SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • ૫ થી ૮ બત્રીસીનો ટૂંકસાર • તેવો ખોરાક સ્વરૂપથી સદોષ જ છે. વેદમાં પણ કહેલ છે કે “વેદ ભણીને જ પત્ની સંગ્રહ નિમિત્તે સ્નાન કરવું.” ત્યાં વેદ ભણવા ઉપર ભાર આપેલ છે, લગ્ન કરવા ઉપર નહિ. આનાથી પણ સિદ્ધ થાય છે કે બ્રહ્મચર્ય પાળવું તે લગ્ન કરતાં ચઢીયાતું છે. અશુભ પ્રવૃત્તિથી અટકવું એ યોગ્ય જ ગણાય ને ! માટે અબ્રહ્મસેવનમાં હિંસાદિ દોષો હોવાથી તેને શુભ-નિર્દોષ કહી ન શકાય. તેથી મૈથુનપ્રવૃત્તિથી અટકવું એ જ યોગ્ય અને નિર્દોષ ગણાય, નહિ કે તેનું સેવન. બાકી તો મૈથુનને યોગ્ય માનવામાં ધર્મસાધનાનો જ અનાદર થશે. (ગા.૧૯-૨૩) મંડલતંત્રવાદીઓ ગમ્ય-અગમ્યનો વિવેક સ્વીકારતા નથી. “ઈચ્છા પૂરી થવા દો તો રાગ-દ્વેષ રૂપ સંકુલેશ ન થાય' આવું તેઓ માને છે. પણ ગ્રંથકારશ્રી સંભોગથી સમાધિ માન્ય કરતા નથી. તેઓ મંડલતંત્રવાદીમતનું નિરાકરણ કરતા જણાવે છે કે અગ્નિમાં નાખેલા ઇંધણથી અગ્નિનો ભડકો વધે છે તે રીતે પત્નીની જેમ મા-બેન સાથે ભોગસુખની પ્રવૃત્તિમાં રાગાદિરૂપ સંકલેશ વધે જ છે, ઘટતો નથી. માટે તેમની તથા રજનીશની પણ તેવી વાત સાચી નથી. (ગા.૨૪). બૌદ્ધ લોકો તપનો અનાદર કરે છે. “તપ એ દુઃખ રૂપ છે. દુઃખરૂપ એવા ઉપવાસથી તપસ્વી થવાતું હોય તો આખી દુનિયા તપસ્વી બની જશે. વળી તપ એ આર્તધ્યાનનો હેતુ છે.” આવી બૌદ્ધની વાત વ્યાજબી નથી. કારણ કે જૈન આગમમાં કહેલ છે કે “આર્તધ્યાન ન થાય, ઈન્દ્રિયની શક્તિ ન ઘટે, સંયમની આરાધના હાનિ ન પામે તે રીતે તપ કરવો.” માટે તપ દુઃખરૂપ નથી. વિવેકયુક્ત આવો તપ આરોગ્ય, આત્મકલ્યાણ વગેરે લાભો કરાવે છે. વળી તપ વીર્યંતરાયકર્મના ક્ષયોપશમથી થાય છે. માટે તપ ઔદયિક = કર્મોદયજન્ય નથી. માટે બૌદ્ધની તપ કર્મોદયથી થાય' એ વાત પણ ખોટી છે. (ગા.૨૫-૨૬). આ બત્રીસીમાં છેલ્લો મુદો દયા અંગે છે. દયા માટે જીવતત્ત્વનો બોધ હોવો જરૂરી છે. માટે જ દશવૈકાલિકસૂત્રમાં કહેલ છે કે “પ્રથમ જ્ઞાન, પછી અહિંસા.” ગ્રંથકારશ્રી વિવિધ નયથી દયાનું નિરૂપણ કરતા જણાવે છે કે બીજાના પ્રાણોની રક્ષા તે વ્યવહારનયથી દયા છે. અને નિર્વિકલ્પ સ્વભાવરૂપ પોતાના ભાવપ્રાણોનું રક્ષણ કરવું તે નિશ્ચયથી દયા છે. વિવેકપૂર્વક શાસ્ત્રોક્ત રીતે શક્ય જયણાથી પ્રવૃત્તિ કરવામાં જો બીજા જીવને પીડા થઈ જાય તો પણ તે દોષકારક નથી. અને જયણા વગરનો જીવ પરપીડા ન કરે તો પણ તે હિંસા જ છે. આવું નિરૂપણ કરતી વખતે ગ્રંથકારશ્રી ઓઘનિયુક્તિનો સંદર્ભ ટાંકે છે. ગ્રંથકારશ્રી જણાવે છે કે તત્ત્વાર્થસૂત્રમાં પણ પ્રમાદને હિંસાનું કારણ કહેલ છે. તથા અહિંસાનું લક્ષણ અપ્રમાદ છે. (ગા.૨૭ થી ૨૯). આગળ વધતાં રહસ્યોદ્દઘાટન કરતા ગ્રંથકાર શ્રીમદ્જી જણાવે છે કે સમગ્ર શ્રતને ધારણ કરનાર તથા વિશુદ્ધ નિશ્ચયનયમાં એકાગ્ર ચિત્તવાળા સાધુ શ્રેષ્ઠ રહસ્ય બતાવે છે કે ચિત્તનો પરિણામ-ભાવ એ જ પ્રમાણભૂત છે. અર્થાત્ કર્મબંધ કે કર્મનિર્જરા પ્રત્યે બાહ્ય પ્રવૃત્તિ નહિ પણ અંતઃકરણનો અધ્યવસાય જ મુખ્યતયા જવાબદાર છે. તેથી જ બહારમાં વિરાધના દેખાવા છતાં ગજસુકુમાળ મુનિ વગેરેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. (ગા.૩૦) ઓઘનિર્યુક્તિમાં જણાવેલ છે કે બેદરકારીથી હિંસામાં જોડાવું તે વિશુદ્ધ મન-વચન-કાયાવાળા જીવનું ચિહ્ન નથી. માટે સદાચાર અને શુદ્ધ ભાવ દ્વારા મોક્ષમાર્ગે આગળ ધપવું જોઈએ. (ગા.૩૧) ગ્રંથકારશ્રી અંતમાં મહત્ત્વની હિતશિક્ષા આપતા જણાવે છે કે કલિકાળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy