________________
૫ થી ૮ બત્રીસીનો ટૂંકસાર
17
द्वात्रिंशिका શરણાગતિ વિના તો જીવની ભાવશુદ્ધિ પણ મોક્ષમાર્ગને અનુસરતી નથી. કારણ કે તેવા જીવોએ માનેલી ભાવશુદ્ધિ કદાગ્રહસ્વરૂપ છે, ગીતાર્થ ગુરુના ઉપદેશને સમજવા કે સ્વીકારવામાં અવરોધક છે. કદાગ્રહનું કારણ મોહ છે. તેવા મોહનો નાશ ગુરુપારતંત્ર્યથી થાય છે. આમ અષ્ટકજીમાં પણ જણાવેલ છે. ગુરુને સમર્પિત થવામાં નમ્રતા-સરળતા વગેરે અનેક લાભો પણ છે. જે ગુણોનું સ્વરૂપ-ફળ-બળ ઓળખે અને દોષોનું સ્વરૂપ-ફળ-ત્રાસ સમજે તેના માટે ગુણવાન ગુરુ પ્રત્યે સમર્પણ સહજ છે. (ગા.૨૫-૨૮)
·
જીવ ગુરુ પ્રત્યેના વિશિષ્ટ સમર્પણ ભાવથી સામેનાને સમકિત અપાવવા દ્વારા પોતાનું સમકિત ક્ષાયિક સ્વરૂપે પરિણમાવે છે. યાવત્ તીર્થંકર પદને સંપ્રાપ્ત કરે છે આમ શાસનપ્રભાવના અને પોતાની ઉત્કૃષ્ટ આત્મોન્નતિ સ્વરૂપ લાભ થાય છે. તથા અજાણતા પણ શાસનહીલના કરનાર વ્યક્તિ ગાઢ મિથ્યાત્વને બાંધે છે. માટે બાલ જીવોની સ્વચ્છંદ પ્રવૃત્તિ શાસનહીલનાને કરનાર છે અને સાધુની ગુરુપરતંત્રતા ગુણોની પૂર્ણતાને લાવનાર છે-એમ જણાવેલ છે. આમ ગીતાર્થનો સંગ કરી તત્ત્વસંવેદન જ્ઞાન, સર્વસંપત્કરી ભિક્ષા અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યને આત્મસાત્ કરનાર સાધુ ઝડપથી મોક્ષે જાય છે. (ગા.૨૯-૩૨) આ રીતે સાધુ જીવનની સંપૂર્ણતાને લાવનાર ત્રણ ઘટક તત્ત્વોનું સુંદર અર્થવિશ્લેષણ અહીં દૃષ્ટિગોચર થાય છે.
૭- ધર્મવ્યવસ્થાદ્વાત્રિંશિકા ટૂંક્સાર
સાધુજીવનમાં ભણ્યાભક્ષ્ય વગેરે બાબતોનો સમ્યક્ બોધ ન હોય તો સાધુતા અપૂર્ણ જ રહી જાય છે. માટે સાધુસામગ્ર બતાવ્યા બાદ સાતમી બત્રીસીમાં ભક્ષ્યાભક્ષ્ય વગેરેની વ્યવસ્થા ગ્રંથકારશ્રીએ દર્શાવેલ છે. પ્રારંભમાં જ ગ્રંથકારશ્રી દર્શાવે છે કે ભક્ષ્યાભક્ષ્યના વિવેકથી, ગમ્યાગમ્યના વિવેકથી, વિશિષ્ટ તપથી અને દયાથી ધર્મ વ્યવસ્થિત રહે છે. (ગા.૧)
બૌદ્ધ કહે છે કે જેમ ભાત એકેન્દ્રિય જીવનું શરીર છે અને ભક્ષ્ય છે તે રીતે માંસ પ્રાણીનું શરીર કે શરીરનો ભાગ છે. માટે તેને ભક્ષ્ય કહેવું જોઈએ.' પણ ગ્રંથકારશ્રીની દૃષ્ટિએ આ દલીલ ખોટી છે. કારણ કે ‘જેનું ભક્ષણ થઈ શકે તે ભક્ષ્ય કહેવાય' તેવું શાસ્ત્રમાન્ય નથી. પણ જેનું ભક્ષણ પાપનું કારણ ન બને તે જ ભક્ષ્ય કહેવાય. માટે જ લોકમાં પણ પેય-અપેયની વ્યવસ્થા એ રીતે પ્રસિદ્ધ છે કે ગાયનું દૂધ ભક્ષ્ય છે પણ ગાયનું લોહી અભક્ષ્ય છે. જો બૌદ્ધની વાત સ્વીકારીએ તો ભેંસના માંસની જેમ બૌદ્ધ ભિક્ષુનું માંસ પણ ભક્ષ્ય બનશે. કારણ કે બન્ને પ્રાણી અંગ જ છે. પણ બૌદ્ધસાધુના માંસને ખાવાનો તો તેમના શાસ્ત્રમાં જ નિષેધ જણાવેલ છે. વળી, જૈનોના મતે માંસ અભક્ષ્ય છે તેનું કારણ એ છે કે તે જીવોની સંસક્તિનો (=પુષ્કળ ઉત્પત્તિનો) હેતુ છે, નહિ કે તે પ્રાણીનું અંગ છે. તીર્થંકરોએ માંસમાં નિગોદના જીવોની ઐકાંતિકી અને આત્યંતિકી ઉત્પત્તિ જણાવી છે. સંબોધપ્રકરણનો સંદર્ભ આપીને ગ્રંથકારશ્રીએ આ વાતની પુષ્ટિ કરેલ છે. (ગા.૨ થી ૬)
જૈન આગમમાં માંસના ઉપભોગની આવતી વાત માંસને આરોગવાનું સમર્થન નથી કરતી પણ બાહ્ય વિલેપન વગેરે રૂપે અતિ આગાઢ રોગાદિ કારણે માંસના બાહ્ય ઉપભોગને જણાવે છે. આ જ વાત જણાવે છે કે ‘માંસ અભક્ષ્ય છે’ એવી વાત જૈનોને માન્ય જ છે. વળી, સ્વાભાવિક રીતે મળતા રોટલી-દાળ છોડી, જે મેળવવા માયા કરવી પડે, અતિ આસક્તિ પોષાય તેવા માંસને વાપરવાની વાત જિનેશ્વરો કરે પણ નહિ. (ગા.૭) વળી લંકાવતાર, શીલપટલ, નાગપટલ વગેરે બૌદ્ધ શાસ્ત્રો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org