________________
14 • પ્રસ્તાવના •
द्वात्रिंशिका (૧૨) પૂર્વસેવા તાત્રિશિકા :- ભૂકંપના આ જમાનામાં ભૂકંપ થયા પછી હવે લોકોને સમજાયું છે કે મકાનની નીચેની પાયાની મજબૂતાઈ કેટલી જોઈએ ? એજીનીયરોને તેમના જૂના ગણિતોનાં પણ પરિષ્કાર કરવાનો પ્રસંગ આવ્યો છે.
વિના મજબૂતાઈ પ્રાસાદ ન ટકે, તેમ અહીં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પણ કહે છે કે યોગનો ભવ્યાતિભવ્ય પ્રાસાદ યોગની પૂર્વસેવાસ્વરૂપ મજબૂત પાયા વિના કયારેય ન ટકે. પૂર્વસેવામાં પાંચ વસ્તુઓ મૂકી છે. ચાર મુખ્યતયા ક્રિયા સ્વરૂપ છે એક ભાવાત્મક છે.
(૧) ગુરુપૂજન :- ગુરુ શબ્દનો અર્થ માત્ર ધર્મગુરુમાં સીમિત ન કરતાં વ્યાપક કર્યો છે. જેથી માતા-પિતા વગેરે પણ તેમાં આવે છે. (ગા.૨).
એક મહત્ત્વની વાત પૂ. ઉપાધ્યાયજીએ બતાવી છે કે માતા-પિતાનું વચન વગેરે પણ જો ધર્મપુરુષાર્થને બાધક બનતું હોય તો ધર્મપુરુષાર્થને જ મુખ્ય કરવો.
તથા વડિલોની વિદાય પછી તેમની સંપત્તિ તીર્થક્ષેત્રમાં વાપરવી. તેમ ન કરાય તો માતા-પિતાના મરણની અનુમોદનાનો દોષ લાગી શકે છે. તથા વડિલો જે આસન-પથારી-વાસણ-વસ્ત્ર વગેરે વાપરતા હોય તે સંતાને ન વાપરવું. આ બધું ગુરુપૂજન અંતર્ગત છે.
(૨) દેવપૂજન - યોગસેવા કરનાર આરાધક પાસે વિશિષ્ટ ક્ષયોપશમ ન હોવાથી બધા દેવોમાં સમાનતા ભાસે છે. અથવા કુલપરંપરાગત રીતે પ્રાપ્ત દેવ પર વધુ શ્રદ્ધા હોઈ શકે છે. તે કાળે પણ અન્ય દેવો પ્રત્યે દ્વેષ નથી. બધાને નમસ્કાર કરવાથી શું પ્રાપ્ત થાય ? તેના જવાબમાં ચારિસંજીવનીચાર ન્યાય બતાવ્યો છે. ઘણી વનસ્પતિ વચ્ચે રહેલ વિશિષ્ટ ઔષધ સ્વરૂપ વનસ્પતિ આવી જાય ને તેનાથી લાભ થઈ જાય.. આ રીતે બધા દેવોને વંદનાદિ કરતાં વીતરાગ દેવને પણ વંદન થઈ જાય ને તે જીવને તાત્ત્વિકદેવનમસ્કારાદિ દ્વારા મોક્ષમાર્ગપ્રવેશરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
આવા આદિધાર્મિક જીવોને અનાભિગ્રહિક મિથ્યાત્વ હોય છે. ને તેથી તેઓ દેશનાને યોગ્ય છે. હા ! તેમની કક્ષા પ્રમાણે તે કાળે દેશના કરવી જોઈએ.
વીતરાગ સર્વજ્ઞ ભગવંતની સર્વ દેવોમાં વિશેષતા જોયા-જાણ્યા પછી, તેની શ્રદ્ધા કર્યા પછી પણ અન્ય લૌકિક દેવો પ્રત્યે મનમાં ઠેષ ન જ હોવો જોઈએ. પૂર્વસેવા કરનારની ચિત્તદશા આવી હોય છે. વિતરાગ પ્રત્યે રાગ હોય પણ અન્ય પ્રત્યે દ્વેષ તો નહીં જ.
(૩) સદાચાર :- તેમાં પ્રથમ દાનની વાત કરી છે. પણ તેમાં પહેલાં જ વાત મૂકી દીધી છે કે દાન એવા વિવેકપૂર્વક કરવાનું છે કે જેનાથી જીવનનિર્વાહમાં કે પોષ્યવર્ગનું પોષણ કરવામાં તકલીફ ન પડે અને તે દાન મહાઆરંભ આદિનું કારણ પણ ન બને. આટલો વિવેક જરૂરી છે. તે પછીની ગાથામાં કોને કોને દાન કરાય ? તે દાન પાત્રની ચર્ચા છે. (જુઓ ગા.૧૧ને ૧૨..).
માર્ગાનુસારીના ગુણો આ સદાચારમાં પૂર્વસેવારૂપે આત્મસાત્ કરવાનાં છે. આગળની ગાથાઓમાં તે જ વાત છે.
(૪) તપ :- ચાર પ્રકારના તપો પૂર્વસેવામાં મૂક્યાં છે. ચાન્દ્રાયણ, કૃચ્છ, મૃત્યુંજય, પાપસૂદન.. દરેકનું વર્ણન પણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે આપ્યું છે.
(૫) મુક્તિઅદ્વેષ :- ભવાભિનન્દી જીવો સંસારને બહુમાનપૂર્વક-રસપૂર્વક જુએ છે. તેઓને મોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org