________________
20
• ૫ થી ૮ બત્રીસીનો ટૂંકસાર
द्वात्रिंशिका
વ્યસનમાં આસક્ત લોકોને જાણીને, લોકસંજ્ઞાને છોડી તથા માંસભક્ષણ-અજ્ઞાનતપ વગેરે લૌકિક ધર્માચારથી અને ગુરુકુળવાસનો ત્યાગ, ક્રિયાજડત્વ વગેરે લોકોત્તર દૂષણોથી મુક્ત બની વિવેક દૃષ્ટિથી જિનવચનને પરિણમાવીને આત્માનું પારમાર્થિક હિત સાધી લેવું એ જ તાત્ત્વિક આંતરિક મોક્ષમાર્ગ છે. (ગા.૩૨)
•
૮- વાદદ્વાત્રિંશિકાઃ ટૂંક્સાર
સાતમી બત્રીસીમાં ભક્ષ્ય-અભક્ષ્ય વગેરે સંબંધી વ્યવસ્થા ગ્રંથકારશ્રીએ બતાવી. ભક્ષ્યાભક્ષ્ય, પેયઅપેય વગેરે અંગે અનેક ધર્મોમાં વિવિધ માન્યતા પ્રવર્તે છે. તેથી કઈ માન્યતા સાચી અને કઈ ખોટી? આ મુદ્દાને લઈને વાદ-વિવાદ ઊભા થવાની શક્યતા છે. તેથી ગ્રંથકારશ્રીએ આઠમી બત્રીસીમાં વાદના પ્રકાર, અધિકારી, ફળ, વિષય વગેરેને મુખ્યતયા દર્શાવેલ છે. શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ-આ પ્રમાણે ત્રણ પ્રકારના વાદ છે. (ગા.૧) જે વાદમાં દુષ્ટ પ્રતિવાદી હારવાથી આપઘાતાદિ કરે અથવા વેરની ગાંઠ બાંધે અને વાદીનો પરાજય થાય તો તેની નિંદા-હીલના-ધર્મલઘુતા વગેરે થાય તેવા વાદને શુષ્કવાદ કહેવાય. સ્કંદક રાજકુમાર અને પાપી પાલક વચ્ચેનો વાદ તે શુષ્કવાદ ગણાય. (ગા.૨) દરિદ્ર એવો પ્રતિવાદી ધનની કે કીર્તિની ઈચ્છાથી વાદ કરે અને છલ-કપટ કે જાતિ વગેરેથી પણ જીતવાનો પ્રયત્ન કરે તે વિવાદ કહેવાય. આમાં પ્રતિવાદી જીતાય તેવી શક્યતા પ્રાયઃ નથી રહેતી. તેથી વાદીની હીલના રૂપ નુકસાન થાય છે. કદાચ વાદી જીતે તો પણ પ્રતિવાદીને થતા માનસિક સંકલેશ વગેરે સ્વરૂપ નુકસાન તો ઉભું જ રહે છે. (ગા.૩)
ધર્મવાદ કરનાર પ્રતિવાદી (૧) પોતાના શાસ્ત્રને સમજેલો જોઈએ. (૨) તેને પોતાના ધર્મનો આંધળો રાગ ન જોઈએ. (૩) સાચું સમજવાની તેની તૈયારી જોઈએ. (૪) તે પાપભીરૂ હોવો જોઈએ. આ રીતના ધર્મવાદમાં વાદી જીતે તો પ્રતિવાદીને ધર્મની પ્રાપ્તિ થાય અને વાદી હારે તો તેનું અજ્ઞાન નાશ પામે. આમ ધર્મવાદ બન્ને રીતે લાભ કરે છે. તેથી તપસ્વી મહાત્માએ ધર્મવાદ જ કરવો જોઈએ. પરંતુ અપવાદ માર્ગે લાભ વધુ હોય તો શુષ્કવાદ-વિવાદ પણ વાદી કરી શકે. પણ જીભની ખણજ પોષવા, અભિમાનથી વાદ કરવાની કે સાધ્વીજી ભગવંતો સાથે વાદ કરવાની નિશીથભાષ્યમાં મનાઈ ફરમાવેલ છે. ટૂંકમાં દ્રવ્ય, ક્ષેત્ર વગેરે જોઈને પરિણામ સારું આવે એવું જણાય તો બોલવું. બાકી મૌન રહેવું. માટે જ શ્રમણ ભગવાન મહાવીરે અભાવ્ય પર્ષદામાં વિસ્તૃત ધર્મદેશના ન કરી (ગા.૪ થી ૭)
કદાગ્રહ વિનાની વ્યક્તિ માટે પોતાના શાસ્ત્રમાં પ્રસિદ્ધ બાબતો ધર્મવાદનો વિષય બને છે. દયાદાન વગેરે ધર્મસાધનો એવી રીતે પકડવા કે જેથી મોક્ષમાર્ગને અભિમુખ બનાય. જેમ કે અહિંસા વગેરે પાંચ ધર્મસાધન પ્રસિદ્ધ છે. તેને સર્વ આસ્તિક દર્શનકારો ધર્મસાધન તરીકે સ્વીકારે છે. તેથી ધર્મવાદમાં તેની ચર્ચા થવી જોઈએ. આ ચર્ચા પણ પોતાના ધર્મશાસ્ત્રોની મર્યાદાથી ખસ્યા વિના કરવી જોઈએ. જેમ કે બૌદ્ધ શાસ્ત્રમાં જણાવેલી અહિંસાની વિચારણા બૌદ્ધસિદ્ધાંત પ્રમાણે યુક્તિસંગત થાય છે ખરી કે નહિ ? તેને સંગત કે અસંગત ઠરાવવા માટે તત્ત્વવિચારણામાં અન્ય વાદીના સિદ્ધાંતોનો આધાર લેવો નહિ. (ગા.૮ થી ૧૦) આ રીતે થતો તત્ત્વનિર્ણય ધર્મવાદનું પ્રામાણિક ફળ ગણી શકાય.
આગળ ઉપર એક મહત્ત્વની વાત ગ્રંથકારશ્રી દર્શાવે છે કે ધર્મવાદમાં દયા-દાન-દમન વગેરે પ્રમેયને (ધર્મસાધનને) છોડી પ્રમાણના લક્ષણની ચર્ચા કરવામાં અટવાઈ ન જવું. કારણ કે પ્રત્યક્ષઅનુમાન વગેરે પ્રમાણો તો પ્રસિદ્ધ જ છે. તથા પ્રમાણના લક્ષણની ઊંડી ચર્ચા કરવાથી ધર્મવાદસાધ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org