________________
३७४
• બુદ્ધિને કસો •
૫. નયલતાની અપેક્ષા છે (એ) નીચેના પ્રશ્નનોના વિસ્તારથી જવાબ આપો. ૧. જિનાલયને કેવા ગુણવાળો ગૃહસ્થ કરાવે ? ૨. જિનાલય માટે સૌ પ્રથમ કેવી ભૂમિને ગ્રહણ કરવી જોઈએ ? ૩. દેરાસર નિર્માણ માટે કારીગર કેવા રાખવા ? તેને માટે શ્રાવકે શું શું કરવું ? ૪. લૌકિક અને લોકોત્તર અનુષ્ઠાનની ભેદરેખા સમજાવો. ૫. પ્રતિષ્ઠા કેટલા પ્રકારે થાય ? એ વિસ્તારથી સમજાવો. ૬. પ્રતિષ્ઠાના બે પ્રકારને સમજાવો. ૭. પંચોપચારપૂજા અને અષ્ટોપચાર પૂજા સમજાવો. ૮. ૫ પ્રકારના અભિગમ સમજાવો. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. ભાવસ્તવ કોને કહેવાય ? ૨. શુભાનુબંધનો અર્થ જણાવો. ૩. મહાવીર ભગવાને બીજાની અપ્રીતિ દૂર કરવા શું કર્યું ? ૪. “યતના” શબ્દને ન્યાયની ભાષામાં જણાવો. ૫. શ્રાવક ઉચિત રીતે શિલ્પીનું માન જાળવે તેનું કારણ જણાવો ? ૬. ઉચિત ઉત્સાહનું મહત્ત્વ જણાવો. ૭. શા માટે શિલ્પી સાથે મનમેળ તૂટવો ન જોઈએ ? ૮. મુખ્ય પ્રતિષ્ઠા કોને કહેવાય? ૯. સ્વભાવ કેટલા પ્રકારે છે ? ક્યા ક્યા ? ૧૦. અદષ્ટ ક્યા સંબંધથી પ્રતિમામાં રહેશે ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ભાવવનું કારણ હોય છે ......... કહેવાય છે. (દ્રવ્યસ્તવ, શ્રાવકસ્તવ, ચૈત્યસ્તવ). ૨. જિનાલય બનાવનાર ગૃહસ્થના અહીં ......... વિશેષણ બતાવવામાં આવ્યા છે. (૬, ૫, ૨) ૩. પ્રતિષ્ઠા વિધિ દ્વારા જિનાગમ અનુસારે પોતાનામાં ........ વગેરે ભાવોની સ્થાપના થાય છે.
(સાધુત્વ, વીતરાગત્વ, વૈરાગ્ય) ૪. પ્રતિષ્ઠા પછી ......... દિવસ સુધી સતત પ્રતિષ્ઠિત પ્રતિબિંબની પૂજા કરવી. (૮,૫,૩) ૫. શ્વેત અને ....... વસ્ત્રો પહેરીને શ્રાવકે પૂજા કરવી. (શુભ, શુદ્ધ, ધોયેલા) ૬. અન્ય આચાર્યો કહે છે કે પૂજા ......... પ્રકારની છે. (૩, ૫, ૮) ૭. કાયયોગપ્રધાન પૂજા ........... છે. વિનઉપશમની, નિર્વાણપ્રસાધની, અભ્યદયપ્રસાધની) ૮. વચનયોગપ્રધાન પૂજામાં ............ વગેરે મંગાવવાના હોય છે. (પુષ્ય, વસ્ત્ર, અલંકાર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org