SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ • प्रतिष्ठाध्वंसस्य पूज्यत्वप्रयोजकत्वमीमांसा द्वात्रिंशिका-५/१९ तथा च प्रतिष्ठाध्वंसः प्रतिष्ठाकालीनयावदस्पृश्यस्पर्शादिप्रतियोगिकाऽनादिसंसर्गाऽभावसहितः ' पूज्यत्वप्रयोजकः । स च प्रागभावोऽत्यन्ताऽभावश्च क्वचिदिति - (त. चिं. ईश्वरसिद्धिप्रकरण) तदप्यविचारितरमणीयम् । ३४० चाण्डालादिस्पृष्टप्रतिष्ठितबिम्बपूजनादपि तत्फलाऽऽपत्तिरिति शङ्कनीयम्, यतः प्रतिष्ठाध्वंसः प्रतिष्ठाकालीनयावदऽ स्पृश्यस्पर्शादिप्रतियोगिकाऽनादिसंसर्गाऽभावसहितः = प्रतिष्ठाकालीना यावन्तोऽस्पृश्यस्पर्शादिप्रतियोगिकाः समानाधिकरणा अनादिसंसर्गाऽभावास्तैर्युक्तः पूज्यत्वप्रयोजकः इत्यभ्युपगम्यते, अस्पृश्यस्पर्शस्य तत्प्रतिपन्थित्वात् । प्रतिष्ठाकालोत्तरं प्रतिमायां चाण्डालादिना स्पर्शकरणे प्रतिष्ठाकालीना येऽस्पृश्यस्पर्शाऽभावाः तद्गतस्य प्रकृतचाण्डालादिस्पर्शप्रागभावस्य विनाशात् तावदऽभावकूटसहितस्य प्रतिष्ठाध्वंसस्य विरहान्न तस्याः पूज्यतापत्तिरिति भावः । स च = पूज्यताप्रयोजकघटकीभूतः प्रतिबन्धकाभावकोटिप्रविष्टो निरुक्ताऽनादिसंसर्गाऽभावो हि यत्र प्रतिमायां प्रतिष्ठोत्तरकालं चाण्डालादिस्पर्शो भविष्यति तत्र प्रागभावः = विनाश्यभावात्मकप्रागऽभावस्वरूपो बोध्यः यत्र नैव जातुचिदऽ स्पृश्यस्पर्शः समवेष्यति तत्र अत्यन्ताभावः = अनाद्यनन्तसंसर्गाऽभावरूपोऽत्यन्ताऽभावाऽभिधानो ग्राह्यः 1 થશે કે “પ્રતિષ્ઠાવંસયુક્ત પ્રતિમા પૂજવી જોઈએ.” અર્થાત્ જે પ્રતિમામાં પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિષ્ઠા સંપન્ન થઈ ચૂકી છે તેવી પ્રતિમા પૂજ્ય બને. આથી પ્રતિષ્ઠાની સમાપ્તિ = પ્રતિષ્ઠાનો ધ્વંસ જે પ્રતિમામાં વિદ્યમાન હોય તે પ્રતિમા પૂજ્ય બની શકે. આથી વાસ્તવમાં પૂજ્યત્વપ્રયોજક પ્રતિષ્ઠા નથી, પણ પ્રતિષ્ઠાનો ધ્વંસ છે. પરંતુ હકીકત એ છે કે વેદશાસ્ત્રમુજબ જે પ્રતિમાને ચાંડાલ, હરિજન વગેરે અડકે તેવી પ્રતિમા પૂજ્ય બનતી નથી. ભલે ને તે પ્રતિમાની પ્રતિષ્ઠાવિધિ મુજબ પ્રતિષ્ઠા થઈ હોય. આથી જો માત્ર પ્રતિષ્ઠાધ્વંસને પૂજ્યત્વપ્રયોજક માનવામાં આવે તો ચાંડાલ-સ્પષ્ટ પ્રતિષ્ઠિત પ્રતિમામાં પ્રતિષ્ઠાવંસ રહેલો હોવાથી તે પૂજ્ય બનવાની સમસ્યા આવશે. તેનાં નિરાકરણ માટે એમ કહી શકાય કે જે પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ ચૂકેલી છે તે પ્રતિમાની પ્રતિષ્ઠાના સમયથી માંડીને આજ સુધીમાં તમામ અસ્પૃશ્ય ચાંડાલાદિના સ્પર્શનો અભાવ જે પ્રતિમામાં રહેલ હોય ત્યાં સુધી પ્રતિષ્ઠાવંસ પૂજ્યત્વનો સંપાદક બને. ન્યાયની ભાષામાં ઉપરોક્ત વાતને જણાવવી હોય તો એમ જણાવી શકાય કે પ્રતિષ્ઠાકાલીન તમામ અસ્પૃશ્યસ્પર્શ આદિના અભાવથી વિશિષ્ટ પ્રતિષ્ઠાધ્વંસ પ્રતિમાગત પૂજ્યતાનો પ્રયોજક છે. પ્રસ્તુતમાં અભાવ અનાદિસંસર્ગભાવસ્વરૂપ લેવો. ન્યાયપરિભાષા મુજબ સંસર્ગાભાવના ત્રણ પ્રકાર છે. પ્રાગભાવ, અત્યંતાભાવ, ધ્વંસ. પ્રાગભાવ અનાદિ સાંત સંસર્ગાભાવ છે. અત્યંતાભાવ અનાદિ અનંત સંસર્ગાભાવ છે. ધ્વંસ સાદિ અનંત સંસર્ગભાવ છે. પ્રસ્તુતમાં ધ્વંસની બાદબાકી કરવા માટે અનાદિસંસર્ગાભાવ આ પ્રકારે અભાવનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આવું કહેવાથી અસ્પૃશ્યસ્પર્શ-પ્રતિયોગિક પ્રાગભાવ અને અસ્પૃશ્યસ્પર્શપ્રતિયોગિક અત્યંતાભાવ આ બંને પૈકીનો કોઈ એક અભાવ ગ્રાહ્ય બનશે. તેથી સમગ્ર ઉપરોક્ત હકીકતને ન્યાયની પરિભાષામાં આ રીતે જણાવી શકાય કે પ્રતિષ્ઠાકાલીન તમામ અસ્પૃશ્યસ્પર્શદિપ્રતિયોગિક અનાદિસંસર્ગભાવથી વિશિષ્ટ એવો પ્રતિષ્ઠાવંસ પૂજ્યત્વસંપાદક છે. તેથી જ્યારે ચંડાલ પ્રતિમાને અડકશે તે સમયે અસ્પૃશ્યસ્પર્શનો પ્રાગભાવ નષ્ટ થવાથી તે પ્રતિમામાં રહેલ પ્રતિષ્ઠાવંસ વિવક્ષિત અનાદિસંસર્ગભાવથી વિશિષ્ટ નહિ બને. આમ વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવના લીધે તે પ્રતિમા પૂજ્ય બનવાનો કોઈ અવકાશ રહેતો નથી. છુ. હસ્તાવશે ‘...સત:' કૃતિ ત્રુટિતોઽશુદ્ધશ્ય પાઠ: । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy