________________
18
• ૫ થી ૮ બત્રીસીનો ટૂંકસાર
द्वात्रिंशिका
પણ માંસ ખાવાનો નિષેધ કરે છે. (ગા.૮) આ વાતને બતાવવાનું ગ્રંથકારશ્રી ચૂકતા નથી. બૌદ્ધમતના નિરાકરણ બાદ દ્વિજમતનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કરેલ છે. મનુસ્મૃતિના મતે, ‘માંસભક્ષણ, મદ્યપાન અને મૈથુનસેવનમાં દોષ નથી’ આમ જણાવી દ્વિજ લોકો માંસને ભક્ષ્ય કહે છે. પણ ગ્રંથકારશ્રીના અભિપ્રાય મુજબ, આ વાત પણ ખોટી છે. કેમ કે પ્રસ્તુત વાતનું જ વિરોધી વાક્ય મનુસ્મૃતિમાં મળે છે કે ‘મને તે પરલોકમાં ખાશે જેનું માંસ હું અહીં ખાઉં છું આ પ્રમાણે મનુસ્મૃતિમાં દર્શાવેલી ‘માંસ’ શબ્દની વ્યુત્પત્તિ જ માસભક્ષણને ભવપરંપરાવર્ધક બતાવવા દ્વારા ‘ઝડપથી મોક્ષે જવા ઈચ્છતા ધર્માત્માઓ માટે માંસ અભક્ષ્ય છે' આવું સ્પષ્ટપણે સિદ્ધ કરે છે.
-
જો કે અહીં પૂર્વપક્ષી બચાવ કરે છે કે ‘આ વાત શાસ્રનિષિદ્ધ = શાસ્ત્રબાહ્ય (= યજ્ઞાદિ સિવાયના પ્રસંગે) માંસના નિષેધ વિશે જાણવી. કારણ કે ‘બ્રાહ્મણોની સંમતિથી વિધિ મુજબ પ્રોક્ષિત માંસ ખાવું જોઈએ, નિયુક્ત વ્યક્તિએ માંસ ખાવું જોઈએ, પ્રાણનો નાશ થતો હોય તો માંસ ખાવું' આવી વાત પણ મનુસ્મૃતિમાં જ જણાવેલ છે.' (ગા.૯ થી ૧૩)
-
•
પરંતુ ગ્રંથકારશ્રી પોતાની શાસ્રપરિકર્મિત પ્રજ્ઞાનો પ્રકર્ષ દેખાડતા કહે છે કે - ‘શાસ્ત્રીય માંસનું ભક્ષણ નિર્દોષ છે અને અશાસ્ત્રીય માંસભક્ષણ દોષયુક્ત છે.’ આવું જણાવનાર મનુસ્મૃતિનું વચન બરાબર નથી. કારણ કે મનુસ્મૃતિ (૫/૩૫) મુજબ વેદોક્ત વિધિ મુજબ ગુરુ દ્વારા આદેશ કરાયેલ જે માણસ શાસ્ત્રીય માંસનું ભક્ષણ નથી કરતો તે ૨૧ જન્મ સુધી પરભવમાં પશુના અવતાર પામે છે. માટે શાસ્ત્રીય માંસભક્ષણની નિવૃત્તિનું તો વિશિષ્ટ કલ્યાણકારી ફળ મળી ન શકે. તથા શાસ્ત્રબાહ્ય માંસ ભક્ષણ તો અપ્રસક્ત જ છે. તેથી તેની નિવૃત્તિનું પણ વિશિષ્ટ ફળ પ્રાપ્ત ન થઈ શકે. બાકી તો આકાશભક્ષણની નિવૃત્તિનું પણ મહાન ફળ મળવું જોઈએ. માટે નિવૃત્તિસ્તુ મહાના' આ પ્રમાણે મનુસ્મૃતિનું (૫/૫૬) વચન તો અસંગત જ રહેશે. વળી, શાસ્રનિષિદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ કરવાથી પાપકર્મબંધ ન થાય, નુકસાનથી બચી જવાય. પરંતુ તેનાથી મહાન ફળ મળે તે વાત સંગત થતી નથી. ઝેર ન ખાનારા માણસને મોત વહેલું ન આવે. પણ વિષભક્ષણનિવૃત્તિથી કોઈ સ્વર્ગપ્રાપ્તિ વગેરે વિશિષ્ટ ફળ મળી ન જાય. માટે ‘નિવૃત્તિસ્તુ મહાતા’ (૫/૫૬) આ મનુસ્મૃતિની વાત અસંગત છે. ઈત્યાદિ દલીલો દ્વારા દ્વિજમતનું નિરાકરણ કરેલ છે. અહીં પણ નવ્યન્યાયની પરિભાષાનો ગ્રંથકારશ્રીએ સ્વોપજ્ઞ વૃત્તિમાં છૂટથી ઉપયોગ કરેલ છે. (ગા.૧૪ થી ૧૬) આ રીતે સામાન્યથી ‘તમામ માંસ ભક્ષ્ય છે' આ પ્રમાણેની બૌદ્ધની માન્યતાનું અને ‘પ્રોક્ષિત (યજ્ઞાદિસ્થલીય) માંસ ભક્ષ્ય છે' આ મુજબની દ્વિજવાદીની માન્યતાનું યુક્તિ અને સ્વ-પર શાસ્ર સંદર્ભથી અકાટ્ય રીતે નિરાકરણ કરેલ છે.
ભક્ષ્યાભક્ષ્યસંબંધી ધર્મવ્યવસ્થા/શાસ્રવ્યવસ્થા બતાવ્યા બાદ પેય-અપેય સંબંધી શાસ્રવ્યવસ્થા પણ ગ્રંથકાર શ્રીમદ્જીએ દર્શાવેલ છે. સામાન્યથી દૂધ વગેરે પેય છે. તથા મઘ, મધ વગેરે અપેય (પીવાને અયોગ્ય) છે. મદ્યપાનમાં ધનનાશ, લજ્જાનાશ, જીવહિંસા વગેરે દોષો રહેલા છે. (ગા.૧૭) આવું ગ્રંથકારશ્રીએ દર્શાવેલ છે. મદ્યપાનથી ધર્મભ્રષ્ટ થનાર ઋષિનું પણ રોચક ઉદાહરણ દર્શાવેલ છે.
ગ્રંથકારશ્રી મનુસ્મૃતિના (૫/૫૬) નિરાકરણ માટે જણાવે છે કે મૈથુન પણ દુષ્ટ છે. કારણ કે રાગ-દ્વેષ વિના તે શક્ય નથી. તેમાં બે લાખથી નવ લાખ જેટલા ત્રસ જીવોની હિંસા થાય છે. (ગા.૧૮) ‘ધર્મનિમિત્તે પુત્રકામનાથી પોતાની પત્ની સાથે મૈથુન સેવનમાં દોષ નથી' એમ પણ ન માનવું. કારણ કે લાચારીથી, અન્ય વિકલ્પના અભાવમાં ભૂખ્યો માણસ જીવન ટકાવવા કૂતરાનું માંસ ખાય તો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org