाऽविद्या चाऽनादिवासना। भग्येषैवाश्रिता सांख्य-शैव-वेदान्ति-सौगतैः।।२९।।
र्थ्यप्रसक्तिः, तत्परिपाकार्थमेव = आत्मनिष्ठबन्धयोग्यतापरिपाककृते एव हेत्वन्तराऽपेक्षणात् = कालाऽपेक्षया हेत्वन्तरस्य गुरुदेवादिपूजनादिलक्षणस्य पूर्वसेवाद्यपराभिधानस्याऽपेक्षणाद् इति आचार्याः = श्रीहरिभद्रसूरयो व्याचक्षते । यथाऽपक्वकदलिफलं तरुस्थितं सत् कालेन परिपाकमुपैति तृणादिसहकारेण च झटिति परिपाकमुपैति । पाकदशायां तदीयत्वक्सम्बन्धोऽपि शैथिल्यमापद्यते तथैव भोगमार्गावस्थितभव्यजीवगता कर्मबन्धयोग्यताऽपि केवलेन कालेन विलम्बतः परिपाकमुपैति, यथाऽवस्थितयोगपूर्वसेवादिसहकारेण च द्रुतं परिपाकमुपैति । आत्मगत-कर्मबन्धयोग्यतापरिपाकदशायां च तज्जीवकर्मसम्बन्धविशेपोऽपि शैथिल्यमापद्यते । अत एव चरमावर्तकाले निर्दम्भं योगपूर्वसेवादिसाचिव्येनाऽऽविर्भूताऽपुनर्बन्धकत्वो योगी सप्ततिकोटाकोटिकालप्रमितस्थितिककर्मसम्बन्धकरणे नैव व्याप्रियते । इत्थं केवलकालप्रारब्ध-समुचितयोग्यताशालिनि चरमावर्तवर्तिनि जीवे या कर्मबन्धयोग्यता वर्तते कात्स्न्येन झटिति तत्परिपाकार्थं योगपूर्वसेवाद्यपेक्षा युज्यत एवेत्याचार्याऽऽशयः प्रतिभात्यस्माकम् ।।१२/२८।।
આત્મગત કર્મબંધયોગ્યતા બદલી જવાથી કર્મબંધ રૂપી ફળમાં પણ ભેદ પડી જાય છે. આ વાત તો જ સંગત થાય જો કર્મબંધ સ્વરૂપ કાર્ય પ્રત્યે આત્મગત યોગ્યતાને તેનું નિયામક માનવામાં આવે. જેના ફેરફારથી જેમાં ફેરફાર થાય તેને તેનું કારણ માન્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો જ નથી. આત્મામાં રહેલી કર્મબંધયોગ્યતા એ કર્મબંધનું અંતરંગ કારણ છે. તેના પરિપાક માટે જ પૂર્વસેવા વગેરે સાધનોનું અવલંબન લેવામાં આવે છે -એમ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ ફરમાવે છે. (૧૨/૨૮)
વિશેષાર્થ :- ઘણી બાબત ટીકાર્યમાં અવસરોચિત કાઉંસ ( ) દ્વારા દર્શાવેલ છે. છતાં અહીં એટલો વિવેક રાખવો કે કાર્મણવર્ગણામાં કર્મબંધની બહિરંગ યોગ્યતા છે. જ્યારે દેહધારી આત્મામાં કર્મબંધની અંતરંગયોગ્યતા રહેલી છે. ચરમાવર્ત કાળ દ્વારા આત્મગત કર્મબંધસંબંધી અંતરંગયોગ્યતાનો પરિપાક થાય છે. દા.ત. કાચુ કેળું જેમ જેમ પાકે તેમ તેમ છાલમાં કેળા સાથેનો સંબંધ શિથિલ થતો જાય છે. બરાબર આ જ રીતે આત્મામાં રહેલી કર્મબંધયોગ્યતા જેમ જેમ પાકતી જાય છે તેમ તેમ કર્મબંધમાં અમુક ચોક્કસ પ્રકારની શિથિલતા આવતી જાય છે. પરંતુ ઝાડ ઉપર કેળાને પાકવામાં વધુ વાર લાગે. ઘાસ, પાંદડા વગેરેમાં મૂકવામાં આવે તો તે જલ્દી પાકી જાય છે. તેમ માત્ર કાળ દ્વારા જીવગત કર્મબંધયોગ્યતાનો પરિપાક થવામાં ઘણો સમય નીકળી જાય છે. ચરમાવર્તમાં આવ્યા બાદ પણ દીર્ઘકાળ સંસારભ્રમણ ચાલુ ના રહે તે માટે આત્મગત કર્મબંધયોગ્યતાનો ઝડપથી પરિપાક થવો જરૂરી છે. તે માટે યોગની પૂર્વસેવા વગેરે સાધનોની અપેક્ષા અવશ્ય રહે છે. તેના માધ્યમથી કર્મબંધની યોગ્યતા ઝડપથી પાકી જાય છે, કર્મબંધ અત્યંત શિથિલ થતો જાય છે. આમ કાળકૃત યોગ્યતાપરિપાકથી ભિન્ન યોગ્યતા પરિપાક માટે યોગપૂર્વસેવા વગેરે સાધનો ઘણા ઉપકારી નિવડે છે. આવો શ્રીહરિભદ્રસૂરિજી મહારાજનો આશય યોગબિંદુ ગ્રંથના પરિશીલન દ્વારા સૂચિત થાય છે. (૧૨/૨૮)
જ ર્મબંધયોગ્યતા વિવિધ દર્શનોમાં માન્ય છે. ગાથાર્થ - દિક્ષા, ભવબીજ, અવિદ્યા અને અનાદિવાસના શબ્દ દ્વારા સાંખ્ય, શૈવ, વેદાન્તી ૨. દસ્તીર્ણો “મંચે..' રૂત્રશુદ્ધ: 8: ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org