________________
21
द्वात्रिंशिका
. • ૫ થી ૮ બત્રીસીનો ટૂંકસાર • ફળ મળવાની કોઈ શક્યતા નથી. માત્ર બૌદ્ધિક કસરત, સમયનો અનાવશ્યક વધુ પડતો વપરાશ, કંઠશોષ વગેરે સિવાય તેવી ચર્ચાથી આધ્યાત્મિક ધર્મવાદયોગ્ય સારા ફળની અપેક્ષા રાખવી અસ્થાને છે. મહાવાદી શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ રચિત ન્યાયાવતાર ગ્રંથની સાક્ષી આપીને ગ્રંથકારશ્રીએ પોતાની વાતનું સમર્થન કરેલ છે. તથા કિરણાલીકાર પ્રાચીન નૈયાયિક ઉદયનાચાર્યના મતનું નવ્યાયની પરિભાષાથી નિરાકરણ પણ કરેલ છે. (ગા.૧૧,૧૨)
ગ્રંથકાર શ્રીમજી જણાવે છે કે પ્રમાણલક્ષણાદિની ચર્ચા/નિર્ણય ન કરવાથી કદાચ કોઈને પોતાના જ્ઞાનમાં યથાર્થપણું છે કે નહિ ? તેવી શંકા થાય તો તે તત્ત્વમીમાંસા દ્વારા તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગી હોવાથી આવકાર્ય છે. તેવી શંકા પરંપરાએ શુદ્ધ-સત્ય ધર્મસ્વીકારમાં પ્રયોજક પણ બની શકે છે. (ગા.૧૩-૧૪)
આગળ ઉપર ગ્રંથકારશ્રી નૈયાયિક-વૈશેષિક-સાંખ્ય વગેરે એકાંતનિત્ય આત્મવાદીઓ સમક્ષ સ્વયં ધર્મવાદના શ્રીગણેશ કરે છે. નવ્ય ન્યાયની પરિભાષાને માધ્યમ બનાવીને, નૈયાયિકમાન્ય સમવાય સંબંધની અને સાંખ્યમાન્ય પ્રતિબિંબની અપ્રામાણિકતા દર્શાવી, મનોયોગāસરૂપ હિંસાની પોકળતાને ખુલ્લી કરી, દેહાત્મસંબંધનો અસંભવ દેખાડી, કર્મજન્ય શરીરસંયોગ વગેરેને અસંગત ઠરાવી, આત્મામાં સક્રિયતા બતાવવા દ્વારા આત્મવિભુત્વવાદનું નિરસન કરી ગ્રંથકારશ્રીએ સ્પષ્ટપણે સિદ્ધ કરેલ છે કે આત્માને એકાંતે નિત્ય માનવામાં હિંસાદિ અસંગત થશે. (ગા.૧૫ થી ૧૯) તે જ રીતે આત્મા વિશે સર્વથા ક્ષણિકત્વપક્ષમાં = બૌદ્ધમતમાં પણ હિંસાદિનો અસંભવ છે. તેનું વિસ્તારથી નિરૂપણ કરેલ છે. (ગા.૨૦ થી ૨૪) વીતરાગ સર્વજ્ઞ ભગવંતના પ્રવચનમાં આત્મા નિત્યાનિત્યસ્વરૂપે માન્ય હોવાથી હિંસા-અહિંસા બધું સંગત થઈ શકે છે. તેવું અભ્રાન્ત સ્પષ્ટ માર્ગદર્શન ગ્રંથકારશ્રીએ સર્વ વાદીઓને આપેલ છે. (ગા.૨૫)
આગમમાં ત્રણ પ્રકારે હિંસા કહેલી છે – (૧) બીજાને પીડા પહોંચાડવાથી, (૨) બીજાના દેહનો નાશ કરવાથી અને (૩) “હું આને હણું એવા દુષ્ટ પરિણામથી. (ગા.૨૬) ગ્રંથકારશ્રી કહે છે કે “જે જીવ મરે છે તેનું તેવું કર્મ છે. માટે તે મરે છે. પણ તેમાં મારનારનો કોઈ વાંક નથી.” “આવા શુષ્ક કુતર્ક ન વિચારવા. કારણ કે મારનારમાં દુષ્ટ પરિણામ હોવાથી તે હિંસક કહેવાય છે. તેવા દુષ્ટ પરિણામ વિનાના અને રોગીના હિતને ચિતવનાર એવા વૈદ્યમાં હિંસક પરિણામ ન હોવાથી તેનામાં હિંસત્વ નથી કહેવાતું. હિંસા-અહિંસાને વિશે આ સ્યાદ્વાદ કહેવાય. (ગા.૨૭-૨૮) આમ સ્યાદ્વાદથી આત્માને સ્વીકારવાથી, શુભાશયની વૃદ્ધિથી સોપક્રમ એવા પાપોનો નાશ થાય છે. સોપક્રમ કર્મ પોતાનામાં સદાચારની શ્રદ્ધા અને સદાચારની પ્રવૃત્તિ દ્વારા વ્યક્ત થાય છે. વરસાદ તો પડશે ને ?” આ શંકા જેમ ખેડૂતને ખેતી માટે પ્રેરણા કરે છે તેમ “મારા કર્મ સોપક્રમ હશે ને ?' આ શંકા જીવને સદાચાર પ્રવૃત્તિમાં પ્રેરણા કરાવે છે. (ગા.૨૯-૩૦)
પ્રાન્ત, ગ્રન્થકાર શ્રીમદ્જીએ મુમુક્ષુઓને સોનેરી શિખામણ આપતા જણાવેલ છે કે સદુપદેશાદિથી થયેલી મુખ્ય અહિંસા એ મોક્ષવૃક્ષનું બીજ છે. તેમાંથી સત્ય, અચૌર્ય વગેરે વ્રતો રૂપી નવા ફણગા ફૂટે છે. માટે મુમુક્ષુએ વિતંડાવાદ-વિવાદ છોડી, બુદ્ધિના કાદવને દૂર કરી, આધ્યાત્મિક માર્ગનું પરિણમન કરવા ધર્મવાદનો વિષય એવી રીતે શોધવો જેથી પોતે મોક્ષની વધુ ને વધુ સમીપ પહોંચી શકે. (ગા.૩૧-૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org