________________
७४५
• પ્રતિવિસ્વીકારવિમર્શ • तच्चित्तं वृत्तयस्तस्य पञ्चतय्यः प्रकीर्तिताः । मानं भ्रमो विकल्पश्च निद्रा च स्मृतिरेव च ॥३॥
રઢિતિ | જિતમ્ |
→ न ह्येकस्मिन्नविच्छिन्नावयवभेदेन द्विचन्द्रभ्रमो नाम, किन्तु स एवैकश्चन्द्रश्चले चल उपलभ्यतेऽचले त्वचल इति । वीचिषु सोऽपि सहस्रायत इति चेत् ? एवमेतत्तासां भेदेनाऽकलनात्, गृह्यमाणविच्छेदाऽऽश्रयद्वयवृत्तित्वग्रहणादुभयमध्यवृत्तिव्यवधायकग्रहणाद्वा दोषाद् भेदप्रत्ययः । अत एव चलयोरचलयोरेव वा जलयोरादर्शयोश्च चन्द्रवदनादिभेदप्रत्ययः । करचरणादिविच्छेदग्रहेऽप्युभयमध्यवृत्तिव्यवधायकाऽग्रहणान्न शरीरभेदग्रहः, सति चारोपे निमित्तानुसरणं, न तु निमित्तमस्तीत्यारोप इति भावः + (न्या.खं.खा.पृष्ठ४८८) इति न्यायखण्डखाद्यवचनमप्यत्राऽनुयोज्यं यथातन्त्रम् ।।११/२।।
यद्वृत्तिरोधे चितिशक्तिः स्वरूपप्रतिष्ठा यद्व्युत्थाने च स्वरूपाऽप्रतिष्ठेव भवति तत् चित्तं = चित्तपदवाच्यम् । एतावतेदं फलितं यदुत यस्मिन्नविकारिणि सति पुरुषः स्वरूपेऽवतिष्ठते यस्मिंश्च
જેમ પાણી જલાશયમાંથી નીક દ્વારા ખેતરમાં જાય તો ખેતરના સમાન આકારને ધારણ કરે છે, ક્યારામાં જાય તો ક્યારાના સમાન આકારને પામે છે. તેમ ચિત્ત = બુદ્ધિ ઈન્દ્રિયપ્રણાલિકા દ્વારા બહાર નીકળી ઘટાદિ વિષય પાસે જાય છે અને ઘટાદિ આકારને પામે છે. તથા ઘટાદિઆકારરૂપ ચિત્તવૃત્તિમાં પુરુષનું પ્રતિબિંબ પડતાં પ્રતિબિંબિત પુરુષ પણ ઘટાદિઆકારરૂપ વૃત્તિને જાણે કે પામે છે. અર્થાત્ વૃત્તિનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ જાણે કે પુરુષ પામે છે. મતલબ એ છે કે બુદ્ધિનો ઘટાકાર, પટાકાર ઈત્યાદિ વિષયાકાર પરિણામ તેમ જ બુદ્ધિગત ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, કર્તુત્વ-ભોક્નત્વ આદિ ગુણધર્મો પણ બુદ્ધિની જ વૃત્તિ છે. અને એ વૃત્તિમાં જ્યારે ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે ત્યારે ઘટાકારાદિ વૃત્તિઓ ઘટજ્ઞાનાદિ કહેવાય છે. અર્થાત ચૈતન્ય પ્રતિબિંબિત ઘટાકારાદિવૃત્તિ ઘટજ્ઞાન છે. જો પુરુષનું પ્રતિબિંબ ન પડે તો તે માત્ર બુદ્ધિની વૃત્તિ કહેવાય, પણ ઘટજ્ઞાન વગેરે રૂપે ન કહેવાય. ઈન્દ્રિયનો વિષય સાથે સંયોગ ન થાય તો વૃત્તિ થાય જ નહિ. આમ આ વૃત્તિઓનો વિરોધ કરવામાં આવે તો જ ચિત્ત વૃત્તિશૂન્ય બને. તેમજ ત્યારે પુરુષ પોતાના સ્વરૂપમાં અવસ્થાન કરે. અહીં એટલું ધ્યાનમાં રાખવું કે જલાશયનું પાણી ખેતરમાં જાય છે ત્યારે મૂળ જલાશયથી તે તદન છૂટું પડી જાય છે. જ્યારે વૃત્તિ બુદ્ધિથી સર્વથા છૂટી પડતી નથી. અગ્નિમાંથી તણખા છૂટા પડે છે તેમ વૃત્તિ બુદ્ધિથી સર્વથા અલગ થઈ શકતી નથી, વિભક્ત થતી નથી. પરંતુ રબરબેન્ડ-ઈલાસ્ટીકની જેમ તે વૃત્તિ વિષયદેશ સુધી લંબાય છે.
બીજી એક મહત્ત્વની વાત અહીં સમજી લેવી જરૂરી છે કે પ્રથમ શ્લોકનો ઉત્તરાર્ધ અને બીજો આખો શ્લોક ત્રીજા શ્લોકના પ્રથમ બે શબ્દ સાથે = “તત્ વત્ત' સાથે સંબંધ ધરાવે છે. આમ ત્રણેય શ્લોકના જરૂરી અંશોને એક બીજા સાથે આ રીતે સંબંધ જોડવાથી એવો અર્થ પ્રાપ્ત થાય છે કે “જે અવિકારી હોય ત્યારે પુરુષ પોતાના સ્વરૂપમાં રહે છે અને જે વિષયાકારયુક્ત હોય ત્યારે પુરુષ વિષયાકારયુક્ત હોય તેવું લાગે છે તે ચિત્ત છે.” (૧૧/૨)
ગાથાર્થ - તે ચિત્ત છે. ચિત્તની વૃત્તિ પાંચ પ્રકારની કહેવાયેલી છે. (૧) માન, (૨) ભ્રમ, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ. (૧૧/૩)
ટીકાર્થ - પ્રથમ શ્લોકના ઉત્તરાર્ધ અને બીજા સંપૂર્ણ શ્લોક દ્વારા જે કહેવાયેલ છે તે ચિત્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org