________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના .
13
(૧) વશીકાર નામનો અપર વૈરાગ્ય :- દૃષ્ટ અને અદષ્ટ પદાર્થો પરની તૃષ્ણાથી પર ઉઠવું...દષ્ટ = શબ્દાદિ વિષયો. અદૃષ્ટ = દેવલોકાદિના સુખો (આનુાવિક)... આ બન્ને પરથી ચિત્તનું ઉડી જવું તે અપર વૈરાગ્ય છે.
(૨) ગુણવૈતૃણ્ય નામનો પર વૈરાગ્ય ઃ- પુરુષ અને પ્રકૃતિના (ચેતન અને જડના) ગુણોમાં ભેદનો બોધ ઉત્પન્ન થાય તેવા જીવને આ વૈરાગ્ય સહજ હોય છે. ભેદજ્ઞાનથી થયેલ વૈરાગ્ય તે ગુણવૈતૃષ્ણ વૈરાગ્ય છે. ખાસ કરીને પ્રકૃતિના ગુણો ઉપરનું વૈદૃષ્ય... (તૃષ્ણાનો અભાવ).
આ બન્ને પ્રકારના વૈરાગ્યથી ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. આવી રીતે ચિત્તવૃત્તિનો નિરોધ તે યોગ છે. આ છે પતંજલિ ઋષિ પ્રણિત યોગદર્શનની મૂળભૂત પ્રક્રિયા...
૧૦ ગાથા સુધી પાતંજલ યોગદર્શનની મૂળભૂત પદાર્થોની વાતો કરી ૧૧મી ગાથાથી તેની સમીક્ષા ચાલુ કરેલ છે.
આત્માને જો કૂટસ્થ અપરિણામી માનવામાં આવે તો યોગની સંધટના ક્યારેય ન થઈ શકે. યોગબિંદુ ગ્રંથમાં પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજે પણ આત્મા પરિણામી છે તેવું દરેક દર્શનો સાથે ચર્ચા કરીને ઘટાવ્યું છે ને તેમાં જ યોગ ઘટી શકે. જૈનદર્શન સંમત આત્મા કથંચિત્ પરિણામી છે- તેવું સ્વીકારવું જ પડે. તથા પ્રકૃતિને એક જ માનવામાં આવે તો પણ કેટલાય દોષો ઉત્પન્ન થાય છે તેની વિગતે ચર્ચા કરી છે. જુઓ ગા.૧૨ પૃ.૭૬૩.
પાતંજલ દર્શનના મતે બે ચિત્ શક્તિનું વર્ણન છે. (૧) નિત્યઉદિતા ચિત્ શક્તિ :- જે પુરુષ પોતે જ છે. (૨) અભિવ્યંગ્ય ચિત્રશક્તિ :- પુરુષના સાનિધ્યથી સત્ત્વગુણ-પ્રધાન અંતઃકરણમાં આ અભિવ્યંગ્ય ચિત્રશક્તિ પ્રગટ થાય છે. ને ત્યાર પછી પુરુષમાં પદાર્થનો ભોગ કઈ રીતે ઘટાવી શકાય? તેની ચર્ચા છે. લગભગ ૧૩ થી ૨૦ શ્લોક સુધી પાતંજલમતની ચર્ચાઓ છે. પછી તેનો જવાબ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે ગાથા ૨૧થી આપ્યો છે. વિસ્તાર પૂર્વક તત્ત્વાર્થ દીપિકામાં તથા નયલતા ટીકામાં અપાયું છે ને સાથે સાથે ગુજરાતીમાં સંક્ષિપ્ત છતાં તુરંત સમજમાં આવે તે રીતે પૂ.મુનિશ્રી યશોવિજયજી મહારાજે લખ્યું છે. તે ખાસ વાંચવા જેવું છે.
‘પચીશ તત્ત્વોના જ્ઞાનથી મોક્ષ થઈ જાય' આ વાતનું ખંડન પણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કરેલ છે. કર્તૃત્વ-ભોકતૃત્વ માત્ર પ્રકૃતિના ગુણધર્મો ન માની શકાય તેની ચર્ચા પણ સુંદર છે. ગા.૨૧ (પૃ.૭૯૪) અંતિમ ગાથાઓમાં જૈન દર્શન સાથે સમન્વય સાધતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે યોગદર્શનની પ્રકૃતિ એ જૈનમતે કર્મતત્ત્વ છે, તે દરેક આત્મામાં ભિન્ન ભિન્ન છે ને આત્માથી ભિન્ન છે. આવી રીતે આત્મભિન્ન અનેક કર્મોનો (પ્રકૃતિનો) સ્વીકાર કરવાથી આત્માનો ભોગ સંસાર અને કર્મની નિવૃત્તિથી આત્માનો મોક્ષ સંગત થઈ શકે છે.
તથા બુદ્ધિ એ આત્માનો ગુણ છે. કારણ કે બુદ્ધિ, જ્ઞાન ને ચેતના આ બધા પર્યાયવાચક શબ્દો છે. તથા પર્યાયદૃષ્ટિથી આત્માનો કથંચિત્ નાશ (અનિત્યપણું) અને દ્રવ્યદૃષ્ટિથી આત્માનું કથંચિત્ અવિનાશીપણું પણ છે. આ રીતે કથંચિત્ નિત્યાનિત્યસ્વરૂપ આત્માને સ્વીકારવાથી યોગની બધી વાતો સંગત થઈ શકશે. છેલ્લે પાંચ પ્રકારના ચિત્તની અવસ્થાની વાત કરીને પાતંજલ યોગદર્શનની માન્યતા મુજબના યોગના લક્ષણ કરતાં ૧૦મી બત્રીસીમાં બતાવેલ ‘મોક્ષનો મુખ્ય હેતુ આત્મવ્યાપાર એ જ યોગ' આ લક્ષણ નિર્દોષ અને સજજનનોને આનંદ આપનાર છે તેમ કહી સમીક્ષાને પૂર્ણાહુતિ બક્ષી છે.
For Private & Personal Use Only
Jain Education International
=
www.jainelibrary.org