________________
• યોગાવિનિષ્ઠા રળતવિચાર: *
द्वात्रिंशिका - ७/१२
अन्यथा 'ज्योतिष्टोमेन स्वर्गकामो यजेत' ( ) इत्यादावपि स्वर्गादिसामान्ये यागादिकार्यताबाधप्रसङ्गात् ।
४७२
इत्थञ्चाभ्युपेयमेव; अन्यथा = “शास्त्रबाह्यमांसभक्षणमुद्दिश्यैव 'मां स भक्षयिता' इति मनुस्मृतिवचनं प्रवृत्तं, न तु मांसभक्षणत्वावच्छिन्नमुद्दिश्ये”त्यनङ्गीकारे “मांसभक्षणत्वसामानाधिकरण्येनैव 'मां स भक्षयिते'त्यतः सदोषताऽभिहिता न तु मांसभक्षणत्वावच्छेदेने" त्यनभ्युपगमे इति यावत्, 'ज्योतिष्टोमेन स्वर्गकामो यजेत' ( ) इत्यादौ अपि स्वर्गादिसामान्ये यागादिकार्यताबाधप्रसङ्गात् = व्यतिरेकव्यभिचारेण ज्योतिष्टोमादिजन्यत्वबोधाऽनुदयापत्तेः ।
=
अयं भावः गङ्गास्नानादिजन्यस्वर्गे यागादिजन्यत्वविरहेण स्वर्गत्वावच्छेदेन यागादिकार्यताज्ञानं न सम्भवति, तद्धर्मावच्छेदेन तत्प्रकारकबुद्धौ तद्धर्मविशिष्टे तदभावप्रकारकनिश्चयस्य तद्धर्मसामानाधिकर
(અહીં આશય એ છે કે માંસભક્ષણના નિષેધને ફલિત કરનારા “માં સ ભક્ષયિતા” એવા શાસ્ર વચનથી નિષેધ્ય એવા શાસ્રબાહ્ય માંસભક્ષણમાં નિષેધનો અન્વય કરવાનો અહીં અભિમત છે. અને તે નિષેધમાં બલવઅનિષ્ટ અનનુબંધી ઈષ્ટ સાધનતાનો અન્વય કરવાનો. તેથી અર્થ એવો ફલિત થશે કે ‘શાસ્ત્રબાહ્ય માંસભક્ષણનો અભાવ બલવાન એવા અનિષ્ટને નહિ લાવનાર એવું ઈષ્ટસાધન છે'. તથા ‘ન માંસમક્ષળે રોષઃ’ આવા શાસ્રવચનથી વિધેયકોટિમાં ફલિત થતું માંસભક્ષણ એ શાસ્ત્રીય = વેદશાસ્ત્રોક્ત સંસ્કારયુક્ત સમજવાનું. અને તેમાં વિધ્યર્થનો અન્વય કરવાનો. તેથી તેનો અર્થ એવો ફલિત થશે કે ‘શાસ્ત્રીય માંસભક્ષણ બલવનિષ્ટ અનનુબંધી એવું ઈષ્ટસાધન છે.' આ રીતે વિધિકોટિમાં શાસ્ત્રીય માંસભક્ષણને અને નિષેધકોટિમાં અશાસ્ત્રીય માંસભક્ષણને લેવાથી કોઈ વિરોધ દોષ અહીં નહિ આવે અથવા એક શાસ્ત્રવચનથી બીજું શાસ્રવચન બાધિત થવાનો પ્રસંગ નહિ આવે. આ દોષ આવવાની સંભાવના તો જ ઉભી થાય કે જો શાસ્ત્રીય-અશાસ્ત્રીય તમામ પ્રકારના માંસભક્ષણમાં દોષાભાવનું વિધાન માનવામાં આવે. પરંતુ એવું તો અમે વેદવાદી માનતા નથી. કારણ કે) ‘7 માંસમક્ષને ટોવ:' આ શાસ્રવચનથી માંસ સામાન્યના લક્ષણમાં = તમામ પ્રકારના માંસભક્ષણમાં નિર્દોષતાનું વિધાન કરવું અભિપ્રેત નથી. આ કારણે જ ‘માંસ નક્ષયિતા' આ શાસ્ત્રવચન દ્વારા અશાસ્ત્રીય માંસભક્ષણમાં જ દોષનું પ્રતિપાદન કરાય છે. તેનાથી શાસ્ત્રીય માંસભક્ષણમાં રહેલી નિર્દોષતા બાધિત થતી નથી. આ રીતે માનવું જરૂરી છે. * એદેશથી અન્વય માન્ય
=
અન્યથા । જો આવું માનવામાં - સ્વીકારવામાં ન આવે અર્થાત્ ‘માંસ મયતા' આવું શાસ્ત્રવચન માંસભક્ષણસામાન્યમાં = તમામ માંસભક્ષણમાં દોષનું પ્રતિપાદન નથી કરતું પણ અશાસ્ત્રીય માંસભક્ષણમાં જ દોષનું પ્રતિપાદન કરે છે આ પ્રમાણે એકદેશમાં અન્વય માનવામાં ન આવે તો ‘જ્યોતિષ્ટોમેન યનેતસ્વાિમ:' આવા શાસ્રવચનથી પણ સ્વર્ગના એક દેશમાં વિશેષપ્રકારના સ્વર્ગમાં જ્યોતિષ્ટોમ યજ્ઞની કાર્યતાનો અન્વય માનવાના બદલે સ્વર્ગ સામાન્યમાં જ્યોતિષ્ટોમ યજ્ઞની કાર્યતા માનવી પડશે. આ રીતે જો સ્વર્ગ સામાન્યને તમામ પ્રકારના સ્વર્ગને જ્યોતિષ્ટોમનું કાર્ય માનવામાં આવે તો જે વ્યક્તિએ જ્યોતિષ્ટોમ યજ્ઞ કર્યો નથી પણ દાન કરેલ છે અને દાન દ્વારા સ્વર્ગ મેળવેલ છે તે દાનજન્ય સ્વર્ગમાં જ્યોતિષ્ટોમ યજ્ઞની કાર્યતા બાધિત થશે. કારણ કે તે સ્વર્ગ યજ્ઞજન્ય નથી. (પરંતુ આ દોષના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
=