________________
सम्भूयमिलितार्थक्रियाकरणमीमांसा
८०१
प्रमाणं मृग्यते । कृत्याद्याश्रयव्यतिरिक्ते आत्मनि प्रमाणमन्वेषणीयमित्यर्थः । न च
पारार्थ्यनियता
परार्थकत्वव्याप्या संहत्यकारिता
=
,
सम्भूयमिलिताऽर्थक्रियाकारिता मानं = अतिरिक्तात्मनि प्रमाणम् । यत्संहत्याऽर्थक्रियाकारि तत्परार्थं द्रष्टं यथा शय्या-शयनाऽऽसनाद्यर्थाः । सत्त्वरजस्तमांसि च चित्तलक्षणपरिणामभाजि संहत्यकारीणि । अतः परार्थानि । यश्च परः सिद्धिर्न स्यात्, तं विनैव तदुपपत्तेः । अत एव साङ्ख्य-योगैः कृत्याद्याश्रयव्यतिरिक्ते आत्मनि प्रमाणं अन्वेषणीयं मार्गणीयं स्यात् । जैनमते तु कृत्यादेरेव देहादिभिन्नाऽऽत्मसाधकत्वं सम्भवति । न चैतत्पातञ्जलैः वक्तुं पार्यते, अपसिद्धान्तापातात् । अत एव कृत्याद्यतिरिक्तं महत्तत्त्वाऽतिरिक्तात्मसाधकं प्रमाणं पातञ्जलैरन्वेषणीयमित्यर्थः । न च परार्थकत्वव्याप्या सम्भूयमिलितार्थक्रियाकारिता अतिरिक्तात्मनि प्रमाणं = कर्तृत्वभोक्तृत्वाद्याश्रयभिन्न पुरुषसाध्यकानुमितिहेतुः । तदेव स्पष्टयति- 'यदि'ति ।
मानं
–
=
=
•
વ્યવહારની સંગતિ બુદ્ધિ દ્વારા જ થઈ જતી હોય તો પછી કૃતિ, ભોગ વગેરેના આશ્રયથી ભિન્ન એવા આત્માને સ્વીકારવા માટે કોઈક પ્રમાણ શોધવું પડશે. (મતલબ કે પાતંજલ વિદ્વાનોએ બતાવેલી પ્રક્રિયા મુજબ તો આત્માને માનવામાં ન આવે તો પણ તમામ લોકવ્યવહારની સંગતિ થઈ શકે છે. આત્માએ જે કામ કરવાનું છે તે કામ પાતંજલ વિદ્વાનોને માન્ય બુદ્ધિ = મહત્ તત્ત્વ = ચિત્ત કરી શકે તેમ છે તો શા માટે બુદ્ધિભિન્ન સ્વતંત્ર આત્માને સ્વીકારવો ? જૈન મત મુજબ તો પ્રયત્ન, સુખ, દુઃખ વગેરે ગુણધર્મો જ દેહાદિભિન્ન એવા આત્માના સાધક બની શકે છે. પરંતુ પાતંજલ વિદ્વાનોના મતે તો તેના આશ્રયરૂપે મહત્ તત્ત્વ = બુદ્ધિ જ સ્વીકારવામાં આવે છે. માટે બુદ્ધિભિન્ન આત્માની સિદ્ધિ માટે કોઈક નવું પ્રમાણ પાતંજલ વિદ્વાનોએ શોધવું પડશે.)
* પાતંજલમતે આત્મસાધક પ્રમાણનો અભાવ છે
Jain Education International
•
પાતંજલ ઃ- પરાર્થકત્વને વ્યાપ્ય એવી સંહત્યકારિતા જ બુદ્ધિ વગેરેથી ભિન્ન એવા આત્માને સિદ્ધ કરવામાં પ્રમાણભૂત હેતુ છે. ‘સંહત્યકારિતા’નો અર્થ છે ભેગા થઈને કામ કરવું. સત્ત્વગુણ, રજોગુણ વગેરે ઉપાદાન કારણોએ પરસ્પર ભેગા થઈને સુખાદિનો ભોગવટો (= મિલિત અર્થક્રિયા) કરવો. આ હેતુ બુદ્ધિ વગેરેથી ભિન્ન એવા આત્માને સિદ્ધ કરી શકશે. કારણ કે આ હેતુ પરાર્થકત્વનો વ્યાપ્ય છે. પરાર્થકત્વનો અર્થ છે પોતાનાથી ભિન્ન માટે હોવાપણું. દાર્શનિક પરિભાષા મુજબ કહેવું હોય તો એમ કહી શકાય કે ચિત્તસ્વરૂપ પરિણામને ધારણ કરનારા એવા સત્ત્વગુણ, રોગુણ અને તમોગુણ પરાર્થ છે. (= પોતાનાથી ભિન્ન એવા પદાર્થ પુરુષ આત્મા માટે છે.) કારણ કે તે સંહત્યકારી છે. જે જે સંહત્યકારી = સંભૂય અર્થક્રિયાકારી મિલિતકાર્યકારી ભેગા થઈને કામ કરતા હોય તે તે પરાર્થ = પોતાનાથી ભિન્ન પદાર્થ માટે હોય, જેમ કે મકાન, પથારી, આસન, વાહન વગેરે પદાર્થો. મકાન, પથારી વગેરે ભેગા થઈને જે કામ કરે છે તે પોતાના માટે નહિ પરંતુ પોતાનાથી ભિન્ન એવા દેવદત્ત વગેરેના ભોગવટા માટે છે. મકાન કાંઈ મકાન માટે નથી પણ માલિકને રહેવા માટે છે. પથારીમાં કાંઈ પથારી સૂતી નથી. પણ પથારીથી ભિન્ન એવા દેવદત્ત વગેરેને સૂવા માટે પથારી પથરાય છે. મતલબ કે મકાન બંધાય છે, ગાદલા વગેરે પથરાય છે, તકીયો ગોઠવાય છે, પંખો ચાલુ થાય છે - આ બધું કાર્ય મકાન વગેરે માટે નથી થતું. પરંતુ મકાન વગેરેથી ભિન્ન એવા
For Private & Personal Use Only
www.jainelibrary.org