________________
८३४
mca
• સ્મૃતિશક્તિ પરીક્ષા •
ક ૧૧. નરલતાની અનુપેક્ષા (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. દષ્ટાંત દ્વારા ચિત્ત પદાર્થને સમજાવો. ૨. વિકલ્પ અને ભ્રમમાં તફાવત સમજાવો. ૩. વૃત્તિનિરોધ કોને કહેવાય ? તે સમજાવો. ૪. સાંખ્યમતે વૃત્તિનો નિરોધ સમજાવો. ૫. ચિત્તવૃત્તિનિરોધનું બીજું સાધન વૈરાગ્ય સમજાવો. ૬. “ચિત્ત સ્વપ્રકાશ્ય નથી” એવી પૂર્વપક્ષની દલીલ સમજાવો. ૭. પતંજલિમતે પુરુષમાં ભોગનો વ્યવહાર કઈ રીતે કરાય છે ? તે સમજાવો. ૮. સાંખ્યમતે સંસારી અને મુક્ત અવસ્થા કઈ રીતે સંગત થશે ? (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. પતંજલિ ઋષિએ જણાવેલ યોગનું લક્ષણ જણાવો. ૨. પતંજલિ ઋષિના મતાનુસારે ચિત્તની ૨ દશા કઈ છે ? ૩. ભાવપ્રત્યય કોને કહેવાય ? ૪. અભ્યાસ એટલે શું ? ૫. અપર વૈરાગ્ય કોને કહેવાય ? ૬. વૃત્તિનિરોધવિષયક અભ્યાસનું ફળ જણાવો. ૭. પાતંજલયોગ મુજબ જડ એવી પ્રકૃતિમાં પુરૂષાર્થકર્તવ્યતા માનવી કેમ યુક્તિસંગત નથી ? ૮. પુરુષમાં પ્રતિબિંબનો વિચાર સંક્ષેપમાં કહો. ૯. પરાર્થકત્વનો અર્થ જણાવો. ૧૦. પાતંજલ મતે માન્ય અહંકારનો ઉચ્છેદ કઈ રીતે થશે ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. સાંખ્યમતે જગત .......... છે. (ત્રિગુણાત્મક, દ્વિગુણાત્મક, એકગુણાત્મક) ૨. એક જ વાયુના પાંચ પ્રકાર .......... ભેદ દ્વારા પડે છે. (કારણ, કાર્ય, ઉભય) ૩. પુરુષમાં ફૂટસ્થનિત્યતા .......... છે. (સંગત, અસંગત, યોગ્ય) ૪. પાતંજલમતે પુરુષ કમલપત્રવત્ .......... મનાય છે. (નિર્લેપ, લેપયુક્ત, ભોક્તા) ૫. પાતંજલમતે આત્માનું .......... પણું સિદ્ધ થાય છે. (પરિણામી, અપરિણામી, અનિત્ય) ૬. પાતંજલમતે ચિત્ત .......... નથી. (પરપ્રકાશ્ય, સ્વપ્રકાશ્ય, ઉભયપ્રકાશ્ય) ૭. ........ પ્રકારની ચિતશક્તિનું નિરૂપણ પાતંજલ કરે છે. (૫,૩,૨). ૮. પાતંજલમતે બુદ્ધિ ........ ને પ્રકૃતિ .......... છે. (એક, અનેક, ૩, ૨, સંખ્યાત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org