________________
• વિત્યે વ્યવહાર વિસંવાદ •
७४९ तथाविधशब्दजन्यजनकभावेनाऽस्य विलक्षणत्वात्, विषयाऽभावज्ञानेऽपि प्रवृत्तेश्च । यद् भोजः“वस्तुनस्तथात्वमनपेक्षमाणो योऽध्यवसायः स विकल्प इत्युच्यते” (यो.सू.१/९ राजमार्तण्ड) इति ।।४।। जन्यविकल्पस्य जन्य-जनकभावेन, उक्तं च- 'विकल्पयोनयः शब्दाः विकल्पाः शब्दयोनयः । कार्यकारणता तेषां नार्थं शब्दाः स्पृशन्त्यपि ।।' ( ) इति । वस्तुशून्यविकल्पजनकशब्दोऽपि तथाविधवस्तुशून्यविकल्पेनैव जन्यत इत्यर्थः । तथा च तथाविधशब्दजन्यजनकभावेन = वस्तुशून्यविकल्पजनकशब्दप्रतियोगिककार्यकारणभावेन अस्य विकल्पस्य विलक्षणत्वात् = भ्रमविसदृशत्वात्, विषयाऽभावज्ञानेऽपि = बाधेऽपि प्रवृत्तेश्च = उपजायमानत्वाच्च । ___ यद् भोजो राजमार्तण्डे आह- 'वस्तुन' इति । तथात्वं = भासमानधर्मवैशिष्ट्यं, अवशिष्टञ्च प्रागत्रैवोक्तम् । 'अयं विकल्पो वस्तुशून्यत्वान्न प्रमाणम्, बाधेऽप्यवश्यम्भावित्वात् व्यवहारहेतुत्वाच्च न विपर्यय' (यो.सू. १/९ म.प्र.) इति मणिप्रभायां रामानन्देनोक्तम् । ‘शब्दज्ञानाऽनुपातित्वान्नायं विपर्ययेऽन्तर्भवतीति योगसुधाकरे सदाशिवेन्द्रसरस्वत्याह (यो.सू. १/९ यो.सुधा.) । → शब्दश्च ज्ञानञ्चानुपातिनी
છે વિક્મ ભ્રમસ્વરૂપ નથી હ સમાધાન - ભ્રમ અને વિકલ્પ બન્નેમાં વિષયગત અસત્ ધર્મનું અર્થાત્ પુરોવર્તી વિષયમાં ન રહેલ ગુણધર્મનું ભાન થાય છે એ વાત સાચી છે. પરંતુ તેમ છતાં બન્ને વચ્ચે તફાવત પણ રહેલો છે. ભ્રમ આંખ વગેરેથી ઉત્પન્ન થાય છે. જ્યારે વિકલ્પ શબ્દજન્ય અને શબ્દજનક છે. શબ્દ અને વિકલ્પ વચ્ચે જન્યજનકભાવ = કાર્યકારણ ભાવ છે. જેમ કે વકતાના મનના તેવા પ્રકારના વિકલ્પથી શબ્દો ઉત્પન્ન થાય છે અને વકતાના તે શબ્દો દ્વારા શ્રોતાને વિકલ્પ ઉત્પન્ન થાય છે. બાહ્ય અર્થ તથાવિધ ન હોય તો પણ વકતા તથાવિધ વિકલ્પ દ્વારા શબ્દ બોલે અને પદસંકેતગ્રહ દ્વારા શ્રોતાને વક્તાના તાત્પર્ય મુજબ જે વિકલ્પાત્મક બોધ થાય છે તે તથાવિધ અર્થથી = પદાર્થથી શૂન્ય હોવાના કારણે વિકલ્પ કહેવાય છે. જ્યારે ભ્રમ તો શબ્દ વિના પણ ઉત્પન્ન થાય છે. કોઈ ન બોલે તો પણ સંધ્યા સમયે અંધારામાં દોરડામાં સાપનો ભ્રમ થાય જ છે ને !
વળી, ભ્રમ અને વિકલ્પ વચ્ચે બીજી એક વિશેષતા એ છે કે અંધકાર સમયે દોરડામાં સાપનો ભ્રમ થયા પછી પ્રકાશ કરવા દ્વારા જ્યારે નિશ્ચિત થઈ જાય છે કે “આ તો દોરડું છે, સાપ નથી” તો તે માણસને પ્રકાશ ગયા બાદ તે સ્થાને સાપનો ભ્રમ થતો નથી. જ્યારે વિકલ્પમાં તો પદાર્થમાં ભાસમાન ગુણધર્મ અસત્ = અવિદ્યમાન છે એવો ખ્યાલ આવે તો પણ તથાવિધ શબ્દશ્રવણથી તેવો શાબ્દબોધ તો થાય જ છે. “પુરુષ અને ચૈતન્યમાં ભેદ નથી” એવો ખ્યાલ હોવા છતાં પુરુષનું ચૈતન્ય’ એવા વાક્યને સાંભળવાથી વિદ્વાન માણસને પણ ભેદનો સમારોપ કરીને પુરુષ-ચૈતન્યભેદઅવગાહી શાબ્દબોધ થાય જ છે. આમ બાધનિશ્ચય હોવા છતાં અવડુરૂપ ભેદનો આરોપ કરીને શાબ્દજ્ઞાનરૂપ વિકલ્પ ઉત્પન્ન થઈ શકે છે. પણ ભ્રમ ઉત્પન્ન નથી થતો. આમ બે વિશેષતા હોવાના કારણે ભ્રમ કરતાં વિકલ્પ જુદો પડી જાય છે. માટે વિકલ્પને ભ્રમવિશેષરૂપ માનવાના બદલે ભ્રમભિન્ન માનવો જરૂરી છે. પાતંજલ યોગસૂત્રની રાજમાર્તડ ટીકામાં ભોજરાજર્ષિએ પણ જણાવેલ છે કે “વસ્તુગત તથાપણાની = ભાસમાન-ધર્મવૈશિસ્યની અપેક્ષા રાખ્યા વિના ઉત્પન્ન થતો અધ્યવસાય વિકલ્પ કહેવાય છે.” (૧૧/૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org