________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના •
15
પ્રત્યે દ્વેષ હોય છે. ત્યાં સુધી પૂર્વસેવામાં પણ તેઓ આવી શકતા નથી. મિથ્યાત્વ અને અજ્ઞાનની તીવ્રતાને કારણે વિષયસુખની ઉત્કટ ઈચ્છા મોક્ષ પ્રત્યે દ્વેષ પેદા કરાવે છે. સહજમલની થોડી પણ અલ્પતા આવી જાય તો ભવતૃષ્ણા દૂર થાય છે અને મુક્તિ પ્રત્યે અદ્વેષ પેદા થાય છે. હજુ મુક્તિરાગ પેદા થયો નથી. છતાં મુક્તિદ્વેષ એ પૂર્વસેવામાં છે.
સહજમલ એટલે શું ? તેની મીમાંસા વાંચો (ગા.૨૭ થી ) મલ એ કર્મબંધની યોગ્યતા છે. ને આવી યોગ્યતા ભિન્ન ભિન્ન દર્શનોએ ભિન્ન નામથી સ્વીકારી છે.
યોગ્યતા છે.
યોગ્યતા છે. શૈવ મતે ભવબીજ અનાદિવાસના = યોગ્યતા છે.
યોગ્યતા છે. બૌદ્ધમતે
સાંખ્ય મતે - દિદક્ષા વેદાન્તમતે - અવિદ્યા કર્મબંધની સહજ યોગ્યતાનો જેમ જેમ હ્રાસ થાય તેમ તેમ આત્મા મુક્તિઅદ્વેષ આદિ ભૂમિકાઓમાં પસાર થતો આત્મોન્નતિના પંથ આગળ વધે છે. મુક્તિદ્વેષ એ જ મુક્તિરાગ નથી પણ તેનાથી ભિન્ન છે. એની સ્પષ્ટતા માટે જુઓ ગા.૩૧ની ટીકા. મુક્તિરાગની તરતમતાને કારણે તેમાં અને મુક્તિના ઉપાયમાં યોગીઓના નવભેદ બતાવ્યા છે. જુઓ ગા.૩૧ની ટીકા.
મુક્તિરાગની અપેક્ષાએ મુક્તિઅદ્વેષ વધુ દીર્ઘ પરંપરાથી પરમાનંદનું કારણ બને છે.
પૂર્વસેવા બત્રીસી અહીં પૂર્ણ કરી છે.
(૧૩) મુક્તિઅદ્વેષપ્રાધાન્ય દ્વાત્રિંશિકા ઃ- મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય એટલા માટે છે કે તેમાં મુક્તિના ઉપાયની વિનાશકારી એવી ભવની (વિષયની) ઉત્કટ ઈચ્છાનો અભાવ હોવાથી તે પરંપરાએ મોક્ષજનક છે.
=
=
-
=
વિષમય ભોજનથી જેમ તૃપ્તિ થતી નથી તેમ બાહ્ય સુખની ઈચ્છાઓના અડાબીડ જંગલ વચ્ચે થતી વ્રતોની આરાધના પણ ગુણપ્રાપ્તિ દ્વારા તૃપ્તિનું કારણ બનતી નથી. સાપ, અગ્નિ કે શાસ્ત્રને પકડવામાં ભૂલ થાય તો પોતાને જ નુકશાન થાય છે તેમ ઉપરોક્ત આરાધના સ્વને જ નુકશાનકારી બની રહે છે. અભવ્યને સંયમની આરાધનાના બલ પર થતી નવમા ત્રૈવેયકની પ્રાપ્તિ પાછળ પણ મુખ્યતયા મુક્તિઅદ્વેષ કામ કરે છે, માત્ર ચારિત્રની ક્રિયા નહીં.
આવા જીવોને દ્રવ્યચારિત્રના પાલન વખતે ચારિત્રાદિ પ્રત્યે દ્વેષ કેમ નથી હોતો ? તેના જવાબમાં કહ્યું છે કે ચારિત્રપાલનથી થનારા સ્વર્ગાદિલાભ, લબ્ધિ-પૂજાદિ અભિલાષને કારણે ચારિત્રાદિ પ્રત્યે દ્વેષ નથી હોતો. તથા તેવા કાળે મુક્તિ પર પણ દ્વેષ નથી હોતો. કારણ કે મોક્ષને તે માનતો જ નથી. (જુઓ ગા.૪ની ટીકા..)
પાંચ પ્રકારની પૂર્વસેવામાં મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય બતાવતા પૂજ્ય ઉપાધ્યાયજી મ.સા. કહે છે કે ગુરુપૂજનાદિ પણ મુક્તિદ્વેષની હાજરી વિના લાભદાયક બની શકતા નથી. (ગા.૭ની ટીકા) કર્તાની કક્ષાના ભેદથી ક્રિયાભેદ જૈન દર્શનને સંમત છે. ક્રિયાભેદે ફલભેદ પણ થાય છે. (જુઓ
ગા. ૮.)
વિષ, ગર, અનનુષ્ઠાન, તદ્ભુતુ અને અમૃત- આ પાંચ અનુષ્ઠાનોમાં પ્રથમના બેમાં આસક્તિ છે જ્યારે ત્રીજામાં અજ્ઞાનતા છે. તેથી તે અનુષ્ઠાનો ફળવાન બની શકતા નથી. ને છેલ્લા બે અનુષ્ઠાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org