________________
७४४
वृत्तिसारूप्यस्वरूपप्रकाशनम्
द्वात्रिंशिका - ११/२
प्रतीयत इत्यर्थः । तथा च सूत्रं- “वृत्तिसारूप्यमितरत्रेति" (यो.सू.१-४) ।।२।। → बुद्धिर्विषयेषु सम्बन्धार्थं सर्पति = गच्छति इति हेतोर्वृत्तिर्न बुद्धेर्भागः = अग्नेः स्फुलिङ्गवद् विभक्तांशी बुद्धेरिच्छादिवद् गुणश्च न भवति, द्रव्यस्यैव क्रियासम्भवादित्यर्थः । सा च वृत्तिः पुरुषेण प्रतिबिम्बिता सती यद् भासते तदेव प्रमाणस्य फलं प्रमेत्युच्यते । तदेव च द्रष्टुर्वृत्तिसारूप्यमप्युच्यते ← (यो.सा.सं.१/३) इति योगसारसङ्ग्रहे विज्ञानभिक्षुः ।
→ अत्रेयं प्रक्रिया । इन्द्रियप्रणालिकयाऽर्थसन्निकर्षेण लिङ्गज्ञानादिना वाऽऽदौ बुद्धेरर्थाकारा वृत्तिर्जायते । तत्र चेन्द्रियसन्निकर्षजा प्रत्यक्षा वृत्तिरिन्द्रियविशिष्टबुद्ध्याश्रिता नयनादिगतपित्तादिदोषैः पित्ताद्याकारवृत्त्युदयादिति विशेषः । सा च वृत्तिरर्थोपरक्ता प्रतिबिम्बरूपेण पुरुषाऽऽरूढा सती भासते । पुरुषस्य अपरिणामितया बुद्धिवत् स्वतोऽर्थाकारत्वासम्भवात्, अर्थाकारताया एव चार्थग्रहणत्वात् अन्यस्य दुर्वचत्वादिति ← (सां.प्र.भा.१/८७) साङ्ख्यप्रवचनभाष्ये विज्ञानभिक्षुः । एतेन तस्मिंश्चिद्दर्पणे स्फारे समस्ता वस्तुदृष्टयः । इमास्ताः प्रतिबिम्बन्ति सरसीव तटद्रुमाः ।। ← (अन्न. ४ /७१) इति अन्नपूर्णोपनिषद्-य द् योगवाशिष्ठवचनमपि व्याख्यातम् । सूत्रं = पातञ्जलयोगसूत्रं 'वृत्ती 'ति । अत्र राजमार्तण्डकारः → इतरत्र = योगादन्यस्मिन् काले वृत्तयो या वक्ष्यमाणलक्षणास्ताभिः सारूप्यं = तद्रूपत्वम् । अयमर्थः यादृश्यो वृत्तयो सुख-दुःख-मोहात्मिकाः प्रादुर्भवन्ति तादृग्रूप एव संवेद्यते व्यवहर्तृभिः पुरुषः । तदेवं यस्मिन्नेकाग्रतया परिणते चितिशक्तेः स्वस्मिन् स्वरूपे प्रतिष्ठानं भवति, यस्मिंश्चेन्द्रियवृत्तिद्वारेण विषयाऽऽकारेण परिणते पुरुषः तद्रूपाकार एव परिभाव्यते यथा जलतरङ्गेषु चलत्सु चन्द्रश्चलन्निव प्रतिभासते तच्चित्तम् ← ( रा.मा. १/४ ) इत्याचष्टे ।
•
અધિષ્ઠાનરૂપે = આધારરૂપે ચંદ્ર જણાય છે, કારણ કે જલગત ધર્મનો આરોપ ચંદ્રમાં થાય છે, તેમ ચિત્તગત વિવિધ વૃત્તિઓ સંબંધી આરોપના આધાર તરીકે પુરુષ જણાય છે. પાતંજલ યોગસૂત્રમાં જણાવેલ છે કે ‘યોગ સિવાયની અવસ્થામાં પુરુષમાં વૃત્તિસાદશ્ય = વૃત્તિના સ્વરૂપની સમાનતા હોય छे.' (११/२)
:
વિશેષાર્થ ઃ- પતંજલિ ઋષિના મતાનુસાર ચિત્તની બે દશા છે. વૃત્તિનિરોધકાલીન તથા વૃત્તિકાલીન. વૃત્તિનિરોધ સમયે ચિત્ત અવિકારી હોય છે, વિષયાકાર પરિણામથી શૂન્ય હોય છે. વૃત્તિકાલીન ચિત્ત વિકારી હોય છે, વિવિધ પરિણામવાળું હોય છે. મતલબ કે ચિત્ત ઈન્દ્રિયની વૃત્તિના માધ્યમથી વિષયાકારથી વ્યાપ્ત બને છે, વિષયાકારસ્વરૂપ વિકારને ધારણ કરે છે. તેથી ઘટ દેખાય ત્યારે ચિત્ત આંખની વૃત્તિ દ્વારા ઘટાકાર બને છે, ઘટાકાર ધારણ કરે છે અને તે સમયે નિર્મળ એવો પુરુષ = આત્મા ચિત્તસાન્નિધ્યના કારણે જાણે કે ઘટાદિ વિષયાકારવાળો હોય તેવું લાગે છે. જેમ પાણી હલન-ચલન કરે ત્યારે ચંદ્ર આકાશમાં સ્થિર હોવા છતાં ચંદ્રનું પ્રતિબિંબ જાણે કે હલન-ચલન કરતું હોય તેવું ભાસે છે. તેમ ચિત્ત ઈન્દ્રિયવૃત્તિ દ્વારા વિષયાકારયુક્ત બને ત્યારે પુરુષ વાસ્તવમાં વિષયાકારશૂન્ય હોવા છતાં જાણે કે વિષયાકારવાળો હોય તેવું ભાસે છે. ચિત્તગત વિષયાકારના આરોપનો આધાર પુરુષ હોય તેવું જણાય છે. મતલબ કે ચિત્તમાં સુખ-દુઃખ-મોહાત્મક વૃત્તિઓ ઊભી થાય ત્યારે પુરુષ જ ખરેખર સુખી-દુઃખી મૂઢ હોય તેવું વ્યવહારમાં અનુભવાય છે. પાતંજલ વિદ્વાનો આને વૃત્તિસારૂપ્સ = વૃત્તિસાદશ્ય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org