________________
• પ્રોત્સાહાનુસરિતમ્ •
३१५ यावन्तश्चित्तसन्तोषास्तदा बिम्बसमुद्भवाः । तत्कारणानि तावन्तीत्युत्साह उचितो महान् ।।१२।।
यावन्त इति । तदा = बिम्बकारणे । तावन्ति, तावबिम्बकारणसाध्यफलोदयात् ।।१२।। तत्कर्तरि च याऽप्रीतिस्तत्त्वतः सा जिने स्मृता । पूर्या 'दौर्हृदभेदास्तज्जिनावस्थात्रयाश्रयाः ॥१३॥
जिनबिम्बकारणे भावप्राधान्यं पुरस्कृर्वन्नाह- 'यावन्त' इति । यावन्तः = यत्परिमाणाः केऽपि बिम्बसमुद्भवाः = बिम्बनिमित्तजनिताः चित्तसन्तोषाः = मनःप्रमोदविशेषाः बिम्बकारणे = जिनबिम्बनिर्मापणे अधिकृतस्य कारयितुः सञ्जायन्ते तत्कारणानि = जिनबिम्बनिर्मापणानि तत्त्वेन तावन्ति = तत्परिमाणानि, तावबिम्बकारणसाध्यफलोदयात् = जिनबिम्बनिमित्तजनितप्रमोदविशेषपरिमाणतुल्यपरिमाणजिनबिम्बनिर्वर्तनलभ्यफलप्राप्तेः, फलस्य भावाऽनुसारित्वात् । यथा यागसङ्ख्यानुसारेण फलं नोपजायते किन्तु तन्निमित्तकाऽदृष्टानुसारेणैव तथा जिनबिम्बसङ्ख्याऽनुसारेण न फलोदयः किन्तु तन्निमित्तकप्रीतिविशेषाऽनुसारेणैव । इति हेतोः उचित उत्साहः = प्रीतिविशेषः इह महान् = सानुबन्धः कर्तव्य इति हृदयम् । तदुक्तं षोडशके → यावन्तः परितोषाः कारयितुः तत्समुद्भवाः केचित् । तबिम्बकारणानीह ની તાત્તિ તત્ત્વો || - (પ.૭/૬) રૂતિ Is/૧૨
વિશેષાર્થ:- શ્રાવક ઉચિત રીતે શિલ્પીનું માન જાળવી, યોગ્ય મૂલ્ય ચૂકવે તો તે બન્નેનો મનમેળ અખંડ બનવાથી શિલ્પી પ્રસન્નતાપૂર્વક જિનબિંબમાં મન મૂકીને એવા ભાવ-પ્રાણ પૂરે કે તે પ્રતિમાના દર્શનાદિ કરતાં દિલડોલી ઉઠે. સંપ્રતિ મહારાજાએ ભરાવેલ પ્રતિમા, દેલવાડાનાં દેરાં વગેરે સ્થળો આની સાક્ષી પૂરે છે. (પ/૧૧)
જિનબિંબ કરાવવામાં ભાવની પ્રધાનતાને દર્શાવતા ગ્રંથકારશ્રી જણાવે છે કે –
ગાથાર્થ - જિનબિંબના નિમિત્તે જેટલી મનની પ્રસન્નતા ઉત્પન્ન થાય, તેટલી જિનપ્રતિમા કરાવવાનો લાભ મળે છે. માટે ઉચિત ઉત્સાહ પ્રસ્તુતમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. (પ/૧૨)
ટીકાર્થ - જિનપ્રતિમા કરાવવામાં જેટલો વિશેષ પ્રમાણમાં આનંદ ઉત્પન્ન થાય તેટલા પ્રમાણમાં પરમાર્થથી શ્રાવકે પ્રતિમા કરાવી ગણાય. કારણ કે, તેટલા પ્રમાણમાં જિનબિંબ કરાવવાથી મળનારું ફળ અધિકૃત પ્રતિમાના નિર્માણથી પ્રાપ્ત થાય છે. (૫/૧૨)
વિશેષાર્થ:- શિલ્પી સાથે અખંડ મનમેળ રાખવાના લીધે શિલ્પીએ ઘડેલી રમ્ય, સૌમ્ય, અવર્ણનીય, લાવણ્યપૂર્ણ પ્રતિમાના દર્શનથી શ્રાવકના આનંદનો પાર ન રહે. કદાચ એક જ પ્રતિમા શ્રાવકે શિલ્પી પાસે ઘડાવેલ હોય પરંતુ તે પ્રતિમાની સૌમ્ય મુખમુદ્રા, પ્રસન્નતા, લાવણ્ય વગેરે જોઈને ૫૦ પ્રતિમા તૈયાર કરાવવાથી જેટલો આનંદ થવાની સામાન્યથી સંભાવના હોય તેટલો આનંદનો ઉછાળો શ્રાવકના દિલમાં આવે તો વાસ્તવમાં શ્રાવકને ૫૦ (પચાસ) પ્રતિમા તૈયાર કરાવવાથી થતા ફળનો લાભ થાય છે. આશય એ છે કે જૈનશાસનના પ્રત્યેક અનુષ્ઠાનમાં દ્રવ્ય કરતાં ભાવોલ્લાસની મહત્તા ઘણી વધુ છે. માટે સ્વ-પરનો ભાવોલ્લાસ વધે તે રીતે શ્રાવકે પ્રતિમા ભરાવવી. (પ/૧૨)
શિલ્પી સાથે મનમેળ ન તૂટે-આવું જે પૂર્વે કહ્યું : તેમાં હેતુ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે
ગાથાર્થ :- શિલ્પી ઉપર જે અપ્રીતિ છે તે તત્ત્વથી ભગવાન ઉપર અપ્રીતિ કહેવાયેલી છે. તેથી ભગવાનની ત્રણ અવસ્થાને આશ્રયીને વિશેષ પ્રકારના દોહલાઓ પૂરવાના પ્રયત્ન કરવાં. (૫/૧૩) ૨. હૃસ્તા “ોદર' ત પાઠ. |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org