________________
૭૪. દુઃસ્વર નામ : જે કર્મના ઉદયથી જીવનો અવાજ કર્કશ, સાંભળવામાં
અપ્રિય લાગે તે દુઃસ્વર નામ. ૭૫. અનાદેયનામ : જે કર્મના ઉદયથી જીવનું વચન સમીચીન-પ્રમાણભૂત
હોવા છતાં માન્ય ન થાય તે અનાદેયનામ. ૭૬. અયશનામ : જે કર્મના ઉદયથી લોકમાં અપયશ - અપકીર્તિ મળે તે
અયશ નામ.
ગોત્ર કર્મ – આ કર્મને કુંભકારની ઉપમા આપી છે. જેવી રીતે કુંભકાર માંગલિક કાર્યના હેતુભૂત ઉત્તમ કલશાદિ બનાવે છે અને સુરા ભરવા માટે ઘડો બનાવે છે તેવી રીતે ગોત્રકર્મ જીવને ઉચ્ચ અથવા નીચકુળમાં જન્મ આપે છે. ૭૭. નીચ ગોત્ર : અધમકુળ. જે કર્મના ઉદયથી જીવને નિંદિત, અપ્રસિદ્ધ
કુળ પ્રાપ્ત થાય તે નીચ ગોત્ર.
અંતરાય કર્મ – રુકાવટ. અંતરાય કર્મ ભંડારી સદશ છે. જેવી રીતે રાજાને દાન આપવાની ઇચ્છા હોય પરંતુ ભંડારી તેમાં રુકાવટ ઊભી કરે તેમ આત્માને પ્રાપ્ત થયેલી શક્તિઓનો ઉપયોગ કરવામાં અંતરાયકર્મ વિઘ્નઅડચણ ઊભી કરે છે. ૭૮. દાનાન્તરાય : સુયોગ્ય પાત્ર, દાતાની ઇચ્છા, દાનની સામગ્રી અને
દાનથી થતા લાભનું જ્ઞાન આ બધું હોવા છતાં જીવ દાન ન આપી
શકે તે દાનાત્તરાય. ૭૯. લાભારાય : દાતાની ઉદારતા, દેય વસ્તુની ઉપલબ્ધિ, યાચકની
કુશળતા હોય તો પણ જેના કારણે અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય તે
લાભાન્તરાય. ૮૦. ભોગાન્તરાય : ભોગનાં સાધનો ઉપલબ્ધ હોવા છતાં જેના કારણે જીવ
ભોગ્ય પદાર્થોને ભોગવી ન શકે તે ભોગાન્તરાય. ઉપભોગાન્તરાય : સુખ સામગ્રી પ્રાપ્ત હોવા છતાં જે કારણથી જીવ તે સામગ્રીનો ઉપભોગ ન કરી શકે તે ઉપભોગાન્તરાય.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
८४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org