________________
૭૨૦
• રોમાનિસાસવિવાર: • द्वात्रिंशिका-१०/२० साधिकारप्रकृतिमत्यावर्ते हि नियोगतः । पथ्येच्छेव न जिज्ञासा क्षेत्ररोगोदये भवेत् ।।२०।।
साधिकारेति । साधिकारा पुरुषाभिभवप्रवृत्ता या प्रकृतिस्तद्वति (साधिकारप्रकृतिमति) आवर्ते हि नियोगतो = निश्चयतः जिज्ञासा = तत्त्वमार्गपरिज्ञानेच्छा न भवेत्, क्षेत्ररोगोदय इव पथ्येच्छा । क्षेत्ररोगो नाम रोगान्तराऽऽधारभूतः कुष्ठादिरोगः । ततो यथा पथ्याऽपथ्यधीવિપર્યાસ્તથા પ્રતેજ ર૦ ||
एतदेव भावयति- 'साधिकारे'ति । पुरुषाभिभवप्रवृत्ता = पुरुषे कर्तृत्व-भोक्तृत्वादिधर्मोपरागजननप्रवृत्ता या प्रकृतिः प्रधानापराभिधाना तद्वति आवर्ते = अचरमपुद्गलपरावर्ते निश्चयतः = परमार्थतः तत्त्वमार्गपरिज्ञानेच्छा = योगमार्गबुभुत्सा न = नैव भवेत्, तत्रानुपादेयताप्रकारकनिश्चयस्य गाढमिथ्यात्वमोहोपहितस्य सत्त्वात् । न ह्यनुपादेयतया ज्ञातेऽर्थे जिघृक्षानुविद्धा जिज्ञासा प्रवर्तते । उदाहरणमाह'क्षेत्ररोगोदय' इति । ततः = क्षेत्ररोगात् । यथोक्तं योगबिन्दौ → क्षेत्ररोगाभिभूतस्य यथात्यन्तं विपर्ययः । અપુનબંધકાદશાપ્રાપ્તિ. અધિકારની અનિવૃત્તિ = જીવને અપુનબંધકદશાની અપ્રાપ્તિ. ગોપેન્દ્રાચાર્ય સત્કાર્યવાદી હોવાથી પ્રસ્તુતમાં નિવૃત્તિનો અર્થ નાશ નહિ પણ લીનતા સમજવો. ગોપેન્દ્રાચાર્ય એમ કહે છે કે અનાદિ કાળથી અનુલોમશક્તિ દ્વારા પ્રકૃતિતત્ત્વ પુરુષને કર્તુત્વ-ભોક્નત્વ ભાવના ઉપરાગસ્વરૂપ અભિભવ કરવા પ્રવૃત્ત થયેલ છે. જ્યાં સુધી કોઈ પણ પ્રકારે પ્રતિલોમશક્તિ દ્વારા પ્રકૃતિનો આ અધિકાર પાછો ન ફરે ત્યાં સુધી પુરુષને યોગમાર્ગની જિજ્ઞાસા પણ થતી નથી. જૈનદર્શન મુજબ આનું અર્થઘટન એમ કરી શકાય છે કે જ્યાં સુધી મોહનીય કર્મપ્રકૃતિ જીવને ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરાવવા સ્વરૂપ પોતાનો અધિકાર પાછો ન ખેંચે અર્થાત્ જીવને અપુનબંધક દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી યોગમાર્ગની ઊંડી જિજ્ઞાસા પણ જીવને થઈ શકતી નથી. મતલબ કે જૈનદર્શનની વાત અને ગોપેન્દ્રાચાર્યની વાતમાં તાત્પર્યની દષ્ટિએ ઘણું સામ્ય છે. (૧૦/૧૯)
ગાથાર્થ :- જેમ ક્ષેત્રરોગનો ઉદય હોય ત્યારે પથ્યની ઈચ્છા જ થતી નથી. તેમ અધિકારયુક્ત કર્મપ્રકૃતિવાળા જીવને અચરમાવર્તકાળમાં નિયમા યોગની જિજ્ઞાસા પણ થતી નથી. (૧૦/૨૦)
ટીકાર્થ :- પુરુષનો અભિભવ કરવાના અધિકારનો ઉપયોગ કરવામાં પ્રવૃત્ત થયેલ મોહનીયકર્મ સ્વરૂપ પ્રકૃતિવાળા જીવને અચરમાવર્ત કાળમાં નિશ્ચયથી-પરમાર્થથી તત્ત્વમાર્ગને પૂરેપૂરી રીતે જાણવાની ઈચ્છા પણ થતી નથી. આ વાતને સ્પષ્ટ કરવા ગ્રંથકારશ્રી એક ઉદાહરણ બતાવે છે કે નવા-નવા રોગને લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે તેવો કોઢ વગેરે રોગ ક્ષેત્રરોગ કહેવાય. અવનવા અનેક રોગોને આમંત્રણ આપનારો રોગ આવે એટલે દર્દીને વૈદ્ય દ્વારા બનાવાયેલ પથ્ય ખાવાની ઈચ્છા નથી થતી પણ અપથ્ય ખાવાની ઈચ્છા રહ્યા કરે છે. અર્થાત અપથ્યમાં પથ્ય તરીકેની બુદ્ધિ થાય છે. તથા પથ્થમાં અપથ્યપણાની = ખરાબપણાની બુદ્ધિ થાય છે. તેમ પ્રસ્તુતમાં પણ અચરમાવર્તકાલીન જીવને આત્મકલ્યાણકારી તત્ત્વમાં અકલ્યાણની બુદ્ધિ અને અકલ્યાણકારી તત્ત્વમાં કલ્યાણની બુદ્ધિ થાય છે. અર્થાત યોગમાર્ગમાં અકલ્યાણકારીતાની બુદ્ધિ થવાના લીધે તેને જાણવાની ઊંડી જિજ્ઞાસા તેને થતી નથી. જે ગામ જવું નહીં તેનું નામ લેવું નહીં' - આવી વૃત્તિ અહીં કામ કરી જાય છે. (૧૦/૨૦)
૨. “મિમ' તિ મદ્રિતકતાવશુદ્ધ: વ8: | ૨. દસ્તાઃ “પ્રવૃત્તિરિત્રશુદ્ધ: વ8: | Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org